SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથા પ્રહરનું કર્તવ્ય અને સાંજના પડિલેહણનો વિધિ]. ૧૬૯ બે છેડેથી નખ જેવી પાતળી કરવી, તેના એક છેડાથી સચિત્ત પૃથ્વીકાયને અને બીજા છેડાથી અચિત્ત પૃથ્વીકાયને ઉખેડવી, (અર્થાત્ અચિત્ત ભૂમિમાંથી સચિત્તમાં જતાં અચિત્ત અને સચિત્તમાંથી અચિત્તમાં આવતાં સચિત્ત માટી વિગેરેથી લેપાએલા પગને તેનાથી સાફ કરવા કે જેથી સચિત્ત અચિત્ત પૃથ્વીકાયનું મિશ્રણ થવાથી પરસ્પર શસ્ત્રરૂપે તેને ઉપઘાત ન થાય.) તે પણ સુંવાળી રાખવી, અતિ તીણ નહિ રાખવી, કારણ કે પગને નુકસાન ન થાય.” એ પ્રમાણે જયણાથી વસતિના બારણા પાસે આવીને મેટા શબ્દથી “નિસીહિ' ત્રણવાર કહીને પાદપ્રમાર્જન વિગેરે વિધિ કરવા પૂર્વક મકાનમાં પ્રવેશ કરે, એ ત્રીજી પરિસીનું કર્તવ્ય જણાવ્યું. હવે મકાનમાં આવીને શું કરવું તે કહે છે – मूलम् "आगत्य वसतो गत्या-गत्योरालोचनं स्फुटम् । शेषेऽथ पश्चिमे याम, उपधिप्रतिलेखना ॥९६॥" મૂળને અથ–“ઉપાશ્રયે આવીને પ્રગટ રીતે ગમનાગમનની આલોચના કરવી, અને પછી છેલો પ્રહર બાકી રહે (શરૂ થાય) ત્યારે ઉપધિનું પડિલેહણ કરવું.” ટીકાને ભાવાર્થ-ઉપાશ્રયે આવીને ઉપર જણાવેલા વિધિ પૂર્વક પ્રવેશ કરીને ગુરૂની સમક્ષ ગમનાગમન આલેચ, જવા-આવવામાં જે કંઈ અનુચિત વર્તન થયું હોય કે થયાનું અનુમાન હોય તે કહી સંભળાવે,) તે પણ જેમ તેમ નહિ, ગુરૂ સમજે તેમ સ્પષ્ટ–જે જેવી રીતે બન્યું હોય તે તે રીતે જણાવે. અર્થાત્ ઉપાશ્રયમાં ઈરિયાવહિ પ્રતિક્રમણ કરીને જવાઆવવામાં થએલી (કે સંભવિત) વિરાધનાની આલોચના કરે. કહ્યું છે કે "गंतूण वसहिदारे, उदारसद्दे निसीहि का। इरियापडिकमणेणं, गमणागमणाइ विअडंति ॥२७७॥" (यतिदिनचर्या) ભાવાર્થ-ઉપાશ્રયના દ્વાર પાસે જઈને મોટા શબ્દથી ‘નિસાહિ’ કહી પ્રવેશ કરીને ઈરિયાવહિ૦ પ્રતિક્રમણ પૂર્વક ગમનાગમનાદિની વિરાધના આલેચે, તે પછી જે ત્રીજી પિરિસી પૂર્ણ ન થઈ હોય તે પૂર્ણ થતાં સુધી સ્વાધ્યાય કરે. કહ્યું છે કે__सन्नातो आगओ चरम-पोरिसिं जाणिऊण ओगाढं । पडिलेहणम(हेइ अ) पत्तं, नाऊण करेइ सज्झायं ।।" ओघनि० ६२६॥ ભાવાર્થ-સ્થહિડલ ભૂમિથી આવેલ સાધુ “થા પ્રહરની શરૂઆત થઈ છે એમ જાણીને પડિલેહણ કરે, અને “શરૂ થવાને વાર છે એમ જાણે તે ત્યાં સુધી સ્વાધ્યાય કરે. સાધુને તે તે સમયે કરવાનાં કાર્યો કરતાં વચ્ચે સમય બચે ત્યારે ત્યારે સ્વાધ્યાય કરે તે જ ઉચિત છે. કહ્યું છે કે— “कजस्स य कन्जस्स य, समए समएअ कज्जमाणस्स । जइ हुज्ज समयसेसं, तत्थ करिज्जा य सज्झायं ॥" यतिदिनचर्या-२७९॥ ભાવાર્થ–તે તે સમયે કરવાનાં કાર્યો કરનારે વચ્ચે સમય વધે તેમાં સ્વાધ્યાય કર. હવે ચરમ પિરિસી શરૂ થાય ત્યારે શું કરવું તે કહે છે-“ગથ' એટલે ત્રીજી પિરિસી પૂર્ણ ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy