SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ १५ છેડવી પડે છે. તેમ આત્મધર્મની સિદ્ધિ માટે અનેક પ્રવૃત્તિઓ કરવી પડે છે અને અનેકના ત્યાગ પણ કરવા પડે છે. આ પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ વ્યવહારને સાધનધર્મ કહેવાય છે. એમ ધર્માંના સાધ્યધર્મ અને સાધનધર્મ એવા એ પ્રકાશ પડે છે. એને ભાવધ અને દ્રવ્યધર્મ, નિશ્ચયધમ અને વ્યવહાર ધમ, એવાં પણ વિવિધ નામે શાસ્ત્રોમાં આપેલાં છે. આરાગ્યનુ લક્ષ્ય અને તેના ઉપાયે। અને સાથે મળવાથી આરોગ્ય સંભવિત છે, તેમ સાધ્ધધર્મના લક્ષ્ય પૂર્વકના સાધનધર્મ આત્માને જડના અનાદિ આક્રમણથી (કમરાગથી) બચાવી શકે છે. માટે જ સાધ્ય ધર્મનું જ્ઞાન અને સાધન ધર્મરૂપે ક્રિયા, બન્નેને મેક્ષનાં સમાન અંગે માન્યાં છે. કહ્યું પણ છે . કે જ્ઞાનનિયામ્યાં મોક્ષઃ” અર્થાત્ જ્ઞાન અને ક્રિયા બન્નેના સહયાગથી મેાક્ષ થઈ શકે છે, આ સાધ્યધર્મ આત્મસ્વભાવ તરીકે એક જ હોવા છતાં આત્માના ભિન્ન ભિન્ન ગુણારૂપે તેના જ્ઞાન--દર્શનચારિત્ર એ ત્રણ, અથવા ક્ષમા-માવ-આવ વગેરે દશ, એમ વિવિધ પ્રકાશ પણ કહ્યા છે. તે પ્રકાશ પરસ્પર એટલા સાપેક્ષ છે કે એમાનાં એકના પણ અભાવે આત્માને મેાક્ષ થતા નથી. સાધનધમ પણ પ્રવૃત્તિ અને નિવૃત્તિરૂપ ક્રિયા તરીકે એક જ પ્રકારના હોવા છતાં પ્રવૃત્તિના અને નિવૃત્તિના ભિન્ન ભિન્ન વિષયૈાની અપેક્ષાએ તેના પણ વિવિધ પ્રકાર કહેલા છે, એ બધા પ્રકારેાના સરવાળાને વિરતિ ધર્મ કહેવાય છે. અર્થાત્ પાપવ્યાપારાથી વિરામ કરવા અને ઉપલક્ષણથી શુભવ્યાપારામાં પ્રવૃત્તિ કરવી તેને વિરતિ ધર્મ કહેવાય છે. આ વિરતિધર્મના અર્થ સામાન્યતા ‘આત્માને થતા કર્મ બંધને રાકવા’ અવા કરીએ તે તેના પ્રારંભ સાધનધર્મની અપેક્ષાએ જીવને ચરમાવત કાળમાં અપુનમ ધકભાવ પ્રગટ્યા પછી માર્ગાનુસારિતાના વ્યવહારથી થાય છે અને એની અંતિમ સમાપ્તિ સાતમા ગુણસ્થાનકે અપ્રમતભાવમાં થાય છે. સાધ્યધર્મની અપેક્ષાએ વિરતિની ભૂમિકા ચેાથા ગુણસ્થાનકે, પ્રારંભ પાંચમા દેશવિરતિ ગુસ્થાનકે અને સમર્પત ચૌદમા ગુણસ્થાનકે શલેશી અવસ્થામાં થાય છે, તે પછી જીવના તુ મેાક્ષ થાય છે. આ ગ્રન્થમાં વિરતિધર્મના આદિ કાળથી માંડીને સમાપ્તિકાળ સુધીનાં કબ્યાનું ક્રમશ: વર્ણન કર્યું છે, સામાન્યતયા આ ગ્રન્થના બે ભાગેામાં પણ વેલા ધમ કોઇ એક જ ભવમાં પૂર્ણ થાય તેવા નથી. ધર્મના અર્શીએ ગ્રન્થના અભ્યાસ દ્વારા સ્વસ્વ આત્માની ગુણભૂમિકા નક્કી કરીને ત્યાંથી આગળ વધવાના આ ગ્રન્થમાં કહેલા કમિક ઉપાયે। આદરવાના છે. સંસારનું મુખ્ય કારણ હિંસા છે. કાઈ પણ જીવને (દુઃખ) અહિત થાય તેવું મન, વચન, કે કાયાથી વર્તન કરવું, તેને અનુક્રમે માનસિકી, વાચિકી અને કાયિકી હિંસા કહેલી છે. ઈચ્છવા છતાં બીજાનું અહિત કરવું નિશ્ચિત નથી, પણ તેવી ઇચ્છા કરનારનું તે અહિત અવશ્ય થાય છે જ. આવું અહિત કરવાની ઇચ્છામાં મેહ, અજ્ઞાન, કામ–કેાધાદિની પરિણતિ, તેના પરિણામે કપેલી જીવનની વિવિધ જરૂરીઆતા, હિત કરવાની અનાવડત, વિગેરે કારણેા રહેલાં છે. તેનાથી અન્ય જીવાની વિવિધ પ્રકારની હિંસા સંભવિત છે અને હિંસકને પણ કર્મબન્ધ થવા રૂપ પેાતાની (આત્મ) હિંસા થાય છે. જૈન દર્શનમાં હિંસાની કોઈના પણ ‘પ્રાણાના વિયેાગ ફરવા' એટલી ટૂંકી વ્યાખ્યા નથી, કિન્તુ કાઇને પણ કર્મબન્ધ થાય તેવું વર્તન કરવું, તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy