SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ [ધ સં૦ ભા૨ વિ. ૩-ગા૦ ૯૪ વહેંચવા માટે પહેલાં (યથા જાત) પરિકર્મ વિનાનાં પાત્ર ફેરવવાં, તે પૂર્ણ થયા પછી અલ્પપરિકર્મવાળાં અને તે પછી બહુપરિકર્મવાળાં પાત્ર ફેરવવાં જોઈએ. ૩–જન પણ પિત્ત વિગેરે વિકારની શાતિ માટે અને બળ બુદ્ધિ વિગેરેની વૃદ્ધિ માટે સ્નિગ્ધ તથા મધુર આહાર પહેલાં વાપર, એવાં દ્રવ્ય પાછળ વાપરવાનું રાખવાથી વધી પડે તે ઘી વિગેરેને પાઠવવામાં પણ અસંયમ થાય. જે તેવાં દ્રવ્ય અલ્પ કે બહુ પરિકર્મવાળાં પાત્રોમાં હોય તે પણ તેને પહેલાં તે પાત્રોમાં વાપરીને હાથ સાફ કરીને યથાજાત પાત્ર ભોજન માટે મૂકવાં. ૪–ગ્રહણ-પાત્રમાંથી આહાર કેળીઓ કુકડીના ઈંડા જેટલે લે કે જે મુખમાં મૂકતાં (કે ચાવતાં) મુખ બહુ પહોળું (વાંકુ) ન કરવું પડે, અથવા હળવા હાથે (ન્હાના કળીયાથી) જમનાર જેટલા લે તેટલો કળીઓ લે. અહીં પાત્રમાંથી લેવું અને મુખમાં મૂકવું, એમ ગ્રહણ બે પ્રકારે જાણવું. તેમાં ૧-કટક છેદ, ૨-પ્રતરછેદ અને ૩–સિંહભક્ષિત, એ ત્રણ પૈકી કઈ એક વિધિએ પાત્રમાંથી લેવું. તેમાં વૃદ્ધપરંપરાએ ૧-કટકછેદ-એટલે જે એક બાજુથી કકડે કકડે ખાવા માંડે તે યાવત્ પૂર્ણ થાય ત્યાં સુધી તે જ બાજુથી ખાય, જેમકે સાદડીને કક્કડે કકડે કાપી ફેંકી દેતાં બધી પૂર્ણ થાય.” તેમ બધી રેલીઓ વિગેરેને સાથે એક બાજુથી કાપી કાપીને ખાતાં બધી પૂર્ણ થાય તે કટકચ્છેદ. ર–પ્રતરછેદ-એટલે એક એક પડ પૂર્ણ કરેત યાવત્ બધી રોટલીઓ વિગેરે પૂર્ણ કરે, ૩-સિંહભક્ષિત-એટલે સિંહની જેમ જે બાજુથી પ્રારંભ કરે તે બાજુએ જ પૂર્ણ કરે. એ પાત્રમાંથી લેવાનાં પ્રકારે કહ્યા. મુખમાં કવલ નાખવા માટે તે કહ્યું છે કે " असुरसुरं अचवचवं, अदुअमविलंबिअं अपरिसाडि । मणवयणकायगुत्तो, मुंजे अह पक्खिवणसोही ॥" (ओघनियुक्ति २८९) ભાવાર્થ-સરડ-સરડ અવાજ થાય તેમ સડાકા લીધા વિના, “ચબચબ અવાજ કર્યા વિના, ત્વરાથી નહિ તેમ અતિવિલમ્બથી પણ નહિ, દાણે છોટે વિગેરે નીચે ન પડે તેમ, મન વચન કાયાથી ગુપ્ત (મનથી રાગ-દ્વેષાદિ વિના, વચનથી પ્રશંસા કે નિન્દા વિના, અને કાયાથી–રોમાન્શિત, મુખથી પ્રફુલ્લિત, કે મુખ કટાણું કર્યા વિના) ભજન કરે, એ પ્રક્ષેપણની (કવલ મુખમાં મૂકવાની) શુદ્ધિ સમજવી. જે ભોજન કરતી વેળા દરેક સાધુઓને ભોજન વહેંચવા માટે ફેરવવાનું પાત્ર અડધા સાધુઓને ભોજન આપતાં જ ખાલી થાય તો તેમાં બીજું ભોજન નાખીને બાકીના સાધુઓને આપે, તેમાં એ વિશેષ છે કે બાળ વિગેરે સાધુઓનું વધેલું એંઠું ન થયું હોય તે તે ફેરવવાના પાત્રમાં લઈને બાકીના સાધુઓને આપે અને ગુરૂનું વધેલું તે એંઠું થએલું પણ વહેંચવાના પાત્રમાં લઈને બાળ વિગેરે સાધુઓને આપે. (ગુરૂ સિવાયના) બીજાઓનું વધેલું એંઠું હોય તે વહેંચવાના પાત્રમાં નહિ નાખવું વિગેરે. પ-શુદિ-ભોજનની શુદ્ધિ તે સંયમ ૧૨૭-કટક છેદમાં–ગમે ત્યાંથી ટુકડે ટુકડે લઈ બધું પૂર્ણ કરે, પ્રતરછેદમાં–એક એક પડ પુરૂં કરતે વાપરે અને સિંહભક્ષિતમાં-ટુકડા કર્યા વિના પાત્રની જે બાજુથી ખાવાની શરૂઆત કરે ત્યાંથી કમશઃ ફરતાં ફરતાં જ્યાં પ્રારમ્ભ કર્યો છે, ત્યાં ભેજન પૂર્ણ કરે. એમ ભેદ સમજ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy