SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શન માન્ય મૂળ આગ, પંચાંગી, પૂર્વધરોએ રચેલાં વિવિધ શાસ્ત્રો અને પ્રભુ મહાવીરના નિર્વાણ પછી ૨૨૦૦ વર્ષ પર્યન્ત થએલા અનેકાનેક સમર્થ વિદ્વાન મહર્ષિએ રચિત શાસ્ત્રોનું એમાં દહન છે. ગ્રન્થકાર મહોપાધ્યાય શ્રી માનવિજયજી ગણિવર એવા સમર્થ વિદ્વાનું છે કે છૂટાં મોતીની માળા ગુંથવાની જેમ તેઓએ અન્ય અન્ય શાસ્ત્રોની રહસ્યભૂત સર્વ વાતોને વીણી વીણીને આ ગ્રંથમાં સંકલનાબદ્ધ ગુંથી છે. ઉપરાંત પ્રખર તિર્ધર, સર્વવિદમાન્ય ન્યાય વિશારદ, ન્યાયાચાર્ય, મહેપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી વાચકે એને શોધીને વચ્ચે વચ્ચે વિશિષ્ટ ટીપ્પણોથી અલંકૃત કરીને મહેર છાપ આપી છે. એ કારણે આ ગ્રંથની એક એક હકીકત નિર્વિકલ્પ પ્રમાણભૂત મનાએલી છે. અનેક બાબતોના પ્રશ્નો અને સમાધાન કરીને તેની સિદ્ધિ-શુદ્ધિ કરી છે, ભિન્ન ભિન્ન વિચારધારાને પણ સમન્વય કરીને તેને અંતિમ નિષ્કર્ષ આપે છે, અ૫મતિ પણ સમજી શકે તે રીતે ગહન વિષયને પણ સરળ અને વિશદ બનાવ્યા છે. એમાં બહુધા પ્રાચીન ધર્મશાસ્ત્રોના પાઠેને સંગ્રહ કરેલો હેવાથી એનું ધર્મસંગ્રહ નામ સાન્વર્થ છે. ઉપરાંત સમર્થ છતાં ગ્રન્થકારે પૂર્વ પુરૂષોના પાઠનો સંગ્રહ કરવારૂપે આ ગ્રન્થની રચના કરી છે, તેથી તેઓશ્રીના “પૂર્વષિઓ પ્રત્યે પૂજ્યભાવ, ગુણાનુરાગ, લઘુતા, અને વિનય–બહુમાન વગેરે ગુણનું એક જાણે આ ગ્રંથ પ્રતિક હોય તેમ તેનું અધ્યયન કરતાં જ સમજાય છે. પ્રાયઃ એક એવી હકીકત આ ગ્રન્થમાં શોધી નહિ જડે કે જેને અંગે ગ્રન્થકારે પૂર્વાચાર્યોના પાઠેની સાક્ષી–આધાર ન આપ્યો હોય. એ કારણે આ ગ્રન્થ પ્રાયઃ બસો ઉપરાન્ત ગ્રન્થોના આધારે રચાએલો માની શકાય, તેમાં દેઢ સે જેટલાં નામોની યાદિ તે અમે અહીં આપી છે. એ યાદિને તથા વિષયાનુક્રમને જોવા માત્રથી પણ ગ્રન્થની મહત્તા સમજાય તેમ છે. ધર્મનું સ્વરૂપ-ગ્રન્થના મહત્ત્વ વિષે આટલું વિચાર્યા પછી જેને તેમાં સંગ્રહ કરેલો છે, તે ધર્મને પણ સમજવો જોઈએ. કહ્યું છે કે-“વધુ સાવો ધમો ” અર્થાત્ વસ્તુ માત્રને મૂળ સ્વભાવ તે તેને ધર્મ છે. જે સુખ માટે ધર્મ જરૂરી છે અને સુખ એ આત્માનું ઈષ્ટ છે, તે આત્મારૂપી વસ્તુના સ્વભાવરૂપ આત્મધર્મ જ અહીં પ્રસ્તુત છે. આત્મા સ્વરૂપે જ્ઞાનદર્શન ચારિત્રમય છે, તેને કેટલાક સત્-ચિ–આનંદને સમૂહ “સચ્ચિદાનંદ' પણ કહે છે. અર્થાત્ સત્યનું જ્ઞાન કરવા પૂર્વક રાગ-દ્વેષાદિ આંતર શત્રુઓથી પર રહીને સમભાવને આનંદ અનુભવ તે આત્માને ધર્મ છે. અનાદિ જડ વાસનાઓને જેરે સંસારી જીવ તે ધર્મને અનુભવ કરી શકતું નથી, કારણ કે જડનું આક્રમણ તેને રાગ-દ્વેષાદિની પરિણતિ કરાવે છે. એ જ એનાં સર્વ દુઃખોનું, જન્મોજન્મનું અને ભવભ્રમણનું મૂળ છે. જીવ અજ્ઞાન અને મૂઢતાને કારણે તેને સમજી શકતું નથી. અનંત અનંત કાળ તે એને આ રીતે પસાર થઈ જાય છે, પછી જ્યારે “કાળને પરિપાક વગેરે નિમિત્તા પ્રાપ્ત થાય છે, ત્યારે અશુભ કર્મોની મંદતારૂપ પુણ્યના પ્રકર્ષથી તે અજ્ઞાન ટાળવા માટે અને જે જડના આક્રમણથી તે દુઃખી છે તે જડને તેના શબ્દરૂપ-રસ-ગંધ-સ્પર્શાદિ ધર્મોદ્વારા ઓળખવા માટે તેને જીલ્ડા વગેરે તે તે ઈન્દ્રિય અને મન પ્રાપ્ત થાય છે. આ ઈન્દ્રિયોને જ્ઞાનેન્દ્રિય કહેવાય છે, કારણ કે એના દ્વારા માત્ર તે તે પદાર્થોનું અને તેના ધર્મોનું આત્માએ જ્ઞાન કરવું તે જ તેને સદુપયેાગ છે. આવું જ્ઞાન કરવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy