________________
૧૪૦
[૦ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૩૯ તે પણ સ્થિર સારી બેઠક(પડઘી)વાળું, તે પણ કાયમી, અર્થાત્ પારકું અમુક કાળ પછી પાછું આપવાનું હોય તેવું નહિ અને સ્નિગ્ધ (ટકાઉ) વર્ણવાળું, એવું પાત્ર સુલક્ષણ હોવાથી લેવું. જે અમુક ભાગમાં ઉચું, અકાળે (કાચું સુકાયેલું હોવાથી વળીયાં પડેલું અને ભાગેલું– રાજી(તરડ)વાળું કે છિદ્રોવાળું–કાણું હોય, એવું પાત્ર ગ્રહણ કરવું નહિ.” (૬૮૬). લક્ષણવન્ત પાત્રનું ફળ આ પ્રમાણે કહેલું છે કે
“સંકિમિ મ અમો, પટ્ટા સુપટ્ટા
નિધ્યને ઉત્તમ , વMદ્દે નારંપવા ” (નિ. ૬૮૭) ભાવાર્થ—“ચારે બાજુ સરખું ગેળ પાત્ર રાખવાથી લાભ થાય છે, સારી બેઠક(પડઘી)વાળા પાત્રથી ગચ્છમાં પ્રતિષ્ઠા વધે છે, નખ વિગેરેથી ત્રણ (ઘા વિગેરે) ન લાગ્યા હોય તેવા પાત્રથી કીર્તિ અને આરોગ્ય વધે છે, અને સારા રગવાળા પાત્રથી જ્ઞાનરૂપી સંપત્તિ વધે છે.” અલક્ષણવાળા પાત્રનું ફળ કહેલું છે કે
" हुंडे चरित्तभेदो, सबलंमि य चित्तविन्भमं जाण । સુ(પુ)વસંદા, જળ પર ૨ નો ટાઇi ૬૮૮ पउमुप्पले अकुसलं, सवणे वणमादिसे ।
अंतो बहिं च दड्डंमि(इढे), मरणं तत्थ निदिसे ॥६८९॥ (ओघनियुक्ति) ભાવાર્થ–“નીચા ઉંચા પાત્રથી ચારિત્રનો વિનાશ થાય, એક પાત્રના (કાષ્ઠાદિમાં) ભિન્ન ભિન્ન વર્ણ હોય છે તેવાથી ચિત્તવિભ્રમ થાય, નીચે બેઠક(પડઘી) વિનાનું તથા ખીલાની જેમ ઉંચા ઘાટ વાળું હોય તે તે પાત્રવાળા સાધુની ગચ્છમાં અને ચારિત્રમાં સ્થિરતા ન થાય. વળી પાત્રની નીચે પદ્મ-કમળનો આકાર હોય તે અકુશળ, ચાંદાં-ડાઘ(ક્ષત)વાળું હોય તે વાપરનાર સાધુને પણ ત્રણ (ક્ષત) થાય અને અન્દર કે બહાર દગ્ધ (બળેલું) હોય તે મરણ થાય. એમ જાણવું.”
એ પાત્રશુદ્ધિ કહી. લેપની (પાત્રના રંગની) એષણા તે પાત્રની એષણામાં (શુદ્ધિમાં) જ આવી જાય છે, એથી જુદી જણાવી નથી. કહ્યું છે કે
"पायग्गहणंमि देसिअंमि, लेवेसणावि खलु वुत्ता ।
तम्हा आणयणा लिंपणा य पायस्स जयणाए ॥१॥” (ओघनियुक्ति-३७५) ભાવાર્થ–પાત્રને ગ્રહણ કરવાના ઉપદેશની સાથે લેપ લાવવો, પાત્રને લગાડ, ઈત્યાદિ પણ કહ્યું જ સમજવું માટે લેપ જયણાથી લાવવો અને પાત્રને વિધિથી લીંપવાં.તેને વિધિ આ પ્રમાણે છે
“તુવિદ્દ હૃતિ Hiા, ગુન્નાર પવા ૩ વિંતિ.
जुन्ने दाएऊणं, लिंपइ पुच्छा य इयरेसिं ॥१॥" (ओघनियुक्ति-३७७) ભાવાર્થ–“રંગવાનાં પાત્રો જુના અને નવાં એમ બે પ્રકારનાં હોય, તેમાં જુનાં ગુરુને “આ રંગવા ગ્ય છે કે નહિ?” એમ બતાવીને તેઓની અનુમતિથી રંગવાં, અને નવાં માટે “આ રંગવાનાં છે કે રાખી મૂકવાનાં’ એમ પૂછવું. (આદેશ મળે તે જ રંગવાં).”
રંગવાનું કાર્ય સવારે જ કરવું કે જેથી જલદી સુકાય. લેપ (માટે ગાડાની મળી) વસ્ત્રથી સારી રીતે બાંધેલા શરાવ(કડીયાં)ના સમ્પટમાં લાવ. કહ્યું છે કે
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org