SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ ભજન કરવાને વિધિ જે એકલ ભોજી હેય તે તે ગુરૂની સામે આહાર ધરીને “હે ભગવન્ત ! પ્રાપૂર્ણક-ઉપવાસી, અશક્ત, બાલ, વૃદ્ધ, નવદીક્ષિત, વિગેરે સાધુઓને આ (આહાર-પાણ) આપ આપો એમ કહે. માંડલીભાજી પણ એ જ રીતે ગુરૂને પૂછે (કહે). પચ્ચવસ્તુઓઘનિર્યુક્તિમાં પણ કહ્યું છે કે " दुविहो य होइ साहू, मंडलिउवजीवओ य इयरो य । મંgિ(૩)વવંતો, વચ્છ કા ઉંડિયા સવે પરશા इयरो वि गुरुसगासं, गंतूण भणइ संदिसह भंते !। पाहुणगरखवगअतरंत-बालवुड्ढाणसेहाणं ॥५२३॥" (ओघनियुक्ति) ભાવાર્થ–સાધુઓમાં માંડલીભોજી અને એકલોજી એમ બે પ્રકારના સાધુઓ હોય, તેમાં માંડલીભોજી ગોચરી લાવ્યા પછી પણ ભેજન કરનાર સર્વ સાધુઓ માંડલીમાં આવે ત્યાં સુધી ભજન ન કરે. (૧) એકલોજી ગોચરી લાવ્યા પછી ગુરૂ પાસે જઈને “હે ભગવન્ત ! પ્રાપૂર્ણક-તપસ્વી-અસમર્થઆળ-વૃદ્ધ અને નવદીક્ષિતને આ આહારાદિ આપ આપે ! ” એમ કહે. (૨) એમ કહ્યા પછી ગુરૂ સ્વયં, કે તેઓની આજ્ઞાથી પિતે પ્રાપૂર્ણકાદિને નિમન્ત્રણ કરે, બીજાઓ ન ઈચ્છે (લે) તે પણ નિમન્ત્રણ કરનારને પરિણામની શુદ્ધિ હોવાથી નિર્જરા થાય જ. કારણ કે વૈયાવચ્ચનું ફળ મહાન છે. અહીં સુધી ગ્રહણષણા કહી. હવે ગ્રાસષણા કહીએ છીએ. તેમાં ગોચરી ગએલા સાધુ એની ઉપાધિ આદિની તથા વસતિની રક્ષા કરનાર સાધુ ગોચરી આવતા પહેલાં દરેકનાં પાત્ર ઉઘરાવીને (ભેગાં કરીને) તૈયાર રહે, જ્યારે ગોચરીવાળા સાધુઓ આવે ત્યારે તેઓનું લાવેલું પાણી આચાર્ય વિગેરેને માટે નન્દીપાત્રમાં ૨૫નીતારી સ્વચ્છ કરીને ગાળી લે. ગાળીને ગચ્છમાં સાધુઓની સંખ્યાના અનુસાર એક—બે—કે—ત્રણ પાત્રમાં ભરે. કારણ કે તે આચાર્ય વિગેરેને પીવામાં વિગેરે ઘણા કાર્યોમાં ઉપયોગી બને છે. કહ્યું છે કે – નીયરિઝમાવેશ–વાણા પયપોસયુવા ! होइ अ सुहं विवेगो, सुह आयमणं च सागरिए ॥" (ओपनि० ५५६) ભાવાર્થ-આચાર્ય અને (ધાવણ વિગેરેના મલિન પાણીને પીવામાં નહિ ટેવાએલા) અભાવિત સાધુઓને પીવામાં તથા પગ દેવામાં તથા ડિલશૌચમાં ઉપયોગી થઈ શકે, વધ્યું હોય તે સુખ પૂર્વક (જાહેર માર્ગમાં) પરઠવી પણ શકાય, અને નિર્મળ હોવાથી ગૃહસ્થની હાજરીમાં સંકેચ વિના શૌચ (હાથ વિગેરે સાફ) કરી શકાય, માટે પાણી સ્વચ્છ કરીને ગાળવું જોઈએ. તે પછી (ગ્ય આહાર આપવા દ્વારા) બાળક વિગેરેના ચિત્તને પ્રસન્ન કરીને ગુરૂને પૂછીને ગીતાર્થ, દીર્ધ પર્યાયવાળા અને અલોલુપી એવા માંડલીના વૃદ્ધ (વડીલ) માડલીમાં હાજર થાય અને તે પછી આગળ કહીશું તે વિધિ પૂર્વક બીજા પણ સાધુઓ માંડલીમાં આવે. વસ્તુતઃ માંડલી ગ્લાન વિગેરે પરાશ્રિત સાધુઓ માટે ઉપકારક છે, કારણ કે તે દરેકને જુદા જુદા વિયાવચ્ચકારક સેંપવાનું અશક્ય બને, અથવા સોંપવાથી દરેકને સૂત્ર-અર્થમાં (સ્વાધ્યા ૧૨૫-ઘણા સાધુઓ માટેનું એક મોટું પાત્ર. ૨૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy