SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ પિણૈષણામાં સ્થાન વિગેરે ૧૧ દ્વારે] ૧૫ ખાંડવા માટે હાથમાં લઈ ઉંચુ કર્યું' હોય (અને મુશળની નીચે સચિત્ત દાણા વિગેરે લાગેલા ન હેાય) તેવા અવસરે સાધુ આવવાથી તે મુશળને નિરવદ્ય સ્થાને મૂકીને ઉઠીને વહેરાવે તે વહારી શકાય. ૧૭–૪ળનારી (વાટનારી) ને અચિત્ત દ્રવ્ય દળતી (વાટતી) હાય તેા તેના હાથે વહેારાય, સચિત્ત દ્રવ્ય દળનારીએ પહેલાં નાખેલું સચિત્ત દળી નાખ્યું હોય અને પછી બીજી નાખ્યું ન હેાય તે અવસરે સાધુ આવવાથી તે ઉઠીને વહેારાવે તે લેવું ક૨ે. એ પ્રમાણે ૧૮–અનાજને તાવડી આદિમાં સેકનારી માટે પણ એ જ જયણા સમજવી. ૧૯Àાજન કરનારીના હાથે પણ વહેારી શકાય, જો તેણે ભાજનમાંનું ભેાજન હજી સુધી વટલાવ્યું (એંઠું કર્યું) ન હેાય. ૨૦-કાંતનારી પણ જો જાડું સુતર કાંતતી હોય તેા તેના હાથે વહેારાય, કારણ કે જાડું કાંતવામાં થુંક લગાડવું પડતું ન હેાવાથી હાથ ધેાવાના પ્રસગ ન આવે. ૨૧-કસ લેાઢનારી સ્ત્રી માટે પણ દળનારીની જેમ જયણા સમજવી. ૨૨-પિન્જનારી સ્ત્રી પણ જો શૌચવાદવાળી ન હેાય અને હાથ ધોયા વિના જ વહેારાવે તેા લેવું ક૨ે. એ દાયકને અગે અપવાદ કહ્યો. હવે મૂળ ગાથાનું ત્રીજું દ્વાર કહેવાય છે. ૩-ગમન—વહેારાવવાની ભિક્ષા લેવા માટે દાતાર ઘરમાં (રસેાડા વિગેરેમાં) પ્રવેશ કરે તે તેનું ‘ગમન’ સાધુએ જોવું જોઇએ. કારણ કે—અજયણાથી જતા દાતાર નીચે જમીન ઉપર છ કાય જીવાની, ઉંચે વૃક્ષની ડાળી વિગેરેની વિરાધના, કે તિર્યંચ્ દિશામાં ન્હાના ખાળક વિગેરેના સંઘટ્ટો કરતા જાય તે સાધુને સંયમવિરાધના થાય અને દાતાને પણ સર્પ આદિ કરડે તે આત્મવિરાધના (મરણુ) થાય, માટે એ રીતે અજયણાથી ગમન કરનાર પાસેથી ભિક્ષા નહિ લેવી. ૪–ગ્રહણ—જ્યાંથી ભિક્ષા (વસ્તુ) દાતાર વહેારાવવા માટે ગ્રહણ કરે તે ‘ગ્રહણસ્થાન’ સાધુએ જોવું જોઇએ. જો મારણું ન્હાનું–નીચું હાવાથી, કપાટ (કમાડ) અન્ય કરેલું હેવાથી, અથવા દાતાના શરીરનું આંતરૂં નડવાથી તેને ગ્રહણ કરતાં જોઇ ન શકાય તે તેવી ભિક્ષા ઉત્સગ માગે લેવી નહિ. અપવાદ માર્ગે તા ગ્રહણક્રિયા ન જોવા છતાં વિરકલ્પવાળા મુનિઓ શ્રવણ વિગેરે ઇન્દ્રિયેાદ્વારા ઉપયાગ મૂકીને (ખ્યાલ આપીને) દોષને જાણી શકે છે. જેમકે-ગૃહસ્થ આહારાદિ ગ્રહણ કરતાં હાથ કે પાત્રને ધાવે તેા કાનથી પાણીના ‘લલ’ શબ્દ સાંભળવાથી અને વિકલેન્દ્રિય-તૈઇન્દ્રિયાદિ જીવ ચગદાય તે ગન્ધથી જાણી શકે, વળી જ્યાં ગન્ધ હોય ત્યાં રસ પણ હાય માટે રસદ્વારા પણ જાણે, પાણીનું બિન્દુ વિગેરે ઉછળીને શરીરે લાગતાં સ્પર્શીનેન્દ્રિયદ્વારા પણ સમજી શકે અને નેત્રથી તે દાતાનું ગમન, આગમન, કે લાવે તે વસ્તુ, હાથ, પાત્ર વિગેરેને કંઈ પાણી-પૃથ્વી આદિ લાગ્યું હાય તે સઘળું જોઇ શકે. એ રીતે ઇન્દ્રિએ દ્વારા ઉપયાગ કરીને પુરઃકર્માદિ દોષની શકા ન રહે તેા ગ્રહણ કરે. ૫-આગમન-વહેારાવવાની વસ્તુ લઇને સાધુની સન્મુખ આવે તે દાતારનું ‘આગમન’ પણ સાધુએ જોવું જોઇએ. એમાં પણ ગમનની જેમ વિવેક સમજવા. ૬-પત્ત—પ્રાપ્ત અથવા પાત્ર. તેમાં ગૃહસ્થ પેાતાની નજીક વહેારાવવા આવે તે પ્રાપ્ત’ કહેવાય, તેના હાથ પાણીથી ભીંજાએલા છે કે નહિ? વિગેરે જોવું. અને પાત્ર એટલે ગૃહસ્થ જેમાં આહાર લાવ્યેા હોય તે પાત્રને ઉપરથી, નીચેથી અને ખાજુથી જોવું, અથવા પાત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy