SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ [ધ સં૦ ભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૯૩ એના યાવર્થિકમિશ્રજાત, પાખડમિશ્રજાત અને સાધુમિશ્રજાત, એમ ત્રણ ભેદ છે. (કેઈપણ યાચકને આપવા ભેગું તૈયાર કરેલું “યાવદર્શિકમિશ્ર, પાખડી તથા ચરક વિગેરે પાંચ પ્રકારના શ્રમણોને આપવા માટે ભેગું તૈયાર કરેલું “પાખડમિશ્ર, અને કેવળ જનસાધુઓને આપવા માટે ભેગું બનાવેલું “સાધુમિશ્ર સમજવું). અહીં શ્રમણોને પાખડીઓમાં ભેગા ગણવાથી “ શ્રમણમિશ્રજાત” એવો જુદો ભેદ નથી કહ્યો. પ-સ્થાપના–સાધુ વિગેરેને આપવા માટે કેટલાક સમય સુધી મૂકી રાખવું તે, અથવા “આ સાધુને આપવા માટે છે એમ હદયથી કલ્પીને અમુક કાળ સુધી સંભાળી રાખવું તે “સ્થાપના કહેવાય. જે પિડ વિગેરેની આ સ્થાપના કરાય તે દાન દેવા માટેના પિણ્ડ (આહારાદિ) પણ “સ્થાપના કહેવાય. આ સ્થાપના ૧–સ્વ (મૂળ) સ્થાને અને ૨-પર (બીજા) સ્થાને, એમ બે પ્રકારે થઈ શકે, તેમાં ભોજનનું સ્વાસ્થાન ચુલ્લી વિગેરે જ્યાં તેને તૈયાર કર્યું હોય તે, અને પરસ્થાન ત્યાંથી જ્યાં છીંકા વિગેરેમાં મૂકાય તે છીંકુ વિગેરે. આ બન્નેના પણ અનન્તર અને પરંપર એમ બે બે ભેદે છે. તેમાં “ઘત વિગેરે મૂકી રાખવા છતાં જેનું સ્વરૂપ બદલાય નહિ તેવા પદાર્થોની સ્થાપનાને “અનન્તર સ્થાપના સમજવી. કાળની અપેક્ષાએ તે (ઉત્કૃષ્ટથી) દેશેન્યૂન કેડપૂર્વવર્ષો સુધીની થઈ શકે, એથી તેને “ચિરસ્થાપના પણ કહી છે. કારણ કે તે પદાર્થની હયાતિ સુધી રહી શકે છે. બીજી વિકાર થવાના સ્વભાવવાળા દૂધ-દહીં-માખણ વિગેરેની સ્થાપનાને પરસ્પર સ્થાપના જાણવી. દૂધની સ્થાપનાને તે દિવસે “અનન્તર' સમજવી. તે ઉપરાન્ત સાધુ જ્યાં વિહરતા હોય તે ઘર સહિત ત્રણ ઘર છોડીને પછીનાં ઘરમાં વહોરાવવા માટે કેઈએ હાથ વિગેરેમાં લીધેલી ભિક્ષાને પણ સ્થાપના કહેવાય. કારણ કે એકણિમાં રહેલાં ઘરોમાં સંઘાટકે વહોરવા નીકળેલા સાધુઓ પૈકી એક સાધુ એક ઘરમાં વહરતો હોય ત્યારે બીજે સાધુ તે પછીનાં બે ઘરમાં ઉપયોગ રાખી શકે, તેવો સંભવ હોવાથી ત્રણ ઘરે સુધી વહરાવવાની કઈ વસ્તુ કેઈ હાથમાં લઈને ઉભો રહે તો પણ તે ઇવરી (અલ્પકાલ માટે) હેવાથી કપ્ય છે, સ્થાપનાદેષથી દૂષિત નથી, તે પછીનાં ઘરમાં કોઈ તેમ કરે તે દોષ ગણાય. ૬-પ્રાભૂતિકા–કેઈને અમુક કાળે વિવાહાદિ કાર્ય કરવાનું હોય તે, એમ વિચારે કે હાલમાં સાધુઓ અહીં છે, તેઓને દાન દેવાને લાભ પણ મળશે માટે વિવાહાદિ કાર્ય અત્યારે જ કરવું ઠીક છે આવી બુદ્ધિથી ગૃહસ્થ તે કાર્યને વહેલું કરે ત્યારે તે પ્રસગે ત્યાંથી પિડ લે તેને સિદ્ધાન્તની ભાષામાં “પ્રાતિકા' કહી છે, એ રીતે તે નજીકમાં કરવાનું ૯૦-ઔશિકમાં જણાવ્યા પ્રમાણે સ્થાપનામાં પણ રાખી મૂકવાથી ભાજન ખરડાવાને, જીવહિંસા થવાને, વિગેરે પ્રસંગે સંભવિત છે માટે તે દોષિત સમજવું. કારણ કે જે વસ્તુ જેની માલિકીની બને તેમાં થતી હિંસાનું પાપ પણ તેને લાગે છે, એક ઘરમાં કોઈનું ખૂન થાય તે જવાબદાર ઘરને માલિક ગણાય છે, એ પ્રમાણે અહીં પણ સ્થાપના સાધુને ઉદ્દેશીને કરવાથી તેવું લેવાથી તેમાં સંભવિત હિંસાને જવાબદાર પણ સાધુ બને, માટે તે લેવાનો નિષેધ કરેલો છે, એ સ્પષ્ટ સમજાય તેવું છે. ૯૧-“પ્રાતિકામાં પણ ગૃહસ્થ ભજન કે વિવાહાદિ સાવધકાર્યો વહેલાં મોડાં કરે તેમાં સાધુનું નિમિત્ત હોવાથી એ સાવધ (આરમ્ભવાળા) કાર્યોથી તૈયાર થએલા આહારાદિ લેવાથી સાધુને દોષ લાગે છે, પાપને ભાગીદાર બને છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy