________________
કે આસ્વાદન કરી શકતો નથી. ઉલટું કોઈવાર વધારે દુઃખનું કારણ બનાવે છે. આ અંધાપામાંથી ઉગારનાર જ્ઞાનીઓને ઉપકાર અમાપ છે, અનંત છે, કદાપિ બદલો ન વળી શકે તે છે. જગતમાં પણ ઔષધ કરતાં રોગ નિદાનનું મહત્ત્વ છે. વર્તમાનમાં તે મોટા ડોકટર તરીકે ગણાતા કેટલાકે માત્ર રેગનિદાન જ કરે છે. ઔષધ તો બીજા જ આપે છે. છતાં નિદાન કરનારા મોટા ગણાય છે. તેમ સુખ સામગ્રી આપનારા માતા-પિતા, સ્વજનાદિ, વિદ્યાગુરૂ ધર્મગુરૂઓ, એ સર્વથી અધિક ઉપકાર દુઃખને તથા તેને ઔષધરૂપ ધર્મને ઓળખાવનારા શ્રી અરિહંત દેવને છે. ભલે આજે તે આપણી સામે ન હોય, પણ તેઓને ઉપકાર અસીમ છે, પ્રત્યક્ષ છે. એમના વિના બીજે કઈ આ ઉપકાર કરવાને સમર્થ નથી. કોડે વન્દન હે એ પરમતારક શ્રી અરિહંત દેવોને ! કે જેઓએ જગતને અનાદિ અજ્ઞાનરૂપી અંધકૃપમાંથી બહાર કાઢ્યું છે.
શાસ્ત્રોને પરમ ઉપકાર–ઉપર જોયું કે સુખને અને તેને પાપ્ત કરવાના ઉપાયોને બતાવનારા શ્રી અરિહંત દેવે મહા ઉપકારી છે, તેમ એ ઉપદેશને સંગ્રહ કરનારા પૂર્વષિઓને અને તે સંગ્રહ જેમાં કર્યો છે તે શાસ્ત્રોને પણ પરમ ઉપકાર છે. કારણ કે એક બાજુ જીવને ધર્મને પક્ષ છે, અને ઉદ્યમ કરવા છતાંય તેને આજ સુધી સાચું સુખ મલ્યું નથી. બીજી બાજુ તેના ઉપાયરૂપ ધમને ઓળખાવનારા અરિહંતે આજે વિદ્યમાન નથી. આ પરિસ્થિતિમાં પણ અરિહંતના ઉપદેશને જણાવનારાં શાસ્ત્રો જીવને અરિહંત તુલ્ય ઉપકાર કરી શકે છે. આ કારણે જ અતુલ ઉપકારી એવાં તે શાને અખંડ અને અબાધિત રાખવા માટે પૂર્વર્ષિઓએ પિતાનાં જીવને ખર્ચી નાખ્યાં છે. આજે આપણી સામે જે ધર્મશાસ્ત્રો છે, તે એ પૂર્વ મહાપુરૂષોના ઉપકારના ફળરૂપ છે. એના આધારે જ આપણે ઈષ્ટ સુખને અને તેના ઉપાયને ઓળખી શકીએ તથા તે ઉપાયરૂપ ધર્મની સેવા કરીને સુખ મેળવી શકીએ.
ગ્રન્થનું મહત્વ-પ્રસ્તુત ધર્મસંગ્રહ નામક ગ્રન્થ એ ઉપકારી શાસ્ત્રો પૈકીનું એક શાસ્ત્ર છે. તેમાં સુખ અને તેના ઉપારૂપ ધર્મની સાચી ઓળખ કરાવી છે અને પ્રત્યેક જીવ સ્વયોગ્યતા અને શક્તિ અનુસાર તે ઉપાય કરી શકે તેવી વ્યવસ્થા સમજાવી છે. ગ્રન્થનું યથાર્થ મહત્ત્વ છે કે તે વિશિષ્ટ જ્ઞાની જ સમજી શકશે, બીજાઓ તે સ્વ-સ્વબુદ્ધિ અને રૂચિને અનુસરીને તેનું મહત્ત્વ ઓછું વધતું આંકશે. કારણ કે–વસ્તુ ગમે તેટલી શ્રેષ્ઠ હેય પણ તેને સમજવાની જેટલી શક્તિ આત્મામાં હોય તેટલી જ તે તેને શ્રેષ્ઠ માની શકે છે. આ એક સામાન્ય નિયમ છે અને એ જ કારણે જગતમાં “હીરાની કિંમત ઝવેરી જ સમજી શકે ” એમ મનાય છે. આ અનુભવ સર્વત્ર વર્તે છે, એક જ વસ્તુ એકને અતિ મહત્વની સમજાય છે ત્યારે બીજાને તે સામાન્ય જેવી લાગે છે. એ કારણે આ ગ્રન્થનું મહત્ત્વ અને તેને ઉપકાર વાચક સ્વયં એને અભ્યાસ કરીને જ સ્વ-સ્વ શક્તિ પ્રમાણે સમજી લેશે. તે પણ ટુંકમાં “આ ગ્રન્થ એક સંપૂર્ણ ધર્મશાસ્ત્ર છે એમ કહેવું જરા પણ ખોટું નથી. ગૃહસ્થને અને સાધુને જીવનમાં ઉપકારક ન્હાની મોટી સર્વ વાતને તેમાં ઉકેલ છે. તેનું એ કારણ છે કે ગ્રંથ અતિપ્રાચીન ન હોવા છતાં પ્રાચીનતમ વિવિધ શાસ્ત્રોના રહસ્યને એક ભંડાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org