SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ [ધ સંભા. ૨ વિ. ૩-ગાહ ૯૩ ૧-સ્વદ્રવ્યકત, ર–સ્વભાવકીત, ૩-પદ્રવ્યકત અને ૪-૫રભાવકીત. તેમાં સાધુ ગૃહસ્થને પિતાને ભક્ત બનાવવા (મન્નેલા) ચૂર્ણ-ગોળી વિગેરે દ્રવ્ય આપીને તેના બદલામાં આહારાદિ વસ્તુને મેળવે તે “સ્વદ્રવ્યકત અને આહાર આદિ મેળવવાના ઉદ્દેશથી ધર્મકથા (વ્યાખ્યાન) વિગેરે કરી શ્રોતા વિગેરેને આવર્જન કરીને તેના બદલામાં તે તે વસ્તુ મેળવે તે “સ્વભાવક્રત કહેવાય. (સાધુ પ્રત્યેની અતિ ભક્તિથી તેને દાન આપવાની બુદ્ધિએ) ગૃહસ્થ પિોતે સચિત્ત, અચિત્ત કે મિશ્ર કઈ દ્રવ્ય બીજાને આપીને તેના બદલામાં તેની પાસેથી સાધુને આપવા યોગ્ય વસ્તુ મેળવે તે “પદ્રવ્યક્રત અને સાધુને ભક્ત કઈ મંખ લોકેને ચિત્રો બતાવી આજીવિકા મેળવનારે ભિક્ષુક વિશેષ) કે ગર્વ, વિગેરે પોતાની તે તે કળાથી બીજાને ખુશી કરીને બદલામાં તેના પાસેથી સાધુને આપવા માટેની વસ્તુ મેળવીને સાધુને આપે તે પરભાવક્રત કહેવાય. ૯-કામિયક–સાધુને આપવા માટે જે વસ્તુ ઉચ્છિન્ની (બદલે તેવી પાછી આપવાની કબૂલાતથી ઉધારી લેવામાં આવે તે “પ્રામિત્યક દેષ, તેના લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકારે છે. તેમાં ગૃહસ્થ ઉછિનું લાવીને સાધુઓને આપે તે “લૌકિક અને પરસ્પર સાધુઓ જ વસ્ત્ર વિગેરે બીજી તેવી વસ્તુ મેળવીને પાછી આપવાની શરતે ઉધાર લે તે લોકોત્તર-પ્રામિત્યક જાણવું.૯૪ ૧૦-પરિવર્તિત–પોતાનું બગડી ગએલું ઘી વિગેરે બીજાને આપીને બદલામાં તેની પાસેથી સારું તાજું ઘી વિગેરે મેળવીને સાધુને આપવું તે “પરિવર્તિત કહેવાય.આના પણ પ્રામિયકની જેમ લૌકિક અને લોકોત્તર એવા બે ભેદે સમજી લેવા. ૧૧-અભ્યાહત–ઘેરથી કે પિતાના ગામથી સાધુને વહોરાવવાની વસ્તુ સાધુ હોય ત્યાં સામે લઈ જવી તેને “અભ્યાહત કહેલું છે, તેના બીજાઓ જાણે એ રીતે લઈ જવું તે “પ્રગટ” અને કેઈ ન જાણે તેમ લઈ જવું તે “ગુપ્ત (પ્રચ્છન્ન) એમ બે પ્રકારે જાણવા. તદુપરાન્ત તેના આચીણું–અનાચીણ વિગેરે પણ ઘણા પ્રકારો છે, તેમાં ઉત્કૃષ્ટથી સે હાથની અંદરથી તે તેણે શાસ્ત્રને વેચીને પિતાની આજીવિકા ચલાવી ગણાય. આવું કરવાથી શાસ્ત્રોની અને શાસનની માટી આશાતના થવાથી જીવ દૂલભાધિ બને છે અને મિથ્યાત્વને વશ થઈ સંસારમાં ભટકતે થઈ જાય છે. અન્યભામાં ભેજન આદિ નહિ મળવાનું કે જીહા વિગેરે ઇન્દ્રિ એનું પણ દુ:ખ ભોગવવું પડે છે, ૮૪-કામિયકમાં પણ ઉધારે કે બદલે લાવ્યા પછી પાછું આપવું ભૂલી જાય, કે આપવા જેવી સ્થિતિ પાછળથી ન રહે તો દાતારને લેણદારની તાબેદારી વિગેરે કષ્ટો ભેગવવાને પ્રસંગ આવે, તેમાં સાથ નિમિત્ત બને તેથી સાધુને પણ દોષ લાગે, માટે તેને નિષેધ સમજવો. ૯૫-પરાવર્તિત પણ વહેરાવ્યા પછી તે સ્ત્રીને પતિ જાણે તે પિતાને અપયશ થય માનીને સ્ત્રીને તર્જના કરે, અથવા બદલે આપનારને પતિ જાણે તે સાફ આપી હલકું લેવાના કારણે તે પિતાની સ્ત્રીને તર્જનાદિ કરે, એમાં સાધુ નિમિત્ત બને, માટે અક૯ય છે. ૯૬-અભ્યાહુતમાં તો સાધુને વહેરાવવાના કારણે સામે લઈને આવવામાં રસ્તે થતી વિરાધના, લેવામાં લાવવામાં, કે મૂકવામાં સંભવિત ત્રસ જી વિગેરેની વિરાધના અને ભાજન ખરડાયાથી તેને અગે થતી વિરાધના સ્પષ્ટ છે, માટે તે લેવાથી સાધુને દોષ લાગે. મુખ્યતયા સાધુને આચાર એવો છે કે જે વસ્તુ ગૃહસ્થ પિતાના પ્રજને જયાં જેવી સ્થિતિમાં મૂકેલી હોય ત્યાંથી વહેરાવતાં તેને લેવા મકવા વિગેરેમાં હિંસાદિ ન થાય તે રીતે લેવી જોઈએ. અભ્યાહતમાં એ આચારનું પાલન થઈ શકે નહિ, માટે સાધુએ સામે આવેલાં આહારદિ લેવાં જોઈએ નહિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy