SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ગોચરીને આલેચવાને વિધિ] ૧૪૭ એ પ્રમાણે ભિક્ષા માટે ફરવા વિગેરેના વિધિ વિસ્તારથી કહ્યો. હવે વસતિમાં આવ્યા પછીનું કર્તવ્ય કહે છે-મૂલ ૯૩મા શ્લોકમાં કહેલા “માર્ચ વિગેરે શબ્દોથી ઉપર કહ્યું તેમ વિધિ પૂર્વક આવીને વસતિમાં પેસીને ગુરૂની સન્મુખ “આલોચના કરે, અર્થાત્ ભિક્ષા લેવામાં લાગેલા અતિચારે યથારૂપે કહી જણાવે, તે સાપેક્ષ યતિધર્મ છે. તેમાં કમ આ પ્રમાણે છે–વસતિમાં પિઠા પછી આવેલ સાધુ માત્રાની બાધા ટાળીને ભજનની માંડલી બેસવાની હોય તે ભૂમિને પ્રમાજીને ત્યાં જ ઈરિ પ્રતિકમે. કહ્યું છે કે – “सिज्जामज्झे पविसइ, पडिलेहह मंडलीइ जं ठाणं । बच्चइ गुस्स्स पासे, इरियावहियं पडिक्कमइ ॥" (यतिदिनचर्या-२२७) ભાવાર્થ–વસતિમાં પ્રવેશ કરે, જ્યાં ભોજનની માંડલી બેસવાની હોય તે ભૂમિને પડિલેહે (ચક્ષુથી જોઈ દસ્કાસણથી પ્રમાજે), પછી ગુરૂ પાસે જાય અને ત્યાં ઇરિયાવહિ પ્રતિક્રમે. તેમાં કાર્યોત્સર્ગ કરતાં નીચે ઢીંચણથી ચાર આંગળ ઉંચે અને ઉપર નાભિથી ચાર આગળ નીચે રહે તેમ બે બાજુએ કોણીઓથી લપટ્ટાને ધારી (દબાવી) રાખે, જે ચેલપદાને છિદ્ર હોય તે ત્યાં પડલાને રાખે. એમ ઉભા ઉભા કાઉસ્સગ્નમાં જ ગોચરી જવા મકાનમાંથી નીક ત્યાંથી માંડીને પુનઃ વહોરીને મકાનમાં પ્રવેશ કરવા સુધી જે કઈ અતિચારો લાગ્યા હોય તેનું ગુરૂને જણાવવા માટે મનમાં અવધારણ કરે. ઘનિયુક્તિ અને પચવસ્તકમાં કહ્યું છે-કે "काउस्सग्गंमि ठिओ, चिंते समुयाणिए अईआरे । વા નિજાગપણ, તી ૩ો wiફુ(ના)NI( નવપ૨) ભાવાર્થ-કાઉસગ્ગમાં સાધુ વસતિથી નીકળ્યો ત્યારથી પ્રવેશ કરતાં સુધી ભિક્ષા લેવા વિગેરેમાં લાગેલા અતિચારોને ચિન્ત (યાદ કરે) અને તેમાં લાગેલા દેનું મનમાં અવધારણ કરે. આચિન્તન ( પિતે પ્રાયશ્ચિત્તના કમને જાણ ગીતાર્થ ન હોય તો) જે ક્રમે અતિચારે લાગ્યા હોય તે કર્મ કરે અને ગીતાર્થ હોય તે (પહેલાં થોડા પ્રાયશ્ચિત્તવાળા ન્હાના, પછી ઉત્તરોત્તર વધુ પ્રાયશ્ચિત્તવાળા મેટા, એમ) પ્રાયશ્ચિત્તના કમથી ચિન્તવી તે ક્રમે જ મનમાં અવધારણ કરે. એ બે પદની (૧-વાદ કરે લાગેલા કર્મ અને ધારી રાખે પ્રાયશ્ચિત્ત કમે, ૨-ચાદ કરે લાગેલા ક્રમે અને ધારે પણ તે જ કમે, ૩યાદ કરે પ્રાયશ્ચિત્તના કમે ધારી રાખે લાગેલા ક્રમે, અને વ્યાદ કરે પ્રાયશ્ચિત્ત કર્મ અને ધારે પણ તે જ કમે, એમ) ચતુર્ભગી થાય, એ રીતે સકળ દોષનું ચિન્તન કરીને (અવધારીને) “નમો અરિહંતાણું કહી કાઉસગ્ગ પારીને ઉપર પ્રગટ લોગસ કહીને લાગેલા દેશે ગુરૂની સમક્ષ આલોચે (પ્રગટ કહે). કહ્યું છે કે – __ "चिंतित्तु जोगमखिलं, नवकारेणं तओ अ पारित्ता।। - વઢિક થયં તા, સાદૂ શાકોણ વિધિ '' (પુસ્ત્રવતું–રૂર૬). ભાવાર્થગોચરી લાવનાર સાધુ મન-વચન-કાયાના સકળ વ્યાપારને ચિન્તવીને (યાદ કરીને), નવકારથી કાયેત્સર્ગ પારીને, ચતુર્વિશતિસ્તવ કહીને, વિધિપૂર્વક આલોચે, (ગુરૂને કહે). ૧૨૧-પહેલાં માંડલીમાં ઇરિ પ્રતિક્રમણ કહ્યું અને અહીં ગુરૂ સમક્ષ કહ્યું તે મતાન્તર સમજાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy