________________
તે આત્માનું સ્વરૂપ હોવાથી ધર્મ છે. પણ જીવ તેટલેથી અટકતું નથી, જાણ્યા પછી સ્વકલ્પનાનુસાર મનથી શુભ-અશુભ શબ્દાદિ પ્રત્યે રાગ-દ્વેષાદિ કરીને કામ-ક્રોધાદિ પિતાના જ અંતરંગ શત્રુઓને પષે છે અને નવ કર્મ બંધ કરે છે. એ કારણે એવી રાગ-દ્વેષાદિપરિણતિને અધર્મ કહ્યો છે અને પદાર્થનું સત્યરાન કરીને રાગ-દ્વેષના અભાવ રૂ૫ સમભાવમાં સ્થિર થવું તેને ધર્મ કહ્યો છે. - જ્ઞાની તેને કહેવાય કે જે પોતાના જ્ઞાનથી રાગ-દ્વેષાદિ કરી કરીને કામ-ક્રોધાદિનું પિષણ ન કરે. જ્ઞાનીની દષ્ટિ વિશુદ્ધ હોય છે, અજ્ઞાનીની વિપરીત હોય છે. માટે શુદ્ધ દષ્ટિવાળાને જ્ઞાની અને વિપરિત દષ્ટિને અજ્ઞાની કહ્યો છે. સમ્યષ્ટિ જીવ ઈન્દ્રિઓ દ્વારા જે જે વસ્તુનું જ્ઞાન મેળવે છે તે તે દ્વારા સમતાને સાધે છે અને મિથ્યાદષ્ટિ ઈન્દ્રિયો દ્વારા થતા જ્ઞાનથી રાગ-દ્વેષાદિને પોષે છે. જેમ કે સમ્યગદષ્ટિ અને મિથ્યાદષ્ટિ બે મનુષ્યો કઈ પશુઓની પાશવતા જુએ, તે જોઈને સમ્યગુષ્ટિ એમ વિચારશે કે મારે જીવ ચારે ગતિમાં ભમતાં આવા પણ જન્મ અને કશઃ કરી ચૂક્યો છે, તે વખતે મેં પોતે પણ આવું જ જીવન અનુભવ્યું છે. અહહ ! આ જીવન કેવું અજ્ઞાન ભરેલું હાસ્યાસ્પદ અને દુઃખદાયી છે ? આવાં દુઃખો મારા જીવે કેટલી વાર ભગવ્યાં હશે? હવે તે એવું જીવન જીવું કે પુનઃ આ જન્મ ન લેવો પડે. જીવને કર્મોની પરાધીનતા કેવું પાગલ જીવન જીવાડે છે? વગેરે વગેરે સ્વ આમદશાને વિચારીને તે પશુઓ ઉપર પણ કરૂણાભાવ પ્રગટાવશે. એ જ દશ્ય જોઈને મિથ્યાષ્ટિ તેના ઉપર તિરસ્કાર વગેરે અયોગ્ય પ્રવૃત્તિ કરશે, અર્થાત્ જે દશ્યને જોઈને જ્ઞાની કર્મોની નિર્જરા કરશે, સંસાર પ્રત્યે વિરાગી બનશે, તે જ દશ્ય અજ્ઞાનીને કમબન્ધનું કારણ અને રાગ-દ્વેષાદિ શત્રુઓનું પિષક બનશે, એમ સર્વત્ર દષ્ટિભેદે પરિણતિ ભેદ સંભવિત છે. આ કારણે જ જ્ઞાનીઓએ કહ્યું છે કે “જે માવા તે સિવા, વરસવા તે બાવા' અર્થાત્ અજ્ઞાનીનાં આવનાં નિમિત્તો જ્ઞાનીને નિર્જરાનાં નિમિત્ત બને છે અને જ્ઞાનીનાં નિર્જરાનાં નિમિત્તે અજ્ઞાનીને આશ્રવનાં કારણે બને છે. વસ્તુતઃ વિચારીએ તે આ જગતમાં રાગ-દ્વેષ કરવા લાયક કંઈ જ નથી. જે જે દૃશ્યમાન ભાવે છે, તે સઘળાય અપેક્ષાએ પ્રત્યેક આત્માના ભૂતભાવિ જન્મ જન્મના જીવનને ઈતિહાસ છે, એનાં સાક્ષાત્ ચિત્ર છે. અનંત કાળથી ચારે ગતિમાં પરિભ્રમણ કરતાં જીવે સંસાર નાટકમાં કયો વેશ નથી ભજવે ? અને મોક્ષ નહિ થાય ત્યાં સુધી કયો વેશ નહિ ભજવે ? સમ્યગઢષ્ટિ જ્યાં જ્યાં જે જે જુએ છે, તેને તે પિતાના જીવનના ઈતિહાસરૂપ સમજીને સમગ્ર ભૂતકાળને સાક્ષાત્કાર કરે છે અને એ રીતે સંસારના સ્વરૂપનું જ્ઞાન મેળવીને સમતાની સાધના કરે છે. એમ કરવું એ જ ઈન્દ્રિયોને અને મનનો સદુપયોગ છે, તે આત્માના મૂળ સ્વભાવ હોવાથી ધર્મ છે અને અજ્ઞાન તથા મૂઢતાથી તેમ ન કરી શકાય તે અધમ છે. . ધર્મના પ્રકાર–ઉપર જણાવ્યું તે આત્મસ્વભાવરૂપ શુદ્ધ ધર્મ સાધ્ય છે. પણ ઈચ્છા કે જ્ઞાન માત્રથી તે સિદ્ધ કરી શકાય તેમ નથી. તે માટે જન્મ જન્મના પ્રયત્ન પણ ઓછા પડે છે. જેમાં આરોગ્યને સમજવા કે ઈરછવા માત્રથી તે મળતું નથી, તેને માટે કરવા યોગ્ય સઘળું કરવું પડે છે અને છોડવા એગ્ય પ્રવૃત્તિઓને, કુપચ્ચ વિગેરેને, કે તેવી ઇચ્છાઓને પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org