SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ નિષિદ્ધઘરમાં ગોચરી જવાથી દે, અને ચાર પ્રકારના અભિગ્રહ] ૧૦૧ બતાવવા વિગેરે ઔચિત્ય સમજવું. એ રીતે પૂછીને તે સ્થાપનાકુલમાં અને (છિપા વિગેરેનાં) નિષિદ્ધ ઘરમાં ગોચરી લેવા ન જાય. કહ્યું છે કે "ठवणामिलक्खुनिंदु, अचियत्तघरं तहेव पडिकुटुं । एअंगणधरमेरं, अइक्कमंतो विराहेजा ॥" ओपनि० गा० ४४० ।। ભાવાર્થ–“સ્થાપનાકુલે, મ્લેચ્છનાં ઘરે, નિન્દઆચારવાળાઓનાં ઘરે, અપ્રીતિવાળાનાં (અશ્રદ્ધાળુઓનાં ઘરે, તથા “છિપા વિગેરેનાં કે સૂતકીનાં ઘરમાં સાધુએ આહારાદિ માટે જવું નહિ, ગણધરની આ મર્યાદાનું ઉલ્લંઘન કરે તે દેશન-જ્ઞાનાદિને વિરાધક જાણવો.” નિષિદ્ધ ઘરમાં જનારને મહાદેષ કહ્યો છે. કારણ કે– છાયાવંતો વિ, સંકશો કુટું પુરૂં વોર્દિા आहारे निहारे, दुगुंछिए पिंडगहणे अ॥' ओघनि० गा० ४४१॥" તેને પામેલો કે તેને અભ્યાસી જીવ ઔચિત્યની ઉપેક્ષા કરીને કદાપિ શેભા પામે નહિ, આત્મગુણેની જેમ ઔચિત્યાદિ બાહ્ય વ્યવહારે પણ શાસન પ્રભાવનાનું વિશિષ્ટ અંગ છે. - ૮૩–જો કે જૈનદર્શનમાં તાત્વિક દૃષ્ટિએ ઉચ્ચનીચને ભેદ માન્ય નથી, ઉપચારથી માનેલે છે, તે પણ એનું પાલન કરવું જ જોઈએ. કારણ કે ઉપચાર એ કઈ ઉપેક્ષણીય વસ્તુ નથી, પણ વ્યવહારધમનું મૂળ છે. કારણ કે સર્વે વ્યવહારો ઉપચારથી જ ચાલે છે. એકાન્ત નિશ્ચયદૃષ્ટિએ વ્યવહાર ભલે નકામે દેખાય, પણ વ્યવહાર વિના તત્ત્વની પ્રાપ્તિ જ સંભવિત નથી. જો ઉપચારને માટે અકિચિકર માનવામાં આવે તો પાષાણાદિની જિનમૃતિ, દ્રવ્યવેષથી સાધુ, ક્રિયા, કે બાહ્ય તપ, વિગેરે અનુષ્ઠાનની પણ કંઈ કિસ્મત રહે નહિ. એ વિષયની ચર્ચા આ ગ્રન્થમાં ગ્રન્થકારે પણ દીક્ષાના વિધિના પ્રસગમાં કરી છે. એથી સમજાય છે કે ઉપચારરૂપ વહારધર્મ એ સ્યાદ્વાદસ્વરૂપ જૈનદર્શનનું એક મહત્ત્વનું પડખું છે. માટે અહીં આત્મદષ્ટિએ નીચ ઉચ્ચ ભેદ નહિ માનનારા પણ જનદર્શને વ્યવહારથી નિષિદ્ધ (હલકે ધંધા કરનારાના) કુળોમાંથી આહારાદિ લેવાને નિષેધ કર્યો છે. આ વ્યવહારના વિધાનમાં પણ જિનદર્શનની દૃષ્ટિ ઘણી ઉદાર (ઉપકારક) છે, તેની માન્યતા પ્રમાણે ઉત્તમ ભાવોને અનાદર, દુરૂપયોગ કે આશાતનાદિ કરવાથી જીવને “નીચગોત્ર વિગેરે હલકું કર્મ બંધાય છે, અને તેના ઉદયથી હલકા કુળમાં જન્મ, હલકે ધ, વિગેરે સંગે તેને પ્રાપ્ત થાય છે, તેને સમભાવે ભેગવી લેવાથી જ તે કર્મો ખપે, અને સાથે ઉચ્ચગેત્ર વિગેરે શુભ કર્મોને બન્ધ થતાં સારી ગતિ, ઉત્તમકુળ, વિગેરે મળે, કે જ્યાં ધર્મ સામગ્રીને સંયોગ થાય. સ્વતકર્મોદયાનુસાર મળેલ હલકા ભાવેને તિરસ્કાર કરવાથી પુનઃ એથી ય વધુ હલકા ભાવોને વશ થવું પડે છે, માઠી ગતિમાં જન્મ લેવા પડે છે, માટે ભવિષ્યના વધુ અહિતમાંથી બચાવવા જિનદર્શન વર્તમાનમાં મળેલા હલકા ભાવોમાં પણ સમતા (ઉપેક્ષા) કેળવી તેને અનુસરતું જીવન જીવવાની ભલામણ કરે છે. શુભકમના ઉદયથી ઉચ્ચભાવને પામેલા બીજાએાને વિનય, સમાન, વિગેરે કરવાથી પણ પિતાનાં નીચ સામગ્રી પ્રાપક કર્મોને ક્ષય થાય છે, વિગેરે તાત્વિક દૃષ્ટિએ વિચારતાં સમજાશે કે જૈનદર્શનને વ્યવહાર ધર્મ સુખી દુ:ખી, શ્રીમન્ત-દરિદ્ર, રાની -અજ્ઞાની, ભાગી-ગી, કે ત્યાગી-રાગી સર્વ જીવોનું હિત કરનાર છે. પૂર્વકાળે વિશિષ્ટજ્ઞાનના ધારક આગમવિહારીઓ હતા, એથી તેઓ ભાવિ હિતા-હિતને જાણતા હોવાથી હિતકર પ્રવૃત્તિ કરવા માટે અધિકારી હેતા, વર્તમાનમાં તેવા વિશિષ્ટ જ્ઞાનના અભાવે આજ્ઞાવ્યવહાર (જિનાજ્ઞાપ્રધાન જીવન) છે, એથી શાસ્ત્રોક્ત વ્યવહારધર્મનું પાલન અતિ આવશ્યક છે. વ્યવહારની ઉપેક્ષા એ આત્મત્ત્વની ઉપેક્ષા કરવા તુલ્ય છે. શાસ્ત્રમાં તેનું ફળ દુર્લભાધીપણું વિગેરે કહેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy