SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ બહુધા આ ત્રિવિધ રાગથી જીવ રીબાય છે. એ રાગનાં બીજ સંસારી જીવ માત્રમાં રહેલાં હોય છે અને તેના સાધનને તથા તે તે વિષયોને વેગ થતાં તે ચેષ્ટારૂપે પ્રગટ થાય છે. મનના અભાવે પણ વિવિધ સંજ્ઞાઓ રૂપે કામ રાગનું ચેષ્ટિત અસંજ્ઞી જીવોમાં પણ દેખાય છે. સંજ્ઞી જીવોને મનની પ્રાપ્તિ થતાં સ્વજનાદિની પ્રીતિ રૂપે નેહરાગ પ્રગટ થાય છે અને મિથ્યાજ્ઞાન સાથે મેહનું જોર વધતાં અસત્યને પક્ષ કરવારૂપ દૃષ્ટિરાગ પણ પ્રગટ થાય છે. આ ત્રણે રાગ વિવિધ કોનું કારણ છે, કારણ કે ત્રણેના વિષયે આત્માને જડની પરાધીનતા દ્વારા દુઃખ આપનાર છે. આ રાગોને ધર્મરાગમાં બદલવાથી દુઃખને બદલે તે સુખનું કારણ બની જાય છે. કારણ કે તેના વિષયે ધર્મનાં સાધનરૂપ બની જાય છે. આથી જીવનું કર્તવ્ય છે કે તેણે રાગનો નાશ ન થાય-રાગ વિના જીવી ન શકાય, ત્યાં સુધી પોતાના રાગને ધર્મરાગ તરીકે બદલ જોઈએ. આ રાગને બદલે પ્રાયઃ માનવ જીવનમાં થઈ શકે છે. ધર્મરાગ એક એવો વિશિષ્ટ રાગ છે કે સંસારી સમગ્ર જીવો પ્રત્યે મિત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષાદિ ભાવ સાથે આત્મામાં ક્ષમાદિ અનેક આત્મગુણેને પ્રગટ કરે છે. સાપેક્ષ યતિધર્મ એટલે ન્હાના કુટુંબમાંથી આગળ વધીને સમસ્ત જીવોની સાથે કૌટુમ્બિક ભાવનું જીવન. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના કોઈ પણ જીવને મન-વચનકાયાથી કરણ–કરાવણ અને અનમેદનરૂપે પણ દુઃખ ન થાય તેમ જીવવું તે સાધુધર્મ છે. તે ત્યારે બને કે અહિંસા પ્રત્યેને રાગ (ધર્મરાગ) પ્રગટ્યો હોય! એ સિવાય સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ કે બીજા કેઈ પણ સાધન ધર્મો સિદ્ધ થઈ શકતા નથી. જેમ સત્ય વગેરે ભાવે અહિંસાની રક્ષા અને પુષ્ટિ આદિ કરનાર છે, તેમ અહિંસકભાવ સત્ય વિગેરેનો જનક છે. વાડ ભલે ખેતરનું રક્ષણ કરે પણ વાડને જન્મ ખેતરને આભારી છે, ખેતર ન હોય તે વાડ હોય જ નહિ. તેમ અહિંસા સર્વ ગુણેની માતા છે, તેના ધ્યેય વિના કોઈ ગુણ સાચહિતકર બની શકતું નથી. એ રીતે અહિંસાને અને શેષ ગુણેને પારસ્પરિક સંબંધ છે. ગૃહસ્થ ધર્મમાં બતાવેલાં માર્ગોનુસારિતાથી યાવત્ પ્રતિમવહન સુધીનાં સર્વ અનુષ્ઠાનેપ્રત્યેક વ્યવહારો ધર્મરાગને પ્રગટ કરનારા (ત્રિવિધ રાગને ધર્મરાગરૂપે બદલી નાખનારા) છે. એ કારણે તેના પાલનથી જીવને કામરાગ વિગેરેને નાશ થઈને ધર્મરાગ પ્રગટે છે. (સર્વ રોગો ધર્મરાગરૂપે બદલાઈ જાય છે.) એને જ જૈન પરિભાષામાં વૈરાગ્ય કહેવાય છે. આ વૈરાગ્યના બળે વીતરાગભાવની સિદ્ધિ કરી શકાય છે. જે આ વૈરાગ્ય-ધર્મરાગ પ્રગટ્યા વિના દીક્ષાને સ્વીકારી કોઈ યતિધર્મ પાળવા તૈયાર થાય છે તો ત્રિશંકુની જેમ તે ઉભય ભ્રષ્ટ થાય છે. કારણ કે સાધુ જીવનમાં અન્ય રાગની સામગ્રી નથી, તેથી ઉલટું સાધુ જીવન તેને માટે કામરાગ વિગેરેનું પિષક બની જાય છે. ધર્મરાગ પ્રગટ્યો ન હોય તે સાધુ ધર્મના વ્યવહારમાં મમત્વ થઈ શકતું નથી અને મમત્વ વિના કેઈ કાર્યમાં સરાગીની પ્રગતિ થઈ શકતી નથી. એ કારણે ટુંકમાં એમ કહી શકાય કે સાધુ જીવનમાં આનંદ અનુભવ કરાવનાર–ભૂખ તરસનાં કષ્ટોમાં પણ પ્રસન્નતા પ્રગટાવનાર ત્યાગ તપમાં પણ ઉત્તરોત્તર રૂચિ વધારનાર–ગુર્વાદિ પ્રત્યે સમર્પિતભાવ કે તેઓનાં વિનયાદિ કરાવનાર–શાઍ પ્રત્યે પણ વફાદારી પ્રગટાવનાર અને યાવત ધર્મની ખાતર પ્રાણની પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy