________________
૧૯૬
[૧૦ સં૦ ભાd ૨ વિ૦ ૩-ગા૦ ૯૬ હોવાથી સમાનતાના કારણે તે વિકાર કરી શકતું નથી. કહ્યું છે કે–
__“अह उग्गहणंतगं, णावसंठियं गुज्झदेसरक्वट्ठा ।
तं तु पमाणेणिक्कं, घणमसिणं देहमासज्ज ॥५३२॥-प्रवचनसारोद्धार० ભાવાર્થ-અવગ્રહાનન્તક નાવાના આકારનું ગુહ્યપ્રદેશ (બ્રહ્મચર્યના રક્ષણ માટે જાણવું. તે ગણનાથી એક અને પ્રમાણથી ઋતુધર્મ વખતે રૂધિરપાતના રક્ષણ માટે કટિભાગ સુધી બે છેડા પહોંચે તેવું સ્વ શરીર પ્રમાણે લાંબુ, પહોળું, જાડા અને સુંવાળા વસ્ત્રનું કરવું.
૨-પટ્ટો-કટિપ્રદેશે બાંધવાને પાટે, તેનાથી અવગ્રહાનન્તકના બે છેડા દબાવીને તે કટિએ બાંધો. સંખ્યાથી તે એક અને પ્રમાણથી ચાર અગુલ કે તેથી પણ વધારે પહોળો લખાઈમાં કટિએ બન્ધાય તેટલો લાંબે કરે. કહ્યું છે કે –
"पट्टो वि हाइ एगो, देहपमाणेण सो य भइयव्यो ।
छायंताग्गहणंतं, कडिबद्धो मल्लकच्छो व्व ॥५३३॥" (प्रव० सारोद्धार०) ભાવાર્થ–પાટે પણ સંખ્યાથી એક અને પ્રમાણથી શરીર પ્રમાણે લાંબે જાણ, તે અવગ્રહાનન્તકના બે છેડાને દાબીને બાંધી શકાય તે મલ્લની કટિએ બાંધવાના કચ્છ જે કરે.
૩-અરૂક-ઉરૂ (સાથળ)ને અડધો ભાગ ઢાંકે તે “અદ્ધારૂક” કહેવાય. તે આકારમાં મલના ચળણું જેવો અવગ્રહાનન્તકને અને પટ્ટાને ઢાંકીને સઘળા કટિપ્રદેશને ઢાંકવા માટે હોય છે અને બને સાથળની અન્દરના પ્રદેશમાં તે કસોથી બંધાય છે.
૪-ચલનિકા-તે પણ અરૂક જેવી હોય છે, પણ તે નીચે ઢીંચણ સુધી લાંબી, સીત્યા વિનાની અને વાંસપર નાચતી નટડીના ચલણા જેવી કાંસેથી બન્ધાય છે, એ ભેદ છે. કહ્યું છે કે
"अद्धोरुओवि ते दोवि, गिहिउ छायए कडीभागं ।
जाणुपमाणा चलणी, असीविआ लंखिआइ व ॥५३४॥" (प्रवचनसारो०) ભાવાર્થ-અદ્ધરૂક પણ ઉપર કહ્યાં તે અવગ્રહાનન્તક અને પટ્ટાને ઢાંકીને કટિભાગને ઢાંકે તેવા પ્રમાણવાળ હોય છે, અને “ચલનિકા” તેના જેવી પણ ઢીંચણ પ્રમાણ લાંબી સીવ્યા વિનાની અને નટડીના ચાળણાની જેમ કસોથી બાંધવાની હોય છે.
પ-અન્તર્નિવસની–ઉપર કટિભાગથી માંડીને નીચે અડધી જઘા (સાથળ) સુધી અને તે ખેંચીને (કઠિન) પહેરવાની હોય છે. કારણ કે કોઈ પ્રસગે આકુળતાથી ચાલતાં ઉપરનાં વએ પવનાદિથી ખસી જાય તે પણ લેકહાંસી ન થાય.
- -બહિર્નિવસની-કટિભાગથી ઉપર, નીચે ઘુંટી સુધી લાંબી, અને કટિભાગમાં કોરાથી બાંધવાની હોય છે. કહ્યું છે કે –
“સંતનિવ(ચં)yT, હાયરી વાવ નાગો ..
बाहिरगा जा खलुगा, कडीइ दोरेण पडिबद्धा ॥५३५॥" (प्रव० सारो०) ભાવાર્થ-અન્તર્નિવસની ઉપર કટિથી નીચે અદ્ધ સાથળ સુધી લાંબી, ખેંચીને પહેરાય અને બહિર્નિવસની કટિભાગથી નીચે પગની ઘુંટી સુધી કન્દોરાથી બન્યાય, એમ સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org