________________
જ્યાં સુધી આત્મા સરાગી અને ભાવુક છે ત્યાં સુધી તેના ઉપર ચક્કસ અસર ઉપજાવે છે. શુભ નિમિત્તો શુભભાવના અને અશુભ અશુભભાવના જનક છે, એ હકીકત આબાલ-ગોપાલ એટલી અનુભવસિદ્ધ છે કે ઘણી બાબતમાં નિમિત્તાની સામે મનુષ્ય પોતાની જાતને પણ સાવ ભૂલી જાય છે. “અમુક ખાવાથી માંદો પડી ગયે, અમુક દવાના પ્રભાવે જ બચે, આ ઉપકારી હાથ પકડનારા ન હોત તો હું દરિદ્ર ક્યાંય ભીખ માગતો હોત, આ અમુક કારણથી જ બરબાદી થઈ, આ અમુક ધંધાથી જ હું સુખી થયો, મેં જ તને આ કેસમાં બચાવ્યા, આ અમુકના પુણ્યથી જ અમે આજે સુખનાં સ્વપ્ન સિદ્ધ કરી શક્યા, આ નિભંગીના પગલે ચાલ્યા ત્યારથી અમારે દી' પલટાયો, વગેરે વગેરે પ્રત્યેક વાતમાં પ્રાયઃ મનુષ્ય એ રીતે બોલતે હેય છે કે જાણે તેનાં કર્મો, પુરૂષાર્થ, કાળ કે આત્મા જેવું કંઈ છે જ નહિ. એક માત્ર તે તે નિમિત્તે જ તેના સુખ-દુઃખનાં સર્જક હેય એમ તેનો અનુભવ તેને બોલાવતે હોય છે. કોઈ એકાન્ત નિશ્ચયવાદી તેને મિથ્યાજ્ઞાની કહીને ઉડાડે છે, છતાં ઉડાડનારો પોતે પણ જીવનમાં એ નિમિત્તેને મહત્ત્વ આપતા હોય છે. ગમે તેવી એકાન્ત આત્માની વાત કરનારે પણ પ્રસંગે આત્માને ભૂલી નિમિત્તોની પ્રબળતાને સ્વીકારે એવી નિમિત્તોની સચોટ અસર અનુભવાય છે.
આ હેતુથી જ શુભાશુભ દ્રવ્યના વિવેક માટે પદાર્થોનું વિજ્ઞાન જણાવનારાં વિવિધ શાસ્ત્ર, ક્ષેત્રના શુભાશુભપણાને જણાવનારાં શિલ્પાદિનાં શાસ્ત્રો, કાળની શુભાશુભતાને જણાવનારા જયોતિષાદિના ગ્રન્થ અને ભાવની શુદ્ધિ-અશુદ્ધિને વિવેક જણાવનારાં માનસવિજ્ઞાન આદિના વિવિધ શાસ્ત્રો સદાને માટે જીવનમાં ઉપયોગી નીવડ્યાં છે. એની ઉપેક્ષા જેટલા અંશે થાય તેટલા અંશે તે ચોકકસ હાનિ કરે છે. આ હકિકત સ્પષ્ટ સમજાય એ રીતે તે તે સ્થળે ટીપ્પણ લખીને પણ તેને અધિક સ્પષ્ટ કરી છે. આ ઉદ્દેશથી જ દીક્ષા જેવી પવિત્ર વસ્તુને આત્મોપકારક બનાવવા માટે શુભ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવાદિ નિમિત્તે યોગ મેળવવાના વિષયમાં ગ્રન્થકારે ભાર મૂક્યો છે. શક્ય હોય ત્યાં સુધી સૌ અનુમોદના કરે અને પ્રસન્નતા અનુભવે એ રીતે દીક્ષા કરવી જોઈએ. ત્યાં સુધી કે અમારી પળાવીને કે આરંભ-સમારંભ અટકાવીને એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય પશુ-પક્ષી સુધીનું પણ રક્ષણ કરવું જોઈએ. લૌકિક-લોકેત્તર સર્વ શુભપ્રસંગોમાં ઉત્તમ અલંકાર–આભૂષણદિ પહેરવાં, મંગળ વાર્જિ વગડાવવાં, શ્રેષ્ટ ભજન જમવાં–જમાડવાં, બીજાઓનાં સત્કાર-સન્માન કરવાં. ઈત્યાદિ જે જે વ્યવહારે આર્યદેશમાં પ્રસિદ્ધ છે, તે સર્વ અન્ય જીવોની પ્રસન્નતા પ્રગટાવવા માટે છે. એ પ્રસન્નતાથી શુભ કાર્યોમાં આવતાં વિના ટળે છે અને કરનારને આત્મિક પ્રેરણા મળે છે. ઈત્યાદિ નિમિત્તોનું બળ ઘણું જ છે. અહીં તે એટલું જ કહેવું પર્યાપ્ત થશે કે નિષ્કારણુબધુ જગતવત્સલ શ્રી વીતરાગદેવે જે જે વિધિનિષેધ ઉપદેશ્યા છે, તે ખૂબ રહસ્યપૂર્ણ છે. એને સમજવા માટે સૂક્ષ્મ અને શોધક દષ્ટિ જરૂરી છે. ભલે એ સત્ય સૌને ન સમજાય, પણ તેનું પાલન કરવામાં જ સ્વ–પર સર્વનું કલ્યાણ છે..
એની પછી “સાપેક્ષ એટલે ગુર્વાદિ વગેરેની સહાયતાની અપેક્ષાવાળો અને “નિરપેક્ષ એટલે સંપૂર્ણ સ્વાશ્રયી–સહાયતાની અપેક્ષા વિનાને, એમ યતિધર્મના બે પ્રકારે બતાવ્યા છે. માતા-પિતાદિ ગૃહસ્થ ગુરૂવર્ગના વિનયાદિ કરવાથી ધર્મગુરૂની આજ્ઞાને આધીન રહી જિનાજ્ઞા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org