SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ દૂધ સંભા. ૨ વિ૦ ૩-ગાહ ૯૩ એટલે “ભિક્ષાની વસ્તુ” તે જીવથી સંસક્ત છે કે અસંસક્ત ઇત્યાદિ જેવું. અહીં વત્સલ૦૮ અને પુત્રવધૂનું દષ્ટાન્ત સમજવું. –પરાવર્તિત–ગૃહસ્થ વહેરાવતાં પાત્રને ઉંધું કરે તે “પરાવર્તિત કહેવાય, તેને સાધુએ જેવું. જે તે પાણીવાળું કે ત્રસજીવયુક્ત હોય તે તેનાથી નહિ વહોરવું. ૮-પાતિત–સાધુએ પોતાના પાત્રમાં “પાતિત (લીધેલા) પિણ્ડને (અશનાદિને) જેવાં. તે ભાત, કે ભાગેલેચૂકેલો છૂટો પદાર્થ ચૂરમું વિગેરે સ્વાભાવિક છે કે સેકેલા જવ–ચણા વિગેરેના લોટના કે મગના લોટના બનાવેલા પિણ્ડ (લાડુ) વિગેરે કૃત્રિમ છે? ઇત્યાદિ વિચારવું. જે લાડુ વિગેરે કૃત્રિમ (બનાવેલું) હોય તે તેને ભંગાવીને જેવું, ન જુવે અને કેઈ દાતાએ સાધુ પ્રત્યેના દ્વેષાદિ કારણે તેમાં રત્ન–વીટી વિગેરે મૂકીને તે લાડુ વિગેરે બનાવેલું હોય તે તે અખડ વહારતાં પાછળથી સાધુ ઉપર ચેરીનું કલફક આવતાં સંયમ વિરાધના અને રાજદડ વિગેરે થવાથી આત્મવિરાધના પણ થાય. (માટે કૃત્રિમ બનાવેલી વસ્તુ મંગાવીને જેવી, જે ફળ વિગેરે અકૃત્રિમ વસ્તુ અચિત્ત હોય તે તે અખડ પણ વહેરી શકાય.) ૯-ગુરૂક–ગૃહસ્થનું વહરાવવાનું ભજન કે તેના ઉપરનું ઢાંકણ વિગેરે ઘણું ભારે હોય તે ગુરૂક કહેવાય. એવું ભારે ઉપાડતાં, કે નીચે મૂકતાં દાતાની કહેડ ભાગે કે પડી જવાથી પગ ભાગે, (એથી સાધુની હલકાઈ પણ થાય). માટે તેવા ભારે ભાજનથી ન લેવું. (ઉત્રડ ઉતારતાં ચઢાવતાં પણ આ દેષ લાગે, સહેલાઈથી આપી શકાય તેવું લેવાય.) ૧૦-તિહા–ત્રણ પ્રકારે. એમાં કાળ, દાતાર, વિગેરેને ત્રણ ત્રણ પ્રકારે ખ્યાલ કરવાને છે. તેમાં ૧-ગ્રીમ, હેમન્ત અને વર્ષાઋતુ, એમ કાલ ત્રણ પ્રકારને અને ૨-સ્ત્રી, પુરૂષ અને નપુંસક, એમ દાતા પણ ત્રણ પ્રકારને. તેમાં સ્ત્રી ઉષ્ણ, પુરૂષ મધ્યમ અને નપુસક શીતળ જાણ. વળી ૩– “પુરકમ, ઉદકાક અને સસ્નિગ્ધ, એમ પુરકમના પણ ત્રણ પ્રકારે જાણવા. તેમાં ભિક્ષા આપતાં પહેલાં હાથ-પાત્ર વિગેરે દેવું તે “પુરકર્મ કહેવાય, હાથ, ભાજન વિગેરે જેમાંથી પાણીનાં બિન્દુઓ ગળતાં (પડતાં) હોય તે “ઉદકા કહેવાય અને બિન્દુરહિત છતાં જે હાથ-ભાજન ભીનું હોય તે “સસ્નિગ્ધ” સમજવું. એ ત્રણેના પણ સચિત્ત, અચિત્ત અને મિશ્ર, એમ ત્રણ ત્રણ પ્રકારે થાય. તેમાં પુર:કર્મ અને ઉદકાદ્ર એ બે તે સચિત અચિત્ત કે મિશ્ર હોય તે પણ તેવા હાથ વિગેરેથી વહોરાય નહિ. માટે ત્રીજા સસ્નિગ્ધને અન્ને અહીં કહેવાનું રહ્યું, તેમાં પણ અચિત્તથી સસ્નિગ્ધ હોય તે હાથે ભિક્ષા લેવાય, માટે તેમાં કંઈ કહેવાનું નથી, માત્ર સચિત્ત કે મિશ્રથી સસ્નિગ્ધ હોય તેને અગે કહેવાનું છે, તે આ પ્રમાણે-હાથ સસ્નિગ્ધ હોય તેના ૧કંઈક ને, ૨-કંઈક સૂકાએલ અને ૩-કંઈક નહિ સૂકાએલ, એમ ત્રણ પ્રકારો થાય. તેવા ૧૦૮-એક વણિકને ત્યાં વાછરડા હતા, એક દિવસ તેને ઘેર કોઈ કારણે જમણવાર હેવાથી તેને કોઈ ચાર-પાણ આપી શકાયું નહિ, સહુ પિતાના કામમાં મશગુલ હતાં, એમ મધ્યાહ્ન થતાં ભૂખ્યા વાછરડાએ રડવા માંડયું તે સાંભળી શેઠની પુત્રવધૂ કે જેણે બહુમૂલ્યવાળાં આભરણ અલંકાર તાં તેણે વાછરડાને ચાર-પાણી ખવડાવ્યું. તે વેળા વાછરડાની દૃષ્ટિ માત્ર ચારા–પાણીમાં જ હતી, શેઠાણીના રૂપ કે વસ્ત્રાલકાર તરફ નહિ. તેમ સાધુએ પાત્ર કે પિડને જ સંદેશ–નિર્દોષ-જેવાં, પણ વહરાવનારના રૂપ, રંગ, કે આભરણ અલકાર તરફ લક્ષ્ય પણ આપવું નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy