________________
૨૦૦
[ધવ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગાહ ૯૮ ભાવાર્થ-જે ગુરૂ નિવૃત્ત હોય તે સર્વ સાધુઓ તે વેળાએ ગુરૂની સાથે જ પ્રતિક્રમણ કરે અને ગુરૂ કે શ્રાવકાદિને ધર્મ કહેવા વિગેરેમાં રેકાએલા હોય તે પાછળથી (પણ) આવે.
ગુરૂ આવે ત્યાં સુધી બીજા સાધુઓ ગુરૂને પૂછીને પ્રતિક્રમણ માંડલીમાં રત્નાધિકના કમે પિતાના આસને સૂત્ર (અર્થ)ના મરણ માટે કાર્યોત્સર્ગ મુદ્રાએ ઉભા રહે. અર્થાત્ કાઉસગ્ગ મુદ્રામાં ઉભા રહીને સૂત્રાદિનું ચિન્તન કરે. કહ્યું છે કે –
" सेसा उ जहासत्ती, आपुच्छित्ताण ठंति सट्ठाणे । सुत्तत्थसरणहेडं, आयरिऍ ठिअंमि देवसि ॥४४६॥ जो हुन्ज उ असमत्थो, बालो वुड्ढो व रोगिओ वा वि ।
સો વાવનુત્તો, છિન્ન નિઝાદી કકળા” (પત્રવતુ) ભાવાર્થ-શેષ સાધુઓ ગુરૂને પૂછીને પ્રતિક્રમણની માંડલીમાં યથાશક્ય સૂત્ર-અર્થનું સ્મરણ કરતા સ્વ–સ્વ આસને (કાઉસગ્ગ મુદ્રામાં) ઉભા રહે અને આચાર્ય (ગુરુ) આવે ત્યારે એ મુદ્રામાં ઉભા ઉભા જ દેવસિક પ્રાયશ્ચિત્તનું (અતિચારેનું) ચિન્તન કરે (૪૪૬). એમાં અપવાદ કહે છે કે-નિર્જરાને અર્થે હોય તે અશક્ત, બાળ, વૃદ્ધ, અથવા રેગી વિગેરે ઉભા રહેવામાં અસમર્થ હોય તે (રજોહરણ—મુહપત્તિ આદિ) આવશ્યક યુક્ત થઈને શક્તિને ગોપવ્યા વિના બેઠાં બેઠાં પણ કાઉસ્સગ્ન કરે.
આ વિષયમાં કેટલાક એમ કહે છે કે-તે સાધુએ “કરેમિભતે કહીને કાઉસગ્ગ મુદ્રાએ ઉભા ઉભા ગુરૂ આવે ત્યાં સુધી સૂત્ર અર્થને ચિન્તવે, તે પછી જ્યારે ગુરૂ આવીને કરેમિભંતે કહી કાઉસગ્ગ મુદ્રાએ દેવસિક અતિચારેને ચિન્તવે ત્યારે મૌનપણે કાઉસ્સગ્ગ મુદ્રામાં રહેલા સાધુઓ પણ દેવસિક અતિચારેને ચિન્તવે. બીજાઓ વળી એમ કહે છે કે–તે સાધુએ (“કરેમિ ભંતે' કહ્યા વિના જ) ગુરૂ આવે ત્યાં સુધી કાઉસ્સગ્ગ મુદ્રાએ ઉભા રહીને સૂવાર્થને ચિન્તવે, જ્યારે ગુરૂ આવીને ‘કરેમિભંતે બોલે ત્યારે તેઓ પણ કાઉસ્સગ્ગ મુદ્રામાં જ ગુરૂની સાથે મનથી “કમિભતે બોલે-ચિન્તવે, એમ “કમિભતે ચિન્તવીને દેવસિક અતિચારેને ચિત્તવે.
પ્રતિકમણની વિધિ તે પૂર્વે (પહેલા ભાગમાં ગૃહસ્થ ધર્મને અધિકારમાં) કહી તે પ્રમાણે સમજવી. જે કંઈ સાધુની પ્રતિક્રમણ વિધિમાં વિશેષતા છે તેને તે તે સ્થાને જણાવીશું. અહીં દેવસિક અતિચારના ચિન્તનમાં એટલું વિશેષ છે કે આચાર્ય તેને બે વાર ચિન્તવે, કારણ કેબીજા સાધુઓ આહાર લેવા આદિ કારણે બહાર ફરેલા હોવાથી તેઓને ચિન્તન વધારે કરવાનું હોય, તેથી આચાર્ય બે વાર ચિન્તવે તેટલા વખતમાં સાધુઓ એક વાર ચિન્તવી શકે. કહ્યું છે કે
___“जा देवसिअं दुगुणं, चिंतेइ गुरू अहिंडिओ चेहें ।
વાલાવાર રૂચ, Toi તાવ ચિતૈિત્તિ ૪૫.” (પૃચ્ચવરત) ભાવાર્થ–બહાર નહિ ફરેલા ગુરૂ દિવસના વ્યાપારને બે વાર ચિન્તવે તેટલા સમયમાં ગોચરી આદિ કારણે બહાર ફરેલા ઘણી પ્રવૃત્તિવાળા બીજા સાધુએ એકવાર ચિન્તવે.
તેમાં દેવસિક અતિચારેને ચિન્તવવા માટે આલખનભૂત ગાથા–જેના આલમ્બનથી તે તે વિષયમાં લાગેલા અતિચારે યાદ કરી શકાય તે ગાથા આ પ્રમાણે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org