________________
આહુતિ અપાવનાર કેઈ હોય તે તે ધર્મરાગ છે. એના વિના સાધુ જીવનનું એક પણ અનુષ્ઠાન રૂચિકર થતું નથી અને તેથી તે નિર્જરા પણ કરાવી શકતું નથી. જગતના છ સાથે મિત્રી, પ્રમદ, કરુણા કે ઉપેક્ષા જેવા જીવન વિકાસના પ્રાથમિક ભાવેને પણ પ્રગટ કરી શકાતા નથી, કેવળ કાયકષ્ટરૂપે સાધુજીવન આ-રૌદ્ર ધ્યાનનું ઘર બની જાય છે. એ કારણે ગૃહસ્થ ધર્મનાં અનુષ્ઠાનેરૂ૫ દાનાદિધર્મો, યથાશકય પાપ કાર્યોની વિરતિ અને દેવ-ગુરુ–સંઘ-સાધમીઆદિની દ્રવ્ય-ભાવ ભક્તિ, વગેરેના અભ્યાસથી ધર્મરાગ પ્રગટ કરવો જરૂરી છે.
એમ સાધુ જીવનમાં ભૂમિકારૂપે જે જે ગુણોની જરૂર છે, તે પ્રત્યેકને પ્રગટ કરવામાં ગૃહસ્થ ધર્મ કેટલો ઉપકારક છે? એનું વિસ્તૃત વિવેચન કરીએ તે એક મેટ ગ્રન્થ બની જાય, માટે અહીં ટુંકમાં એટલું જ કહેવું બસ છે કે ગૃહસ્થ ધર્મ એક હજ કે નાના સરોવરમાં તરવાનું શીખવા જેવો છે અને સાધુધર્મ સમુદ્ર તરવા જે છે. ગૃહસ્થ ધર્મ પ્રવાહના બળે તરવા જેવું છે, સાધુધર્મ સામા પૂરે તરવા જેવું છે. એમ સર્વ રીતે ગૃહસ્થ ધર્મ સહેલો અને સરળ છે, સાધુધર્મ આકરો અને વિષમ છે. અલબત્ત, સાધુધર્મ વિના વીતરાગભાવ કે મુક્તિ થતી નથી. પણ એથી કંઈ સર્વ કેઈ તેને પાળી શકે તે તે સહેલો નથી. તેને માટે જન્મ જન્મ સુધી ગૃહસ્થ ધર્મનું આરાધન કરવા દ્વારા સર્વથા રાગનો નાશ કરવાનું અને તે માટે ગુર્નાદિને સમર્પિત થવાનું-ધર્મરાગનું સામર્થ્ય પ્રગટાવવું પડે છે. માતા-પિતાદિ ગૃહસ્થ ગુરૂવર્ગને વિનય કરતાં કરતાં ગુર્નાદિને વિનય શીખવાનું છે. પિતાના આશ્રિતોનું-કુટુંબનું રક્ષણ-પાલન કરીને ગુર્વાદિ સાધવર્ગ અને ચતુર્વિધ સંઘનું રક્ષણ પાલન કરવાનું શીખવાનું છે. પિતાના પુણ્ય પૂરતી મળેલી સામગ્રી પ્રત્યે વૈરાગ્ય કેળવીને ધર્મના પ્રભાવે મળતી શ્રેષ્ઠ પણ જીવનસામગ્રી વિરાગભાવે ભેગવવાની છે. ગૃહસ્થજીવનના વ્યવહારોના શુદ્ધ અખંડ પાલન દ્વારા સાધુજીવનના આકરા વ્યવહારની કોટીમાંથી પાર ઉતરવાનું છે, દેવ-ગુર્નાદિની બાહ્ય ભક્તિ દ્વારા તેઓની આજ્ઞાને આદર અને પાલન કરવા માટે સર્વ જડ ઈચ્છાઓને તજવાની છે. એમ સર્વ લૌકિક વ્યવહાર દ્વારા લોકોત્તર વ્યવહારમાં પસાર થવાનું સામર્થ્ય કેળવવું આવશ્યક છે, તરવાની કળા શીખવા માટે છીછરા અને સ્થિર પાણીવાળાં જળાશય ઉપયોગી છે, તેમ સમુદ્રને કે મોટી નદીને સામા પૂરે તરવા જેવા સાધુધર્મમાંથી પાર ઉતરવાની કળા શીખવા માટે સામાન્ય સરેવરાત્રિની ઉપમાવાળે ગૃહસ્થ ધર્મ ઉપગી છે.
એ રીતે દીક્ષા માટેની યોગ્યતા–સામગ્રી ન પામ્યું હોય તે પણ ગૃહસ્થ ધર્મનું પાલન કરતે સાધુતાની યોગ્યતા પ્રગટાવવાના ધ્યેયથી સાધુધર્મને આરાધક બનીને ગૃહસથધર્મથી પણ પરંપરાએ મુક્તિ સાધી શકે છે અને એગ્ય સામગ્રીને પામેલો દીક્ષાને સ્વીકાર કરીને મુક્તિ સાધી શકે છે. સિદ્ધોના પંદર પ્રકારમાં હિલિગે સિદ્ધ’ પણ એક પ્રકાર છે જ. એ કારણે જ ગ્રન્થકારે દીક્ષા ન લઈ શકાય ત્યાં સુધી ગૃહસ્થ ધર્મ દ્વારા પણ માનવ જીવનને સફળ કરવાનું જણાવ્યું છે. હા, ગૃહસ્થ ધર્મમાં જ ઇતિકર્તવ્યતા માની લેનાર અજ્ઞ છે, સાધુધર્મને પ્રાપ્ત કરવાની ભાવના વિના ગૃહસ્થ ધર્મની વાસ્તવતા જ નથી. અર્થાત્ સાધુંધર્મની ગ્યતા પ્રગટાવવા માટે કરેલી ગૃહસ્થધર્મની આરાધના એ સાધનારૂપ છે અને તેનું સાધ્ય સાધુધર્મની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org