SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ પિચ્છેણામાં સેળ ઉદ્દગમ દ] ૧૧૩ કે ઘરની અપેક્ષાએ શ્રેણિબદ્ધ ત્રણ ઘરની અન્દરથી સામે આવેલું દ્રવ્ય તે ‘આચીર્ણ (સાધુને લઈ શકાય) છે, કારણ કે ત્રણમાંના એક ઘરમાં ભિક્ષા વહોરનાર અને પછીનાં બે ઘરમાં સફઘાટકનો બીજે સાધુ “સામે લાવનાર ગૃહસ્થ સચિત્તને સંઘદ્દો વિગેરે ભૂલ કરે છે કે નહિ ઈત્યાદિ શુદ્ધિ (અશુદ્ધિ) જેવામાં ઉપયોગ રાખી શકે તેમ છે. તેથી વધારે દૂર ઉપયોગ ન રાખી શકાય માટે “અનાચીણું સમજવું.) પાંચમા સ્થાપનાદેષમાં ત્રણ ઘરની અન્દર કરેલી સ્થાપના ઈત્વરી (અપકાલીન) હોવાથી તેને “ કમ્ય” જણાવેલી હોવા છતાં પુનઃ અભ્યાહતમાં ત્રણ ઘરની અન્દરથી આવેલું “આચીણું કહ્યું, તેમાં એ કારણ સમજવું કે સ્થાપનામાં અ૫કાલની અને અભ્યાહતમાં અ૫ક્ષેત્રની, એમ બેમાં જુદી જુદી અપેક્ષા (હાવાથી ભિન્નતા) છે. ૧૨–૧ભિન્ન–વસ્તુને ઉઘાડી–ઉખેડીને આપે તે “ઉભિન્ન કહેવાય. જેમકે કેઈ ગોળ, ઘી, વિગેરેના ભાજનને માટી વિગેરેથી લીંપીને બન્ધ કર્યું હોય, તે ઉપરની માટી વિગેરે ઉખેડીને તેમાંથી વસ્તુ વહરાવે ત્યારે આ દેષ લાગે, (અહીં ગાંઠ છોડીને પિોટકીમાંથી, તાળું ઉઘાડીને પેટી-કબાટ વિગેરેમાંથી, ઈત્યાદિ પણ ઉભિન્ન સમજી લેવું.) ૧૩-માલાપહત-માલા” એટલે “છીંકુ-માળીયું-છાજલી વિગેરે, તેમાંથી “અપહતી’ એટલે સાધુ માટે લાવેલું, તે “માલા+અપહત=માલાપહત સમજવું. “તેને ઊર્વસ્થિત, અધઃસ્થિત, ઉભયસ્થિત, અને તિર્યસ્થિત, એમ ચાર ભેદે છે. તેમાં ૧--અટ્ટાલીમાં-છાજલીમાં માળીયા-મેડા ઉપર કે છીંકા વિગેરેમાં મૂકેલું હોય, ત્યાંથી લઈને વહેરાવે તે “ઊર્ધ્વસ્થિત માલાપહત”, ર-ભેંયરા વિગેરેમાં નીચે મૂકેલું લાવીને વહોરાવે તે “અધઃસ્થિત માલાપહત ૩-કોઠાર, કેઠી, (ઉંચી પેટી-પટારા) વિગેરેમાં મૂકેલું હોય કે જેને લેતાં બહારથી પગ (પાનીએ) અદ્ધર કરી ઉંચા થવું પડે અને અન્દર નીચા નમીને બે હાથ લાંબો કરીને લઈ શકાય, એમ જેને લેવામાં શરીરને ઉંચું અને નીચું પણ કરવું પડે તેવું લાવીને વહોરાવે તે “ઉભયસ્થિત માલાપહત અને ૪-તિષ્ણુ ભીંતમાં ગોખલા વિગેરેમાં મૂકેલું બેઠાં બેઠાં કે ઉભાં ઊભાં લઈ શકાય તેવું હોવા છતાં સ્થાન વિષમ હોવાથી જેને લેતાં પડી જવા વિગેરેનો ભય રહે, કષ્ટપૂર્વક લઈ શકાય તેવા સ્થાને મૂકેલું ત્યાંથી લઈને આપે તે “તિર્યસ્થિત માલાપહત” સમજવું. ૧૪-આછુંધ-પારકું છતાં બળાત્કારે લઈને (ઝુંટવીને) સાધુને આપે તે “આચછેદ્ય કહેવાય. તેના ૧–સ્વામી એટલે રાજા પ્રજાજનો પાસેથી બલાત્કારે લઈને આપે તે “સ્વામિ ૯૭–ઉભિન્નમાં બાંધેલું છોડવામાં, લીપેલું ઉખેડવામાં, કે બન્ધ કરેલું ઉઘાડવામાં, એમ સાધુને નિમિત્તે તે તે પ્રવૃત્તિ કરવામાં ત્રસ, સ્થાવર વિગેરે જીવોની હિંસાદિ થાય. માટે તેવું સાધુને કપે નહિ. ૯૮-માલાપહૃતમાં સાધુને નિમિત્તે ઉપરથી કે નીચેથી સાધુ પાસે લાવવા માટે જવામાં, આવવામાં કે લેવામૂકવામાં જીવહિંસાદિ થાય, અને વિષ્ણુ પણ વિષમ સ્થાનેથી લેતાં લેનાર પડી જાય તો હાથ-પગ વિગેરે અવયવોને નુકસાન થાય, ત્રસજીવો ચગદાઈ જાય, વિગેરે સંભવ હોવાથી સાધુને તેવાં આહારાદિ લેવાં ક૯૫ નહિ. ૯૯-આચ્છેદ્યમાં સાધુને નિમિત્ત બીજાને અપ્રીતિ થાય, સાધુ પ્રત્યે અસદ્દભાવ થાય, તેથી મિથ્યાતને ખબ્ધ થાય અને દુર્લભબાધિપણું થાય. તે ઉપરાન્ત એ રીતે પણ આહારાદિ લેવાથી સાધુને દુશ્મને ઉભા થાય, પરિણામે આહારાદિ મેળવવા પણ દુર્લભ થાય, ઈત્યાદિ ઘણું અભ્યાર નું કારણ હોવાથી તેવું ભજન વિગેરે સાધુને લેવું ન કેપે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy