SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ [ધ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગા૦ ૯૩ આલોચનાનો વિધિ આ પ્રમાણે છે-ગુરૂ ધર્મકથાદિમાં રોકાયેલા ન હોય ત્યારે, ઈરિટ પ્રતિકમણ કરીને ખમાસમણ દઈને “ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ભાત પાણી આલોઉં એમ પૂછીને મનમાં ધાર્યા હોય તે પ્રમાણે “કયા ઘરમાંથી કોના હાથે શું શું લીધું વિગેરે સઘળું કહી જણાવે. ગુરૂ બીજા કાર્યમાં રોકાયેલા હોય ત્યારે નહિ. કહ્યું છે કે – વળાવિવë, દુર્વસંતુફ્રિકવરે . संदिसहत्ति अणुण्णं, काऊण विदिनआलोए ॥३३०॥" “वक्खित्तपराहुत्ते, पमत्ते मा कयाइ आलोए । બજાર ર તે, જીલ્લા વા વરુ જે રૂરગા” (વચ્ચવતું) ભાવાર્થ–ગુરૂ ધર્મકથા વિગેરેમાં રોકાયેલા ન હોય, ક્રોધ વિગેરેથી રહિત-શાન્ત હેય, (કેઈ શાસનના પ્રત્યેનીકના પરાભવ માટે આચાર્યને પ્રશસ્ત કેધ કરવાને પણ પ્રસર્ગ આવે માટે તેવા વ્યગ્ર ન હોય અને આલોચના સાંભળવા માટે ઉપગવાળા હોય ત્યારે “આજ્ઞા આપો” એમ કહી તેઓની આજ્ઞા માગીને આજ્ઞા આપે ત્યારે આલોચના કરે. (૧) ધર્મકથાદિમાં કાયેલા હોય, અવળા મુખે બેઠેલા હોય, નિદ્રાદિ પ્રમાદમાં હોય, આહાર કરતા હોય, કે નિહાર કરવા ઈચ્છતા હોય ત્યારે કદી આલોચના નહિ કરવી. (૨) આહાર કરતાં આલોચના કરવાથી તે સાંભળવામાં ઉપયોગ આપવો પડે તેથી આહારાદિ કરવામાં અન્તરાય થાય, બાકીનાં કારણે તે સમજાય તેવાં છે. આલોચના કરતાં નાચવું, શરીર નમાવવું, હાથ પગ હલાવવા, ગૃહસ્થની ભાષામાં, મુંગાની જેમ, કે અતિ મોટા અવાજે બોલવું, વિગેરે કુચેષ્ટાઓ ન કરવી, ઉપરાન્ત વહોરાવનાર સ્ત્રી (આદિ)ને હાથ, વહેરાવવાનું પાત્ર, વિગેરે ભીંજાએલું હતું કે નહિ, ઈત્યાદિ વહોરાવનારે કેવી રીતે આપ્યું હતું, તે સર્વ ગુરૂને જણાવવું. કહ્યું છે કે – "नर्स्ट २२वलं चलं भासं, मृ तह ढड्ढरं च वज्जेज्जा।। ગારો સુવિદિ, ટુર્ઘ મ વાવાર ” (શોનિ પ૨૬) ભાવાર્થ–નાચવું, વાંકા વળવું, અો વિગેરેને જેમ તેમ હલાવવાં, (પચ્ચવસ્તુ-ગા ૩૩૨ માં તે કાયાથી અને મનથી ચલાયમાન થવું એમ કહ્યું છે. ગૃહસ્થની ભાષામાં, અવ્યક્ત (અસ્પષ્ટ), કે મોટા અવાજે બોલવું, વિગેરે કુચેષ્ટાઓને તજીને સુવિહિત સાધુ દેનારને હાથ, પાત્ર તથા તેની વહેરાવવાની પ્રવૃત્તિ, વિગેરે કેવું હતું ? તે સઘળું કહે. તેમાં–હાથ, પગ, ભ્રકુટી, મસ્તક, નેત્રો, હોઠ, વિગેરેને વિકારી કરી નચાવવાં તે નૃત્ય, હાથ કે શરીરના ચાળા કરવા (નમાવવું) તે વિલન, દ્રવ્યથી કાયાને મરડવી અને ભાવથી મળેલી સારી ભિક્ષાને છૂપાવવી (ન જણાવવી) તે કાયાનું અને ભાવનું ચલન, ગૃહસ્થની ભાષાએ બોલવું તે દુર્ભાષા (એવું નહિ બેલતાં સાધુની ભાષામાં બોલવું), અસ્પષ્ટ બોલવું તે મુંગાપણું, ૧૨૨-પચવતુ ગા. ૩૩૧માં “ન વરું મારું એવું પ્રથમ ચરણ છે, અને ત્યાં ગા. ૩૩રની ટીકામાં “હાથ-પગ-ભ્રકુટી વિગેરેના ચાળાને “ત્ય, અફગોપાદૂગ જેમ તેમ ચલાવવાં તેને “કાયાનું ચલન, અને શ્રેષ્ઠ આહારાદિને ગુરૂથી છૂપાવવાના અધ્યવસાય કરવા તેને “ભાવ ચલન” કહેલું છે. એ ભેદ સમજ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy