SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ પિચ્છેષણામાં સેળ ઉદ્દગમ ] ૧૧૧ વિવાહાદિ કાર્ય “સાધુઓને અમુક કાળ પછી એગ મળશે એવી બુદ્ધિએમડું કરે તેને પણ પ્રાકૃતિકા' કહી છે. અર્થાત્ સાધુને દાન આપવાની બુદ્ધિએ ગૃહસ્થ વિવાહાદિ કાર્યને મેડું કે વહેલું કરે તે પ્રાભૂતિકા જાણવી, વિવાહાદિ મટાં કાર્યોમાં અમુક દિવસે કે મહિનાઓનું વહેલું-મોડું થાય તેથી તેને “બાદરપ્રાભૂતિકા” કહી છે, અને તે જ દિવસે કરવાના કાર્યને પણ ડું વહેલું કે મેડું કરવું તેને “સૂમપ્રાકૃતિકા કહી છે. જેમ કે કોઈ સ્ત્રી સુત્રનું કાંતણ વિગેરે કાર્યમાં વ્યગ્ર હોય, તે વેળા બાળક ખાવા માટે મડકાદિ માગે, તેને રડતું અટકાવવા તે સ્ત્રી આશ્વાસન આપે કે રડીશ નહિ, નજીકના ઘરમાં આવેલા મુનિ આપણા ઘેર આવશે, તેમને દાન આપવા માટે ઉઠીશ ત્યારે તેને પણ આપીશ. પછી સાધુ આવે ત્યારે તેમને ભિક્ષા આપવા માટે ઉઠેલી તે સ્ત્રી બાલકને પણ આપે (એમ વહેલું કરવાનું કાર્ય મોડું કરે) તે ઉત્પવષ્કણ કહેવાય, એ રીતે પુણીઓને કાંતવાનું કાર્ય પૂર્ણ થાય ત્યાં સુધી બાળકને વિલમ્બ કરાવવાની ઇચ્છાવાળી પણ સ્ત્રી વચ્ચે સાધુ આવવાથી વહેરાવવા ઉઠે ત્યારે (ફરી ઉઠવું ન પડે એ ઉદ્દેશથી) બાળકને પણ તે જ વેળા ભેજન આપે તે (કરવાનું કાર્ય વહેલું કરવાથી) “અવqષ્કર્ણ કહેવાય. આ શબ્દોની સિદ્ધિ એ રીતે થાય છે કે જે કામ કરવાને જે સમય હોય તે તેના સમયથી “ઉત્ત” એટલે આગળા–ભવિષ્યમાં “વત્ર એટલે ખેંચવું, તે ઉત્+ધ્વષ્કણ =ઉત્પવષ્કણ અને કામ કરવાને જે સમય હોય તેનાથી ‘વ’ એટલે અર્વાફ (વહેલું) “A =કરી લેવું, તે “અવqષ્કણ અવશ્વષ્કણ કહેવાય. (એમ બાદર અને સૂકમ બન્ને પ્રાકૃતિકાઓમાં કાર્ય ડું કે વહેલું. કરવાથી “ઉત્પવષ્કણ અને અવqષ્કણ” એવા બે પ્રકારે પડે છે.) –પ્રાદુકરણ–દેવા ચોગ્ય પદાર્થ અન્ધારામાં હોય, તે તેને ચક્ષુદ્વારા જોઈ ન શકવાથી સાધુઓ વહોરતા નથી એમ સમજીને ત્યાં અગ્નિ કે દીવો સળગાવીને, અથવા મણી વિગેરેથી પ્રકાશ કરે, અથવા ભીંત તોડીને (જાળી–આરી મૂકીને) પ્રકાશ કરે, કે વહેરાવવાની વસ્તુ અન્ધારામાંથી બહાર પ્રકાશમાં લાવીને મૂકે, “એમ અન્ધારામાં રહેલી વસ્તુને પ્રગટ કરવી તે પ્રાદુષ્કરણ” કહેવાય. તે ૧દાનમાં દેવા ગ્ય વસ્તુ હોય ત્યાં પ્રકાશ કરવાથી અને ૨ઘરમાં (અન્ધારામાં) હોય ત્યાંથી વસ્તુને બહાર પ્રકાશમાં લાવવાથી, એમ બે પ્રકારે થાય છે. ૮-કીત—સાધુના માટેની વસ્તુ મૂલ્યથી ખરીદવી તે “ક્રત” કહેવાય®તેના ચાર ભેદે છે, ૯૨-પ્રાદુષ્કરણમાં તે સાધુને દાન દેવાના ઉદ્દેશથી દી સળગાવવાથી કે જાળી, બારી વિગેરે મૂકી પ્રકાશ કરવાથી અગ્નિ-પાણી–માટી વિગેરે સ્થાવરજીવોની હિંસા સ્પષ્ટ છે. ઉપરાન્ત અન્ધારામાંથી પ્રકાશમાં લાવીને મૂકતાં ત્રણ વિગેરેની હિંસા પણ સંભવિત છે, માટે તે લેવાથી સાધુને તે દોષ લાગે છે. ૯૩-સાધુના નિમિત્ત ખરીદવામાં ધનનો વ્યય થાય, એ ધનને સાધુએ ઉપયોગ કર્યો ગણાય, અને ધનને મેળવવામાં સેવાયેલાં પાપાનને ભાગીદાર સાધુ બને. માટે ઉત્સર્ગ માગે સાધુને પિતાના બાહ્ય જીવનની (શરીરની) સગવડ અથે ગૃહસ્થનું અ૯૫ ધન પણ ખરચાવવાને અધિકાર નથી. ગૃહસ્થ પિતાના જીવન માટે લાવેલું કે-તૈયાર કરેલું હોય તેનાથી નિર્વાહ કર એ તેને આચાર છે. વળી સુધારા અને સુધારવા શ્રાવક અને સાધુને એ આચાર છે કે ગૃહસ્થ કોઈ જાતના બદલાની આશા વિના સાધુની સેવા કરે અને સાધુ કોઈ જડની લાલસા વિના તેને ધર્મનું દાન કરે. તેને બદલે ઉપદેશાદિ દ્વારા કે મતન્નાદિ આપવા દ્વારા સાધુ જે ગૃહસ્થ પાસેથી આહારાદિ ઈષ્ટ વસ્તુ મેળવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy