SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ [૦ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૯૩ જેવાં (શોધવા તે માટે ફરવું) અને તેમાં “એષણ” એટલે શોધવાની વેળાને, કે શોધવા માટેના (કહેવાશે તે ઉદ્દગમાદિ દેને વિચાર કર, એમ “ગવેષણ અને એષણા બે પદો મળીને ૧-ગવેષણષણ” સમજવી. આહારાદિ લેતાં કે લેવા માટે વિચાર કરે તે ર–ગ્રહણષણા અને ગ્રાસ એટલે ભજન, તેના સમયે અથવા તે સંબન્ધમાં વિચાર કરવો તે ૩-ગ્રાસેષણ સમજવી. તેમાં ગોચરી માટે નીકળતાં પહેલાં “લઘુશંકા ટાળવી વિગેરે જે ઉપર કહ્યો તે સઘળે ગવેષણષણાને વિધિ જાણો. ગષણષણાનું વર્ણન આ પ્રમાણે આઠ દ્વારેથી કરેલું છે– " पमाणे १ काले २ आवस्सए अ ३, संघाडए अ४ उवगरणे ५। मत्तग ६ काउस्सग्गो ७, जस्स य जोगो ८ सपडिवक्खो ॥४११॥ओघनियुक्ति।। વ્યાખ્યા–“=કેટલીવાર ગૃહસ્થને ત્યાં ભિક્ષા માટે જવું? તેનું વિધાન કરવું, અર્થાત બે વાર જવું, એક વાર અકાળે વડીનીતિ (સ્થડિલ જવા)ની બાધા થતાં તે માટે પાણી ૭૬ લેવા અને બીજી વાર ભિક્ષા લેવા. એમ ઘનિર્યુક્તિના ભાષ્યમાં જણાવેલ નિર્ણય અહીં દ્વારગાથાના સમ્બન્ધમાં જણાવ્યું, આગળ પણ એમ સમજવું. બીજું ‘ટ’ એટલે ભિક્ષાની ગષણા ક્યારે કરવી? ઉત્તર-ભિક્ષાના (ગૃહસ્થના ભજનના) સમયે, અને પહેલી સૂત્રપરિસી અડધી થાય ત્યારે, બૃિહત્કલ્પની ટીકામાં તે જણાવ્યું છે કે-જે તપસ્વી, બાળક અથવા વૃદ્ધ સાધુ ગૃહસ્થના ઘેરથી પૂર્વ દિવસનું વાસી રહેલું જે (કચ્છ) મળે તેનાથી “પ્રથમાલિકા એટલે પ્રાતઃભજનની ઈચ્છાવાળી પહેલી પિરિસી પૂર્ણ કરીને લેવા માટે નીકળે, જે તેટલો સમય પણ નિર્વાહ ન થાય તે પરિસી અડધી થયે નીકળે. કારણ કે–સાધુ અતિપ્રભાતે આહારાદિ માટે ફરે તે “માસલઘું પ્રાયશ્ચિત્ત લાગે અને ભદ્રિક (ભક્ત) ગૃહસ્થ દોષિત (પણ) વહેરાવે. જેઓ પ્રાન્ત (એટલે ક્ષુદ્ર કે સાધુના-દ્વેષી) હોય તેઓ નિન્દા પણ કરે, વિગેરે દોષો લાગે] “જાવર એટલે લઘુ-વડીનીતિ વિગેરેની બાધા ટાળીને જાય, નહિ તે માર્ગમાં કરવાથી ધર્મને ઉહ (હલકાઈ) થાય. ચોથું “સંઘાટ” એટલે એકલા નહિ જતાં બીજા સાધુની સાથે જવું. એકાકી જવાથી કેઈ ને, કેઈ છેષીને વિગેરે ઉપદ્રવ થવાનો સંભવ રહે તે સ્પષ્ટ છે. [સાધુને એકલા થવાનાં કારણે કહ્યાં છે કે " गारविए काहीए, माइल्ले अलस लुद्ध निद्धम्मे । दुल्लह अत्ताहिट्ठिअ, अमणुन्ने वा असंघाडो !" बृहत्कल्प-१७०३॥ આ વ્યાખ્યા–૧-ગવિષ=‘હું જ ગોચરીની લબ્ધિવાળો છું વિગેરે અભિમાની. તાત્પર્ય કે સંઘાડાના બે સાધુઓ પૈકી એક રત્નાધિક (વડીલ) છતાં આહારાદિ મેળવવાની લબ્ધિ રહિત અને બીજો અવમરત્નાધિક (લઘુ) છતાં લબ્ધિવન્ત હય, તેથી આગળ થઈને તે ભિક્ષાને ૭૬-પૂર્વકાળે પરિગ્રહના ત્યાગરૂપ પાંચમા મહાવ્રતમાં “સંનિધિ' નામને દોષ પણ ન લાગે તે ઉદ્દેશથી મુનિઓ પાણી પણ રાત્રે રાખતા નહિ, તેથી સ્થડિલ માટે પાણીની જરૂર પડે ત્યારે જ તે લાવતા. અર્થાત્ આહારદિની નિયમિતતાથી શરીરનું બન્ધારણ સારું હોવાથી રાત્રે પાણી રાખવાની જરૂર રહેતી નહિ. વર્તમાનમાં તેવું શરીરસ્વા ન હોવાના કારણે ક્ષાર નાખેલું પાણી રાત્રે રાખવું તે ઉચિત છે, એમાં છેષ માનનારા ઉત્સ-અપવાદરૂપ વ્યવહારને સમજતા નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy