SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ પિશ્કેષણામાં સેળ ઉદ્દગમ દ] ૧૦૯ કે ઘર તજેલા સાધુ-સંન્યાસી) સર્વ કઈ યાચકોને આપવાની કલ્પના કરવી તેને “ઉદેશ” કહ્યો છે, ર–ચરક (સમૂહબદ્ધ ફરનારી ત્રિદડી સંન્યાસીઓની એક જાતિ), પાખડી (સંન્યાસીની એક જાતિ,) તેને માટે જે કપેલું હોય તેને “સમુદેશ કહ્યો છે, ૩–નિર્ચન્થ જૈનમુનિઓ), શાક્ય (બૌદ્ધો), તાપસે (પચારિન વિગેરે તાપને સહન કરનારા સંન્યાસીઓની જાતિ વિશેષ), નૈરિકે (લાલ ભગવા રંગથી રંગેલાં વસ્ત્ર પહેરનારા તાપસ વિશેષ) અને આજીવિક (શાળક મતના અનુયાયી), એ પાંચ પ્રકારના શ્રમણે માટે કપેલું હોય તેને “આદેશ” અને ૪-ભાત્ર નિર્ચન્થ (જૈન) સાધુઓને આપવાની કલ્પના કરી તેને “સમાદેશ” કહેવાય છે. કહ્યું છે કે – "जावंतिअमुद्देसं, पासंडीणं भवे समुद्देसं । समणाणं आएसं, णिग्गंथाणं समाएसं ॥१॥" (पिण्डनि० गा० २३०) ભાવાથ– “કોઈ પણ યાચકને આપવાની કલ્પના તે ઉદ્દેશ, પાખડીઓ માટેની કલ્પના તે સમુશ, શ્રમણોને આપવાની કલ્પના તે આદેશ અને નિર્ગસ્થ મુનિઓને આપવાની કલ્પના તે સમાદેશ કહેવાય છે.” એ પ્રમાણે ત્રણના ચાર ચાર ભેદ થવાથી વિભાગીદેશિકના કુલ બાર પ્રકારે અને એક ઓધૌશિક, એમ ઔદેશિકના“કુલ તેર પ્રકારે જાણવા. અહીં પ્રથમથી જ સાધુઓને માટે તૈયાર કરાય તે “આધાકર્મ અને પિતાને માટે બનાવેલું હોય તેમાં પાછળથી દાન દેવાની કલ્પના કે સંસ્કાર કરે તે શિક, એમ બનેમાં ભેદ સમજો. ૩-પૂતિકર્મ–આધાકર્મિકપિણ્ડના એક અંશમાત્રથી પણ મિશ્ર થયેલું આહારાદિ દ્રવ્ય શુદ્ધ હોય તે પણ “અશુચિ પદાર્થથી ખરડાયેલું પવિત્ર દ્રવ્ય પણ અપવિત્ર થાય તેમ તે પ્રતિક દોષવાળું સમજવું. માટે આધાર્મિક વિગેરેના એક અંશમાત્રથી પણ ખરડાયેલાં ભાજનચાટ-કડછી-કડાઈ–કુડી વિગેરેની સહાયથી શુદ્ધ પણ આહારાદિ વહોરવું નહિ.૯ ૪-મિશ્રજાત–પિતાના અને સાધુ વિગેરેના નિમિત્તે ભેગું તૈયાર કરેલું, અર્થાત્ પ્રથમથી જ પિતાના માટે અને સાધુ આદિને આપવા માટે ભેગું તૈયાર કરેલું તે મિશ્રજાત જાણવું ૮૮–ૌશિકમાં સાધુ વિગેરેના ઉદ્દેશથી ક૯૫વાનું અથવા જાદું કરવાનું છે, તેમાં પણ તે તે પાત્રને ખરડાવામાં, દેવામાં, ઈત્યાદિ પ્રસંગોમાં હિંસા સંભવિત છે. વળી આહાર એક શસ્ત્ર છે, તેમાં ઉડીને પડેલા કે ચઢેલા જન પ્રાય: નાશ થાય છે. જીવ માત્ર આહારની શોધમાં ભમતા હોવાથી આહાર ઠાય ત્યાં પહોંચી જાય છે. તેથી અનાનથી તેમાં પડી મરી જાય વિગેરે હિંસા પણ સંભવિત છે. તદુપરાન્ત “કત અને કર્મ' જેનું સ્વરૂપ અહીં જણાવ્યું છે તેમાં તે સ્પષ્ટ હિંસા છે જ. એવી હિંસાદિ કર્યા વિના પણ સર્વ યાચકોને ઉદ્દેશીને જે રાખ્યું હોય તેને લેવા જતાં બીજા યાચકને ભાગ પડવા વિગેરે કારણે ઓછું મળવાથી અપ્રીતિ આદિ પણ થવાનો સંભવ છે. એમ અનેક દેશનું કારણ હેવાથી નિષેધ સમજવો. જો કે આમાં સાધુ કંઈ જવાબદાર નથી, કારણ કે ગૃહસ્થ કર્યું હોય છે, તે પણ તેને લેવાથી, ભેગવવાથી કે ઈચ્છવાથી સાધુને અનુમોદનારૂપ દોષ લાગે છે. ૮૯–દુધના મોટા ભાજનમાં પડેલું એક ઝેરનું બિન્દુ પણ બધા દુધને ઝેરી બનાવે છે, તેમ આધાકર્મ દોષના બિન્દુમાત્રથી પણ બીજો શુદ્ધ આહાર દોષિત બને છે, માટે વિઝાના લેશવાળા અપવિત્ર ભોજનની જેમ તેને દોષિત કહ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy