SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ २० ચેાગ્યતા પ્રગટાવવી તે છે. સાધુધર્મ પામવાના ધ્યેયથી કરાતા જ ગૃહસ્થધમ વસ્તુતઃ ધમ છે. જેનુ એ ધ્યેય નથી તે ગૃહસ્થધર્મનુ પાલન ગમે તેવુ' શ્રેષ્ઠ કરે તે પણ મેાહને મંદ કરી શકતે નથી, રાગને ધમ રાગરૂપે બદલીને કામરાગ–સ્નેહરાગ–ષ્ટિરાગનાં દુષ્ટ અધનાથી છૂટી શકતા નથી. આ ધર્મરાગ સાધુધર્મના પ્રત્યેક વ્યવહારાના પ્રાણ છે, તે જેટલેા વિશિષ્ટ હાય, દૃઢ હાય, તેટલા પ્રમાણમાં સાધના આચારા નિર્મળ અને નિરતિચાર પળાય છે. ધર્મ રાગથી આત્મા કામ ક્રોધાદિના પરાભવ કરી સમતાને સાધી શકે છે. સાધુજીવનમાં કોઇપણ અનિષ્ટ તત્ત્વ ત્યારે જ પ્રવેશી શકે કે રાગ ધમ રાગરૂપે બદલાયા ન હોય ! ફ્લેશ-કંકાસ, માન-અપમાન, કે અનુકૂળતા-પ્રતિકૂળતામાં રિત-અતિ વગેરે સર્વ સાધુધર્મના–આત્માના રાગેા છે અને ધર્મ રાગ તેનું પરમ ઔષધ છે. તે ગુણ્ણાના પક્ષ કરાવીને સર્વ દુર્ગુણાને (પાપવ્યાપારાને) રોકી દે છે. અને અહિંસાદિતાના નિરતિચાર પાલન દ્વારા જ્ઞાનાદિ ગુણેા પ્રગટાવીને આત્માની મેાક્ષસાધનાને નિષ્કંટક અને નિર્મળ બનાવી દે છે. આ ધર્મરાગને પામેલા આત્માને સાધુ ધર્મનાં અનુષ્ઠાના દ્વારા વિકાસની પરમભૂમિકાએ પહોંચવાના ઉપાયા આ બીજા ભાગમાં બતાવ્યા છે. સાધુ જીવનમાં તેની ઉપચાગિતા કેવી છે, તે હવે વિચારીયે. ગ્રન્થ પરિચય યાને સાધુધની વિશેષતાઓ-આ ખીજા ભાગમાં સાધુધર્મના આચારાનું સાદ્યન્ત ક્રમિક વર્ણન છે. તેના નિરતિચાર અખંડ પાલનથી ક્રમશઃ આત્મવિકાસની છેલ્લી ભૂમિકા પ્રાપ્ત થતાં જીવના કમબંધનમાંથી સદાને માટે છૂટકારા (મેાક્ષ) થાય છે. મેાક્ષનું અનન્તર કારણ હોવાથી સાધુધર્મનું મહત્ત્વ ગૃહસ્થધર્મની અપેક્ષાએ ઘણું છે, તેથી તેના સાધકની પણ વિશિષ્ટ યેાગ્યતા અપેક્ષિત છે. જગતના પ્રત્યેક વ્યવહારામાં યાગ્યતાઅયેાગ્યતાના વિચાર રહેલેા છે. ન્હાનું-મેટુ કાઇપણ કાર્ય કરવાની ચેાગ્યતા પામ્યા હાય તેને જ તે કરણીય હાય છે. ચાગ્યતા વિના તે તે કાર્ય કરવાથી અનધિકાર ચેષ્ટા ’મનાય છે અને તે જગતમાં આદર પામતી નથી. ચેાગ્યતાની મર્યાદા પણ તે તે કાર્યના મહત્ત્વની અપેક્ષાએ નક્કી થએલી હાય છે. એક જ પેઢીના પ્રત્યેક માણસેાને પેઢીનાં, ઘરના દરેક માણસાને ઘરનાં કે રાજ્યના સર્વ અધિકારીઓને રાજ્યનાં, સર્વાં કાર્યો સાંપી શકાતાં નથી, સૌને સરખા અધિકાર હતેા નથી. સ કાર્યાંમાં ચૈાગ્યતાને અનુસરીને વ્યવહારા થાય છે. એ જ ન્યાય ધર્મને અ ંગે પણ કહેલા છે. દરેકને સાધ્યધમ તરીકે એક જ કાગને નાશ કરવાના હોવા છતાં ઔષધતુલ્ય વ્યવહાર (સાધન) ધર્મ દરેકને સ્વસ્વ ચેાગ્યતાને અનુસારે કરવાના હોય છે અને તા જ તે હિત કરે છે. કહ્યું છે કે 66 'अधिकारिवशाच्छास्त्रे, धर्मसाधनसंस्थितिः । व्याधिप्रतिक्रियातुल्या, विज्ञेया गुणदोषयोः ॥" [ हारि० अष्टक प्रकरणम् ] અર્થાત્ અધિકારીને વ્યાધિના પ્રતિકાર (યાગ્ય ઔષધ) ગુણ કરે છે અને અધિકારીને દોષ કરે છે, તેમ શાસ્ત્રમાં ધર્મસાધનાની પણ વ્યવસ્થા અધિકારી પરત્વે બતાવેલી છે. તે તે ધર્મ સાધનાના અધિકારીને તે તે સાધના ગુણ કરે છે અને અધિકારીને દોષ કરે છે. સાધના અને સિદ્ધિને અનુસારે ધર્મની પણ ચઢતી-ઉતરતી કક્ષાએ છે. સ્વ-સ્વ ચેાગ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy