________________
૧૯ી
ચર્મચક આદિનું સ્વરૂપ અને પ્રજન તથા પુસ્તકપચક] પાણીની ઉંડાઈ માપવા માટે નાલિકાને ઉપયોગ કરાય છે. ભજન કરતાં ગૃહસ્થ દેખે નહિ તે માટે તેના દાંડા સાથે પડદે બાંધવામાં લાઠીને ઉપયોગ કરાય છે, “વિલદ્ધ કે ગામમાં ઉપાશ્રય ગામના છેડે હોય તે અંદરથી બારણું ખખડાવવા માટે ઉપયોગી છે કે જેથી તેનો અવાજ સાંભળીને બહારથી ચાર-કુતરાં વિગેરે નાસી જાય, વળી–
" उउबद्धंमि उ दंडो, विदंडो धिप्पए वरिसयाले ।
- ૬ સે કુશો નિષફ, ધ્વંતરિબો કમ ફરૂા” (પ્રવચનમા ) વ્યાખ્યા-ઋતુબદ્ધ કાળમાં ભિક્ષાદિ માટે જતાં દડો લઈ જવાય છે, ગુસે (ઢષી) થયેલા બે પગવાળા (મનુષ્યાદિ), ચાર પગવાળાં (પશુએ), તથા ઘણા પગવાળા શરભાદિ એટલે અષ્ટાપદ (પશુ વિશેષ), વિગેરેના ઉપદ્રવને તેનાથી અટકાવી શકાય, અથવા કોઈ વિષમ-કઠિન માગે ચાલતાં ચેર–વાઘ વિગેરેથી રક્ષણ કરી શકાય, વૃદ્ધ સાધુને ચાલવામાં ટેકે (આધાર) લઈ શકાય. વર્ષાકાળે તે દર્ડને બદલે વિદણ્ડને લઈ જવાય છે, કારણ કે-તે ટુંકે હેવાથી કપડામાં ઢાંકીને લઈ જતાં તેને અપકાયને સંઘટ્ટ (કાવાથી હિંસા) ન થાય. લાઠી નવ પર્વ સુધીની એકી (૩-૫-૭–૯) પર્વવાળી અને દશાર્વવાળી પણ શુભ છે, સમપર્વવાળી અશુભ છે, તેમાં “એકી પર્વવાળી૧૪ પ્રશંસનીય છે વિગેરે યતિદિન ચર્યાથી તેનું સ્વરૂપ જાણવું. માત્રકaણુ એક વડીનીતિ માટે, બીજું લઘુનીતિ માટે અને ત્રીજું શ્લેષ્મ માટે, એમ કુડિઓ વિગેરે ત્રણ, પાદલેખનિકા=પગેથી કાદવ દૂર કરવાની (પહેલાં કહી તે) પીપળા–પીપળ વિગેરે વૃક્ષના કાષ્ઠની પટ્ટી, એ ઉપરાન્ત–
"चम्मति पदुगं, णायव्वा मज्झिमा उवही एसो।
अज्जाण वारओ पुण, मज्झिमओ होइ अइरित्तो ॥८३६॥" (पञ्चवस्तु) વ્યાખ્યા–ચર્મત્રિક-એક વાધરી, બીજું તળીયું, ત્રીજું કૃત્તિ, (એનું સ્વરૂપ ચાલુ અધિકારમાં જ કહેવાશે) બીજા શાસ્ત્રોમાં તે “ચપચ્ચક આ પ્રમાણે કહ્યું છે–
“વા દવિ (વ) મહિલી, મિાકિ જ પંચમ .
તાિ રવજ વઢે, વેલા જિરા ય વીય તુ સદ્દા ” (ગ્રવચનસાર) ભાવાર્થ–બકરાં-ઘેટાં-ગા-ભેંસો અને મૃગલાં, એ પાંચનું ચર્મ તે “ચર્મપચ્ચક જાણવું, અથવા બીજી રીતે તલિકા, ખલગ, વાધરી, કેષ, અને કૃત્તિ એ “ચર્મ પચ્ચક જાણવું. તેમાં ૧–તલિકા=પગે બાંધવાનું ચામડાનું માત્ર તળીયું, તે કઈ વિષમ પ્રસંગે રાત્રિના અન્ધકારમાં કે દિવસે પણ સાર્થની સાથે ચાલતાં ઉભાગે ચાલવું પડે ત્યારે પગના તળીએ બન્ધાય છે. ૨-અલગ =પગરખાં, તે ખસથી ખરજવાદિથી કે વાયુગથી જેના પગ ફાટેલા હોય તે સાધુને પહેરવા માટે હોય છે, ૩–વાધરી ચામડાની દોરી, તલ્લિકા (તૂટી ગઈ હોય તે તેને) બાં(સા)ધવામાં ઉપયોગી છે, ૪-કોષ કોથળી, તે નખરદની વિગેરે શસ્ત્રોને રાખવા માટે કે ડુંગરાઉ પત્થરના રસ્તે ચાલતાં જેના નખ ભાગે તેવા હોય તેના પગના આંગળાંમાં બાંધવા માટે ઉપગી છે.
૧૪૩-એક પર્વવાળી લાઠી પ્રશંસનીય, બે વાળી કલહકારક, ત્રણ પર્વ લાભપ્રદ, ચાર પર્વ મરણપ્રદ, પાંચ પર્વા પન્થમાં કલહનાશક, છ પર્વ આતક(પીડા)કારી, સાત પર્વ આરોગ્યપ્રદ, આઠ પર્વ સંપત્તિનાશક, નવ પર્વા ચશકારક, અને દશાર્વા સર્વ સંપત્તિકારક જાણવી, યતિદિનચર્યા ગા. ૩૧થી૩૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org