________________
પાત્રને રંગવાને તથા સાંધવાને વિધિ
૧૪ "पुषण्हे लेवदाणं, लेवग्गहणं सुसंवरं काउं।
लेवस्स आणणा लिंपणा य जयणाविहिं वोच्छं ॥" ओघनि०३७९॥ ભાવાર્થ–“લેપ (રંગ) પૂર્વાને (સવારે) કર, લેપ વચથી સારી રીતે બાંધેલા, ઉપર નીચે ઢાંકેલા શરાવ સમ્પટમાં ગ્રહણ કરે. હવે લેપને લાવવાનો તથા પાત્રને લેપવાને વિધિ કહીશું”
તે વિધિ આ પ્રમાણે છે-પાત્રને લેપ કરવા ઈચ્છતે સાધુ તે દિવસે ઉપવાસ કરે, કે જેથી પાત્રની જરૂર ન રહેવાથી લેપ સારી રીતે કરી શકાય. તેવી શક્તિ ન હોય તે સવારે જ (આહારનું કામ પતાવવા પૂર્વના દિવસની કમ્ય વસ્તુ લાવીને) ભજન કરી લે, (એમ સવારે આહાર ન મળે તે બીજા સાધુઓ લાવી આપે તે વાપરે.) પછી લેપ લેવા માટે જતાં પહેલાં ગુરૂને વાંચીને અનુજ્ઞા માગે, ગુરૂ અનુશા આપે ત્યારે પૂછે કે હું લેપ લાવીશ તેનું આપને પણ પ્રજન છે? એમ બીજા સર્વ સાધુઓને પણ પૂછે. તેઓ પિતાની આવશ્યકતા પ્રમાણે મંગાવે તેટલા પ્રમાણમાં લાવવાનું કબૂલ કરે, પછી ઉપયોગને એક નવકારને કાઉસ્સગ્ગ, ઉપર પ્રગટ નવકાર, વિગેરે ઉપગની વિધિ કરીને તે વસ્ત્ર–પાત્રાદિ લાવવાના વિધિને જાણુ-ગીતાર્થ હેય તે લેપ લેવા માટે શરાવસપુટ (બે કડીયાં) અને લેપને ઢાંકવા માટે રૂ ગૃહસ્થને ત્યાંથી મેળવે, સ્વયં તે મેળવવામાં અનુભવી-ગીતાર્થ ન હોય તે બીજા ગીતાર્થ લાવી આપે તે લઈને તેમાં છાર (ભસ્મ) ભરીને જાય, (જ્યાં) શરાવમાં લે૫ લે, ત્યાં લેય ઉપર એક કપડાને ચીરે (ટુકડો) મૂકીને તેમાં ત્રસ જીવે ન ચઢે (મરે તે માટે રૂ મૂકી ઉપર ભમ (રક્ષા) નાખે. એ રીતે લેપ લેવાની બધી સામગ્રી લઈને જાય, ગાડાની પાસે જઈને જે ગાડામાંથી લેપ (પૈડાંની મળી) લેવાનું હોય, તેના માલીકની અનુજ્ઞા મેળવે, (લેપ શય્યાતરના ગાડાને પણ લઈ શકાય,) કડવો મીઠે લેપ જાણવા માટે નાકથી સુંઘીને ગન્ધથી કડવી-મીઠી મળીને નિર્ણય કરે, કડવા તેલને (ક) લેપ પાત્ર ઉપર ટકે નહિ, ઉતરી જાય, માટે તે નહિ લેતાં મીઠા તેલને લે. ગાડું પણ લીલી વનસ્પતિ કે સચિત્ત બીજ વિગેરે ઉપર ન હોય, ત્યાં ભમતાઉડતા જી (મરવાનો ભય) ન હય, મહાવાયુ ન હય, કે આકાશમાંથી ધુમ્મસ ન પડતી હોય, તે લેપ લેવાય. તે પણ જરૂર જેટલો લે–વધારે નહિ, એ રીતે એગ્ય સ્થળેથી ગાડાને લેપ લઈને ઉપર વસ્ત્રને ટુકડે, પછી રૂ, અને રૂની ઉપર ભસ્મ દાબીને (ઉપર બીજું શરાવ ઢાંકીને) વસ્ત્રથી તે સંપુટને બાંધીને ગુરૂ પાસે આવી ઈરિ પ્રતિક્રમણ કરીને લેપની આલોચના કરે. (કેવી રીતે ક્યાંથી લાવ્યા વિગેરે ગુરૂને જણાવે.) પછી ગુરૂને વિનંતિ કરીને પિતાનું પાત્ર લીંપે.
પાત્ર લીંપવાને વિધિ આ પ્રમાણે છે–(લેપની પટ્ટલી બનાવવા માટે) પાત્ર ઉંધું કરીને તેની ઉપર વસ્ત્રને એક કકડે પાથરી, તેમાં રૂનું પડ પાથરી પછી તેમાં લેપ નાખીને તેની પિટ્ટલી બનાવીને તે પિટ્ટલીને અગુઠો, તર્જની અને મધ્યમાં, એ ત્રણ આંગળાંથી પકડે, એ રીતે પકડેલી પટ્ટલીના જાડા વસ્ત્રના ટુકડામાંથી નીકલતા લેપના રસથી પાત્રને લેપ કરે. લીંપવાનાં એક, બે કે ત્રણ પાત્રોને લીપીને આંગળીથી ઘસીને કમળ (સુંવાળાં) કરે, તેમાં પણ એક પાત્રને ખોળામાં મૂકીને બીજાને આંગળીથી ઘસે, એમ વાર વાર એક કે બે પાત્રોને ખેાળામાં મૂકીને એક પાત્રને લઈને ઘસે, પાછું તેને ખોળામાં મૂકીને બીજું ખેળામાંથી લઈ તેને ઘસે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org