________________
१७
ગૃહસ્થધમ અને સાધુધના સંબંધ-સાધુધની અપેક્ષાએ ગૃહસ્થની મહત્તા ઘણી ઓછી છે. સાધના પ્રગટીકરણ વિના પૂર્વે કહી તેવી વિશુદ્ધ-પરિપૂર્ણ જીવન કળા પ્રાપ્ત થતી નથી અને જન્મ મરણના અંત આવતા નથી, તા પણ એ ધર્મના પ્રગટીકરણમાં ઉપાયભૂત ગૃહસ્થધની આવશ્યકતા લેશ પણ ઓછી નથી. જૈન દનમાં ગૃહસ્થાશ્રમનું મહત્ત્વ નથી, પણ ગૃહસ્થધમનું મહત્ત્વ ઘણું છે. માટે જ પૂર્વાષિએ શાઓમાં ગૃહસ્થધર્મનું વિસ્તૃત વર્ણન કર્યું છે. ખૂદ તીર્થંકરદેવાએ પણ એ ધર્મને પામેલા શ્રાવક અને શ્રાવિકા વર્ગને ચતુર્વિધ શ્રીસ ંધનાં એ અંગેા તરીકે સ્વીકાર્યાં છે.
સાકર ભલે મેાંઘી અને સ્વાદિષ્ટ હોય પણ ભ્રૂણનુ કામ કરી શકે નહિ, દૂધ, દહી, ઘી વગેરે ગમે તેટલાં શ્રેષ્ઠ કે પૌષ્ટિક હાય પણ તે પાણીનુ કામ કરી શકે નહિ અને પાઘડી ગમે તેટલી કિંમતિ હેાય પણ તે લજ્જા ઢાંકવાનું કામ કરી શકે નહિ. એમ લૂણ, પાણી કે અધાવસ્ત્રાદિનું મૂલ્ય ઓછુ છતાં આવશ્યકતાની અપેક્ષાએ તેનું મહત્ત્વ જરા પણ ઓછુ નથી. ઉલટુ ઘણાઓના જીવનના સાધનભૂત હાવાની અપેક્ષાએ તે દરેકની મહત્તા અધિક છે. તેમ ગૃહસ્થધર્મ હલકા-સરળ છતાં તેની ઉપાદેયતા જરા પણ ઓછી નથી. ઉલ્ટું તેના આરાધકની સંખ્યાની અપેક્ષાએ તેનું મહત્ત્વ વધી જાય છે. સાધુ જીવનની ચાગ્યતા પ્રગટા વવા માટે આવશ્યક હાવાથી ગ્રન્થકારે પ્રથમ તેનું વર્ણન કર્યું છે અને તે ગૃહસ્થધર્મનુ આરાધન કરીને ચેાગ્ય અનેલા આત્માને સાધુધમ માટે યાગ્ય જણાવ્યેા છે. ઉપરાંત કાઈ આત્મા પૂર્વજન્મમાં કરેલી . આરાધનાદિના યેાગે તથાવિધ કર્મની લઘુતા થવાથી આ જન્મમાં સરળ પરિણામી અને ધર્મના રાગવાળેા હોય તે તેને ગૃહસ્થધર્મની આરાધના વિના પણ સાધુધમ સ્વીકારવા માટે ચાગ્ય માન્યા છે. એમ સાધુધની ચાગ્યતા પ્રગટ કરવામાં મુખ્યતયા ગૃહસ્થધ કારણભૂત હોવાથી તે બન્નેનેા કારણ--કાર્યરૂપ પારસ્પરિક સંબંધ છે. સાધુધમ માટેની ચેાગ્યતા—અયેાગ્યતાનુ વિસ્તૃત વર્ણન મધ્યસ્થ અને સ્યાદ્વાદ દૃષ્ટિથી સ્વ-પર કલ્યાણકર થઈ શકે તેવું ગ્રન્થકારે આ ગ્રન્થની આદિમાં જ કરેલુ' છે. અહી તે ગૃહસ્થધર્મમાં એવી શું કળા છે કે જે સાધુતાની યેાગ્યતા પ્રાપ્ત કરાવે ? એ જ માત્ર વિચારવું અપેક્ષિત છે. ગૃહસ્થયમની વિશેષતા-જીવને કોઇપણ પ્રવૃત્તિના મૂળમાં રાગ કારણભૂત હોય છે. રાગ વિના કોઇ પ્રવૃત્તિ થઈ શકતી નથી. જીવ દ્વેષ કરે છે, કે ક્રોધાદિ કષાયાને વશ થાય છે, તે પ્રત્યેકમાં પણ કાઇને કોઈ પ્રકારના રાગ નડતા હૈાય છે. આ રાગના વિવિધ પ્રકારે છે. વિષય ભેદે તે કામરાગ, સ્નેહરાગ, દૃષ્ટિરાગ, ધ`રાગ, વિગેરે ભિન્ન ભિન્ન નામેવાળા છે. વિષયાના કે વિષયાનાં સાધનેાભૂત સ્ત્રી આદિના રાગ તે કામરાગ; માતા, પિતા, પુત્ર, ભાઇ, મ્હેન, આદિ સ્વજનાદિના રાગ તે સ્નેહરાગ અને મિથ્યાભાવેા, શરીર કે કામક્રોધાદિ આંતરશત્રુઓ વગેરે અતિકર છે, એમ જાણવા છતાં તેના પ્રત્યેના તીવ્ર રાગ તે દૃષ્ટિરાગ કહેવાય છે. દૃષ્ટિરાગનું સામાન્ય લક્ષણુ અસત્ય સમજવા છતાં તે તે ભાવેાને પક્ષ કરવા તે છે. જીવ અનાદિ કાળથી આ ત્રિવિધ રાગને ચેાગે જડ ભાવાના પક્ષ કરે છે અને વિવિધ દુઃખા વેઠે છે. અનેક કષ્ટોથી ભરેલા પશુ વિવિધ સંબધા જીવાને સધાય છે અને તૂટે છે તે આ રાગનુ' જ નાટક છે. ચારે ગતિમાં
૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org