________________
૧૪૬
[ધ સં૦ ભાવ ૨ વિ. ૩-ગ ૦૩ ત્યાં ગૃહસ્થ ન હોય તે (વરપ્પાદિની) બહાર જ કરે અને ગૃહસ્થ દેખે તેમ હોય તે અન્દર આવીને કરે. ત્યાં પણ ગૃહસ્થ હોય તે મધ્ય નિશીહિ કહેવાના સ્થાને અને ત્યાં પણ ગૃહ
સ્થ દેખે તેમ હોય તો ઉપાશ્રયમાં પ્રવેશ કરીને કરે. આ કારણે જ ઘનિર્યુક્તિમાં ભાગ્યકારે નિસાહિદ્વારની પછી પગપ્રમાર્જનદ્વારનું વર્ણન કરેલું છે. તે ગાથા આ પ્રમાણે છે
"एवं पडुपन्ने पविसओ उ, तिनि य निसीहिया होति ।
- अग्गद्दारे मझे, पवेस पाए य सागरिए ॥" (ओघनि० भा० २६२।।) ભાવાર્થ-એમ પૂર્ણ અશનાદિ પ્રાપ્ત થયા પછી પ્રવેશ કરતાં ત્રણ નિશીહિ ક્રમશઃ અઢારે, મધ્યમાં અને પ્રવેશદ્વારે કરે, અને પાદપ્રમાર્જન તે ગૃહસ્થની હાજરી ન હોય ત્યાં, છેવટે ઉપાશ્રયમાં પ્રવેશ પછી પણ કરે, એમ પાદપ્રમાર્જન અનિયત સ્થળે કરવાનું હોવાથી તેનું વર્ણન પછી કર્યું. અન્યથા પહેલાં પાદપ્રમાર્જન કરી પછી પેસતાં અગ્રકારે નિસાહિ કહેવાનું સમજવું.”
તથા અન્જલિ એટલે ગુરૂની સન્મુખ બે હાથ ઉંચા કરી મસ્તક નમાવે, તથા વચનથી નમે ખમાસમણાનું કહે. જે હાથમાં પાત્ર ભારે હેય તે અન્જલિ વિના જ મસ્તક નમાવી માત્ર વચનથી “નમો ખમાસમણાનું કહે. ભારે પાત્ર પડી જવાના ભયે હાથ ઉંચા ન કરે. કહ્યું છે કે
" हत्थुस्सेहो सीसप्पणामणं वाइओ नमोकारो।
गुरुभायणे पणामो, वायाएँ नमो न उस्सेहो ॥" (ओपनि० भाष्य २६३) ભાવાર્થ–નમસ્કાર માટે બેહાથ ઉંચા (અન્જલિબદ્ધ) કરે, મસ્તક નમાવે અને “નમે ખમાસમણાણું કહી વાચિક નમસ્કાર કરે. પણ ગોચરીનું ભાજન ભારે હોય તે માત્ર મસ્તકથી પ્રણામ અને વચનથી “નમે ખમાસમણાણું” કહે, હાથથી અન્જલિ ન કરે,
પ્રવેશ પછી ઉપર ભીંતનું અને નીચે ભૂમિનું પ્રમાર્જન કરી ત્યાં દો મૂકે, ચલપટ્ટાને ઉપધિ ઉપર ૨°અને પડલાને પાત્ર ઉપર મૂકે. કહ્યું છે કે –
“હરિ ા જ પબ્લિક ર્દિ ન સદા
पर्ट उवहिस्सुवरिं, भायणवत्थाणि भाणेसु ॥" (ओपनि० भाष्य २६४) ભાવાર્થ–દણ્ડ મૂકવાના સ્થાનને ઉપર નીચેથી પ્રમાઈને ત્યાં દર્પે મૂકે, એલપટ્ટો ઉપધિ ઉપર અને પાત્રનાં વસ્ત્રોને પાત્ર ઉપર મૂકે. - જે માત્રાદિની બાધા હોય તે પહેલા સહિત આહારનું પાત્ર અન્ય સાધુને આપીને પહેલાં તે બાધા ટાળે. કહ્યું છે કે – ___“जइ पुण पासवणं से, हवेज्ज तो उग्गहं सपच्छागं ।
दाउ अन्नस्स सचोल-पट्टओ काइअंनिसिरे ॥" (ओपनि० भाष्य २६५) ભાવાર્થ-જે ગોચરી લઈને આવ્યા પછી પ્રશ્રવણ(માત્રા)ની બાધા થઈ હોય તે પડેલા સહિતપાત્ર બીજા સાધુને સેંપીને ચલપટ્ટો રાખીને તે બધા ટાળે. ( ૧૨૦-કાચીન સામાચારી પ્રમાણે તે કાળના મુનિઓ ચલપટ્ટો પાસે લઈને બેસતા, બહાર જતાં કે ગૃહસ્થનું આગમન વિગેરે કારણે પહેરતા, જેમ તદન વસ્ત્રરહિત રહેવું એ અવ્યવહારૂ-લોકવિરૂદ્ધ છે, તેમ વસને શરીર સુખાકારી માટે ઉપયોગ કરે તે અસંયમરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org