________________
૧૪૨
ધ૦ સં૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૯૩
એમ ઘસાએલું ખેાળામાં મૂકી ખીજું ઘસવા લે, વારા પ્રમાણે બદલીને દરેકને આંગળીથી ઘસતા રહે. જો એક જ પાત્ર ઉત્કૃષ્ટ (તલના તેલની ગાડાની મળીના) લેપથી લેખ્યું હોય તે તે સુકાય ત્યારે તે જ દિવસે પણ તેમાં પાણી લાવી શકાય. પાત્ર રગનાર ઉપવાસી હાય તેના આ વિધિ કહ્યો. હવે જે સ્વયં ઉપવાસી છતાં ગ્લાન વિગેરે બીજા સાધુઓની વૈયાવચ્ચ કરનારા (તેવા અભિગ્રહવાળા) હેાય ત્યારે તેનું રંગેલું પાત્ર નહિ સુકાવાથી તેને સુનું મૂકીને મહાર જવાય નહિ અને તે ગ્લાનાદિ સાધુએ આહાર પાણીના અભાવે સીાય ત્યારે, અથવા સ્વય ઉપવાસ કરવા અશક્ત હેાય ત્યારે શું કરે ? તે કહે છે કે--બીજા ઉપવાસી સાધુઓને, કે ઉપવાસી નહિ એવા પણ ગોચરી નહિ જનારા ખીજા સાધુઓને લીંપેલું પાત્ર ભળાવીને ખીજાતું તે દિવસે લેપ કર્યાં ન હેાય તેવું પાત્ર લઇને ગેાચરી જાય, જો એ રીતે તેનું પાત્ર સ ંભાળે તેવા બીજો સાધુ ન હોય અને ૧-લીંપેલ ર-વહેારવાનું, અને ૩-નાનુ (માત્રક), એમ ત્રણ પાત્રો સાથે લઈ જવા સમર્થ ન હોય તે કીડી આદિના ઉપદ્રવ (વિરાધના–હિંસા) ન થાય તે માટે ર ંગેલા પાત્રને અને લેપથી ખરડાયેલાં પાઠ્ઠલીનું કાપડ, (રૂ) તથા શરાવસપુટ’ વિગેરેને બીજી ભસ્મથી મિશ્રિત કરીને (રગદોળીને કેાઈ જીવ ન મરે તેમ) નિર્જન સ્થાને મૂકીને ગેાચરી જાય, પાણી તે તેને માટે બીજા સાધુ લાવે. એ લેપ લેવાનો, લાવવાનો અને પાત્ર લેપવાનો વિધિ (તથા) જયણા કહી.
હવે તેના પરિકના (તપાવવાને) વિધિ કહે છે-લીંપેલા પાત્રને છાણુ, ભસ્મ ઘસીને (ચાપડીને) જેળી સહિત રજસ્રાણુમાં વીંટીને કુતરાં, ખીલાડાં, વિગેરે ખેંચી ન જાય માટે ગાંઠ દીધા વિના જ ફૂટેલા ઘડાના પડિલેહેલા કાંઠલા વિગેરે ઉપર તાપમાં મૂકે. તાપ (તડકા) ફરે તેમ પાત્રને પણ પડખું બદલીને તાપમાં ફેરવે (મૂકે). રાત્રે તે પેાતાની સમીપમાં જ મૂકી રાખે. પરિગ્રહ દોષને ટાળવા માટે તે દિવસે વાપરેલા ઘડાના કાંઠલા વિગેરેને ‘કાલે જા મળશે’ એમ માની પરઠવી દે, બાકી રૂ સહિત વધેલા લેપને (ક્દાચિત્ તે પાત્રને કે બીજા પાત્રને અષ્ટક (કૂટા) દેવાના હોય તેા હાથ વડે ચૂરી–મસળીને અષ્ટક (ફૂટ) અનાવે, અને પ્રચાજન ન હેાય તે ભસ્મ મેળવીને પરવે. એમ લેપ જઘન્યથી એકવાર અને ઉત્કૃષ્ટથી પાંચ વાર કરી શકાય.
પાત્ર તાપમાં મૂકવામાં શિશિર (શીત) કાળમાં પહેલા અને છેલ્લા પ્રહર સપૂર્ણ અને ગ્રીષ્મ (ઉષ્ણુ) કાળમાં પહેલા પ્રહરનું પૂર્વાદ્ધ અને છેલ્લા પ્રહરતુ ઉત્તરાદ્ધ, એમ અડધા અડધા પ્રહર તજવા. કારણ કે તે કાળ સ્નિગ્ધ (હુવાવાળા) હાવાથી લેપના નાશ થવાના ભય રહે, માટે તે સમયે પાત્રાને તાપમાં ન મૂકવાં, વર્ષા તથા કુતરાં વિગેરેથી રક્ષણ કરવા માટે સુકાતા પાત્રને વારવાર જોતા રહે, અથવા પોતે ગ્લાન વિગેરેના કામમાં રોકાય તા ખીજા સાધુને પાત્ર સંભાળવાની ભલામણ કરે. એ ગાડાની મળીના લેપના વિધિ કહ્યો.
બીજો લેપ ‘તાત' નામના કહ્યો છે. તંત્ર જ્ઞાત કૃતિ તન્ત્રાન્ત' એ વ્યુત્પત્તિથી ગૃહસ્થના ચાપડ ભરવાના વાસણ ઉપર ચીકાશમાં લાગેલી ઘટ્ટ બની ગયેલી (તેલના કુડલા વિગેરે ઉપરની) મળીને ‘તાત' લેપ કહેલા છે. આ લેપથી લીંપેલા પાત્રને ઘુંટાથી ઘસીને (ઘુંટીને) સુંવાળું મનાવી કાંજીથી ધાવું, એ તેના વિધિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org