SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ = = પિચ્છેષણમાં ઉત્પાદનના સોળ દે] ૧૧૭ રેગવાળાને તેના પ્રતિકાર કરનારા વૈદ્યોની ભલામણ કરે, અથવા તે તે ઔષધની સલાહ આપે, એમ રેગીઓને પ્રસન્ન કરીને તેઓની પાસેથી મેળવેલ પિડ “ચિકિત્સા દોષ વાળો કહેવાય. –ક્રોધદષ–દાતારને સાધુ “હું અમુક વિદ્યા-કે તપ વિગેરેથી પ્રભાવવત્ત છું એમ જણાવે, અથવા “રાજા વિગેરે પણ મારા ભક્ત (પૂજક) છે એમ કહે, એથી દાતારને “નહિ આપે તે વિદ્યા વિગેરેથી મારે પરાભવ કરશે, અથવા રાજા વિગેરે મને શિક્ષા કરશે એવો ભય પેદા થાય, અથવા ‘તું નહિ આપે તે હું તારું અમુક અમુક ખરાબ કરીશ” એમ કૈધ કરવારૂપ ભય બતાવે, ઈત્યાદિ દાતાને ભય પેદા કરીને મેળવેલો પિણ્ડ કેપિડુ” કહેવાય. ૮-માનપિડદોષ–આહારાદિ મેળવવાની પિતાની લબ્ધિની પ્રશંસા સાંભળીને ગર્વિષ્ઠ બનેલે, અથવા પિતાની પ્રશંસા વધશે એમ સમજીને જ્યારે “બીજાઓ માને ચઢાવ્યા હોય કે આ તે તું જ લાવી શકે ત્યારે માનની રક્ષા માટે, અથવા “તું શું લાવી શકવાને છે? તારામાં ક્યાં લબ્ધિ છે?” વિગેરે બીજાએ અભિમાને ચઢાવેલો સાધુ અહંકારથી ગૃહસ્થને પણ તે તે યુક્તિથી અભિમાને ચઢાવીને લાવે, તે રીતે લાવેલ પિ૩ “માનપિ૩ જાણવો. ૯-માયાપિડદેષ-આહારાદિ મેળવવા માટે જુદી જુદી રીતે વેષ બદલે, કે બેલવાની ભાષા બદલીને ગૃહસ્થને ઠગીને આહારાદિ લાવે, તે “માયાપિણ્ડ જાણ. ૧૦-લોપિડદેષ–ધણું કે સારું મેળવવાના લેભે ઘણાં ઘણાં ઘરોમાં ભમી ભમીને લાવેલો આહારદિપિડ તે “ભપિણ્ડ કહેવાય. ૧૧-પૂર્વ-પશ્ચિાસંતવપિડદોષ–અહીં પૂર્વ એટલે પિતૃપક્ષ અને પશ્ચાત્ એટલે શ્વસુરપક્ષ જાણે, તેમાં દાતાર (કે દાત્રી) સમક્ષ-પિતાનાં માતા-પિતા કે ભાઈ-બહેન યા પુત્ર પુત્રીની (તમારા જેવાં મારે પણ માતા-હેન વિગેરે હતાં, કે પિતા–ભાઈ હતા, ઈત્યાદિ પિતાની અને દેનારની ઉમ્મરનું અનુમાન કરીને સંબન્ધ રૂપે) ઘટના કરીને આહારાદિ મેળવે તે “પૂર્વ સંસ્તવ પિણ્ડ’ અને દાતારની સાથે શ્વસુરપક્ષના સંબન્ધીઓની એ રીતે ઘટના કરીને મેળવે તે “પશ્ચાત્ સંસ્તવ પિણ્ડ જાણો. ૧૨ થી ૧૫-વિદ્યા-મન્ન–ચૂર્ણ અને ગપિડદ –તેમાં મન્ત્રજાપ, હોમ, વિગેરેથી જે સિદ્ધ થાય કે જેની અધિષ્ઠાત્રી દેવી હોય તે વિદ્યા કહેવાય. એવી વિદ્યાના બળે મેળવેલ તે વિદ્યાપિઠ, પાઠ બેલવા માત્રથી સિદ્ધ થાય અથવા જેને અધિષ્ઠાયક દેવ હોય તે “મન્ત્ર કહેવાય, તેને પ્રયોગ કરીને મેળવેલાં આહારાદિ “મન્નપિડ', જેને નેત્રમાં આંજવાથી (રૂપ પરાવર્તન થાય) અદશ્ય વિગેરે થવાય, તે “ચૂર્ણ કહેવાય, તેના બળે મેળવેલાં આહારાદિ “ચૂર્ણપિડે’ અને જેને પાદલેપ વિગેરે કરવાથી હાલા-અળખામણા વિગેરે થવાય તે “યોગ કહેવાય, તેના બળે મેળવેલાં આહારદિને “યેગપિણ્ડ’ જાણ. ૧૬-મૂળકર્મપિડદેષ–ભિક્ષા મેળવવા માટે ગૃહસ્થ સ્ત્રીને ગર્ભ થંભાવ, ગર્ભ રહે તેવા પ્રયાગ કરવા, પ્રસૂતિ કરાવવી, તે માટે અમુક (ઔષધિનું) સ્નાન કરાવવું, મૂળીયાને ૧૦૩-અહીં ગૃહસ્થને ભક્તિને બદલે રાગ પેદા કરાવીને લેવું, તથા પિતે સંયમનું સત્વ નહિ. કેળવતાં ગૃહસ્થ સંબન્ધીઓના નામે દીનતા બતાવી લેવું વિગેરે દોષ સમજ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy