________________
૧૮૦
[ધવ સંવ ભાવ ૨ વિ. ૩-ગાહ ૯૬ સૂત્ર ત્રિકાળ વિષયક હોવાથી આ વર્ણન અપવાદપદે સમજવું, કારણ કે હંમેશાં ગાંઠ બાંધવાની હોતી નથી. અર્થાત્ ગાંઠ બાંધવાના પ્રસગે ખૂણા ચાર આંગળ વધે તેવું રાખવું.
૩-પાવસ્થાપન ૪-ગુચ્છો અને પ-પાત્રપ્રતિલેખનિકા તે ત્રણેનું પ્રમાણ એક વેંત ઉપર ચાર આંગળનું સેળ આંગળનું) કરવું. કહ્યું છે કે –
"पत्तट्ठवणं तह गुच्छओ अ पायपडिलेहणीआ य ।
तिहंपि य पमाणं, विहत्थि चउरंगुलं चेव ॥" ओघनियुक्ति-६९४।। ભાવાથ–પાત્રસ્થાપન (નીચેને ગુચ્છો), ગુચ્છો (ઉપર), તથા પાત્રપ્રતિલેખનિકા (ચરવળી), એ પ્રત્યેકનું પ્રમાણ એક વેંત ઉપર ચાર (સેલ) અગુલનું જાણવું.
તેમાં નીચે-ઉપરના ગુચ્છાઓ ઉનના અને પાત્રનીમુખવસ્ત્રિકા (પૂર્વે જેનાથી પાત્ર પડિલેહણ કરાતું હતું તે) ક્ષૌમિક (સૂત્રાઉ) કરવી.
" रयमादिरक्वणट्ठा, पत्तट्ठवणं जिणेहिं पन्नत्तं । होइ पमजणहेउं, तु गोच्छओ भाणवत्थाणं ॥६९५।। पायपमज्जणहेडं, केसरिआ पाए पाए एकेक्का ।
गोच्छगपत्तट्ठवणं, एक्केक्कं गणणमाणेणं ॥" ओघनियुक्ति-६९६ ભાવાર્થ–પાત્રની રજઆદિથી રક્ષા કરવા માટે નીચે પાત્રસ્થાપન રાખવાનું શ્રીજિનેશ્વરેએ જણાવેલું છે, ઉપરનો ગુચ્છ પાત્રનાં વસ્ત્રોનું (પડલા) પ્રમાર્જન કરવા માટે અને પાત્રકેસરિકા ૧૩૭(સૂત્રાઉ વસ્ત્ર) પાત્રના પ્રમાર્જન માટે પાત્રે પાત્ર એકેક રાખવાનું છે, છતાં સંખ્યાથી તેને એક ગણેલું છે, ગુચ્છ તથા પાત્રત્રસ્થાપન પણ સંખ્યાથી એક એક રાખવાનું કહ્યું છે. ૬-૫ડલા-એટલે પાત્ર ઢાંકવા માટે કપડાના કકડા. તેના માટે કહ્યું છે કે
"जेहिं सविआ न दीसइ, अंतरिओ तारिसा भवे पडला । तिन्नि व पंच व सत्त व, कयलीगब्भावमा मसिणा ॥६९७॥ गिम्हासु तिन्नि पडला, चउरो हेमंत पंच वासासु । उक्कोसगा उ एए, एत्तो पुण मज्झिमे वोच्छे (वुच्छं) ॥६९८॥ गिम्हासु हुंति चउरो, पंच य हेमंति छच्च वासासु । एए खलु मज्झिमया, एत्तो उ जहन्नओ वाच्छ ॥६९९।। गिम्हासु पंच पडला, छप्पुण हेमंति सत्त वासासु ।
तिविहंमि कालछेए, पायावरणा भवे पडला ॥७००॥" (ओपनियुक्ति) ભાવાર્થ–પડયા ભેગા કર્યા પછી તેના અન્તરે રહેલો સૂર્ય દેખાય નહિ તેવા જાડા અને કેળના ગર્ભ જેવા કે મળ (સુંવાળા) ત્રણ, પાંચ અથવા સાત રાખવા. ગ્રીષ્મઋતુને કાળ અતિ રૂક્ષ હેવાથી થોડા જ કાળમાં સચિત્ત રજ-પાણી વિગેરે અચિત્ત (નિર્જીવ) થઈ જવાનો
૧૩૭–વર્તમાનમાં પાત્ર કેસરિકાને સ્થાને એક ચરવળી રાખવામાં આવે છે, પૂર્વકાળે પાત્રમાં વસ્ત્રને એક એક કકડો રાખવામાં આવતો અને તેનાથી પાત્ર પ્રમાર્જન થતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org