________________
१६
પણ હિંસા કહી છે, તેમાં પણ પ્રાણુ વિયેાગરૂપ હિંસા એક જ ભવ પૂરતી થાય છે અને કર્મબન્ધરૂપી હિંસા તે અનેકાનેક ભવા સુધી કડવા વિપાકા (દુઃખા) ભેાગવાવે છે. પરિણામે જન્મ-મરણાદિરૂપ વિપત્તિઓની પરંપરા ભાગવવી પડે છે. આ કારણે વિરતિનું મુખ્ય સાધ્ય અહિંસા છે. આ અહિંસાની સિદ્ધિ માટે જે જે તજવાની, આચરવાની કે સ્વીકારવાની જરૂર પડે તેના ત્યાગ, સ્વીકાર કે આદર વગેરે કરવુ તે બધાને અંતર્ભાવ વિરતિધમાં થાય છે, અર્થાત્ તે દરેકને વિરતિ કહેવાય છે. માટે હિ ંસાના મુખ્ય કારણભૂત અસત્ય, ચૌર્ય કર્મ, અબ્રહ્મ અને પરિગ્રહને પણ ત્યાગ કરવા તેને વિરતિ કહી છે. જૈન દશનમાં ક્રમશઃ એને અહિંસાવ્રત, સત્યવ્રત અચૌ વ્રત, બ્રહ્મચર્ય વ્રત અને પરિગ્રહવ્રત કહેવાય છે. અન્ય દશનામાં એ પાંચને યમે કહેવાય છે, એ પાંચે ત્રતાને અનુકૂળ-સહાયક અને તેના તેના ત્યાગ કે સ્વીકાર કરવા રૂપ બીજા પણ વિવિધ નિયમે કરવામાં આવે છે, એથી તેાની સંખ્યા ગૃહસ્થધમમાં વધીને સામાન્યતયા આરની અને સાધુજીવનમાં સર્વથા રાત્રિભાજનના ત્યાગની સાથે છની કહેલી છે. ગૃહસ્થજી વનમાં એ તેાનું પાલન પૂર્ણતયા થઈ શકતું નથી, અમુક અંશમાં જ થાય છે, તેથી તેને દેશિવરિત અને સાધુજીવનમાં તે પૂર્ણતયા પાળી શકાય છે માટે તેને સર્વવિરતિ ધમ કહેવાય છે.
આ ગ્રન્થના પહેલા ભાગમાં ગૃહસ્થ જીવનમાં પાળી શકાય તેવા ગૃહસ્થધર્મનું અને ખીજા ભાગમાં સાધુજીવન સ્વીકારીને પાળવા યોગ્ય યતિધર્મનું આદિથી અંત સુધીનું વર્ણન કરેલું છે. પહેલા અને બીજા ભાગમાં અનુક્રમે બન્નેના સાધન ધર્મનું વર્ણન કરીને એના દ્વારા સાધ્યધર્મ રૂપ આત્મશુદ્ધિ કેવી રીતે કરી શકાય ? તે સમજાવવામાં આવ્યું છે. પૂર્વે જણાવ્યા પ્રમાણે વ્યવહાર ધર્મની શરૂઆત અપુનમન્ધક ભાવથી થાય છે; માટે ગૃહસ્થજીવનમાં અપુન– અન્યક ભાવથી માંડીને દેશિવરત પર્યંતને ધમ કેણ-કેટલેા-કેવી રીતે કરી શકે ? તેનુ વર્ણન પહેલા ભાગમાં કર્યું' છે અને છઠ્ઠા ગુણસ્થાનકથી આગળ તેને સમ્પૂર્ણ કેવી રીતે-કેણુ કરી શકે ? તે યતિધર્મ તરીકે ખીજા ભાગમાં જણાવ્યું છે. આ યતિધર્મને ચેાગ્ય આત્માની ભૂમિકા તૈયાર કરવા માટેના કાળ ગૃહસ્થજીવન અને ઉપાય ગૃહસ્થધર્મ છે. તેને યતિધર્મ સાથે કેવા સંબંધ છે, તે હવે જોઇએ.
એક જ જીંદગીની બાલ્યકાળ, યુવાવસ્થા, પૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા, વિગેરે ઉત્તરાત્તર ચઢત્તી અવસ્થા હોય છે, તેમ અહી ગૃહસ્થધમ, યતિધર્મ, તેમાં પણ ગણીપદ આદિ વિશિષ્ટધર્મ અને નિરપેક્ષ યતિધર્મ, વગેરે આત્માની ઉત્તરાત્તર ચઢતી અવસ્થાએ છે. અપેક્ષાએ ગૃહસ્થત્રને આત્માના બાલ્યકાળ, સાપેક્ષ યતિધર્મને યુવાવસ્થા, ગણીપદ આદિને પ્રૌઢાવસ્થા અને નિરપેક્ષ યતિધર્મને વૃદ્ધાવસ્થા કહી શકાય, એક જીવનમાં શરીર અને આત્મા એ જ હેવા છતાં તેની ભિન્ન ભિન્ન અવસ્થામાં જીવન વ્યવહાર અને કબ્યા બદલાય છે, તેમ અહીં પણ એક જ સાધકની અવસ્થાને અનુરૂપ તે તે ધર્મના પાલન રૂપે જીવન વ્યવહાર અને કબ્યા બદલાય છે. તે સર્વ કર્ત્તબ્યાનું ધ્યેય આત્મશુદ્ધિ છે. આ ભિન્ન ભિન્ન અવસ્થાના જીવનવ્યવહાર અને કબ્યા ઉત્તર ઉત્તર ધર્મની સાધના માટેની ચૈાન્યતા પ્રગટ કરે છે અને એ વિશિષ્ટ ચેાગ્યતા ઉત્તર કર્તવ્યોનું કારણ અને છે. એમ પરસ્પર ધર્મના પ્રકારાનો કાર્ય-કારણ રૂપે સંબંધ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org