SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ २१ ધ સાધના જીવને તે તે ધર્મની (ગુણની) સિદ્ધિ કરીને તેની ચાગ્યતામાં વધારો કરે છે, અને તેથી વિશેષ ધર્મ માટે તે ચૈાગ્ય બને છે, એથી વિપરીત ધર્મ સાધના કરવા છતાં અયેાગ્યતાને વધારે (દોષ કરે) છે. આ કક્ષાઓને જૈનદર્શનમાં ગુણસ્થાનકા કહેવાય છે. તેની સંખ્યા ચૌદની છે. તે પ્રત્યેકમાં પણ ચઢતી-ઉતરતી કક્ષાઓના પ્રકારે અસંખ્ય કે અનંત પણ છે. ઉપર ઉપરના ગુણસ્થાનકની સાધના ક્લિષ્ટ હાય છે માટે તેના સાધકની પણ તે માટે વિશિષ્ટ ચેાગ્યતા અપેક્ષિત છે. ગૃહસ્થધર્મની છેલ્લી ભૂમિકા પાંચમું ગુણસ્થાનક છે અને સાધુતાના પ્રારંભ છઠ્ઠા ગુણુસ્થાનકથી થાય છે, માટે સાધુધર્મ ના આરાધક ગૃહસ્થધર્મની અપેક્ષાએ વિશિષ્ટ ગુણવાળા જોઇએ જ. બીજી રીતે જગતનાં સર્વોત્કૃષ્ટ પાંચ પૂજ્ય પદો અરિહંતાદિ પંચપરમે ષ્ઠિઓ છે. તેમાં ત્રીજા-ચેાથા-પાંચમા પદે રહેલા આચાર્ય-ઉપાધ્યાય અને સર્વ સાધુએ સ્વય સાધક છે, તેથી તે અરિહંત અને સિદ્ધપદના પૂજક છે અને ચતુર્વિધ શ્રીસંઘના પૂજ્યપદે બિરાજમાન હેાવાથી પૂજ્ય પણ છે. આ પૂજ્યપદે રહીને જગતનું કલ્યાણ કરવાની તેઓની ભીષ્મ પ્રતિજ્ઞા હાય છે. તેથી પ્રાણાન્તે પણ કાઈનું અહિત ચિતવવાના તેમના આચાર નથી. શત્રુનું પણ હિત કરવાનું તેમનું કવ્ય હોય છે. તેથી હિંસા--અસત્ય-ચૌકમ-અબ્રહ્મ-પરિગ્રહ અને રાત્રિભાજનના તેએ જીવનભર ત્યાગ કરે છે, ઉપરાંત બીજી પણ ઘણી ઘણી આકરી કસેાટીએમાંથી પસાર થવાના તેમના ધર્મ છે. આવા કઠીન અને સ્વાશ્રયી જીવનને જીવવા માટે પણ આત્મામાં સત્ત્વ, દૃઢ વૈરાગ્ય, વિશિષ્ટ પુણ્યખળ, કર્મોની મન્ત્રતા, શરીરબળ તથા સ્વાસ્થ્ય, વિશુદ્ધ જ્ઞાન, નિર્મળ બુદ્ધિ, વગેરે અનેક ગુણ્ણાની જરૂર રહે છે. ગૃહસ્થધમ માં પણ ચેાગ્યતા અપેક્ષિત છે, તથાપિ તે સામાન્ય છે, કારણ ત્યાં શ્રી જિનાજ્ઞાને સમ્પૂર્ણતયા પાળવાની પ્રતિજ્ઞા હૈાતી નથી, અહિંસાદિ વ્રતા કે બીજા પણ નિયમાનુ પાલન શક્તિ-સામગ્રી અનુસારે ન્યૂનાધિક કરવાનું હાય છે, એ કારણે શ્રીસંઘનાં ચાર પૈકી એ અંગેા હોવા છતાં શ્રાવક-શ્રાવિકાને પૂજ્યપદમાં સ્થાન નથી. શ્રીજિનાજ્ઞાની સપૂર્ણ વફાદારી તે સ્વીકારી શકતાં નથી, તેથી ધર્માંમાં નેતૃત્વ પણ તેઓનું હોતું નથી. સાધુ તેા ધર્મના નેતા ગણાય છે, જિનાજ્ઞાને વફાદાર રહેવાની પ્રતિજ્ઞાવાળા હાય છે, એ કારણે તેનું પરમેષ્ટિએમાં પૂજ્યપદે સ્થાન છે. વળી સાધુધર્મના નિર્મળ આરાધનથી વિશેષ યાગ્ય અનેલા આત્માઓ ઉપાધ્યાય અને આચાર્ય પદ વગેરે પદના પણ અધિકારી અને છે, ઇત્યાદિ અનેક કારણેાથી સાધુની યેાગ્યતા વિશિષ્ટ જોઈએ તે સમજાય તેવું છે. આ વિશિષ્ટ ચેાગ્યતાના મળે જ શ્રમણુસંઘ આજ સુધી જગતમાં મેાખરે હતા. રાજા– મહારાજા અને એક કાળે દેવ-દાનવા પણ તેનું દાસત્વ કરતા હતા. કાળની પરિહાણિથી જેમ જેમ સ ંઘયણુ ખળ અને જ્ઞાનખળની સાથે એ ચેાગ્યતામાં મદતા આવતી ગઈ તેમ તેમ તેના મહત્ત્વમાં પણ એટ આવતી ગઈ. તે પણ જેટલા પ્રમાણમાં એ યેાગ્યતા-મર્યાદા સચવાઈ રહી છે તેટલા પ્રમાણમાં આજે પણ જૈનશ્રમણાનુ મહત્ત્વ સુરક્ષિત છે. ભલે સૌ કાઇ અને સમજી ન શકે, પણ જગત ઉપર જૈનશ્રમણ્ણાના ઉપકાર અદ્યાપિ પર્યન્ત સર્વોપરિ છે. એનું જીવન કાઇને ભાર રૂપ નથી. અનેક કષ્ટો વેઠીને સ્વાશ્રયી જીવન જીવીને પણ અન્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy