________________
વિહારને અને ભિક્ષાને સમય તથા ઉપગને વિધિ]. નિર્દોષ ભિક્ષા કહેલી હોવાથી તે “સર્વસમ્પત્કરી જાણવી.૭૪
ભિક્ષા માટે પરિભ્રમણને કમ આ પ્રમાણે છે-જ્યારે સમય થાય ત્યારે સાધુ માત્રાદિની બાધા ટાળીને ગુરૂને ખમાસમણ દેવા પૂર્વક મુખવસ્ત્રિકાનું પડિલેહણ કરીને પુનઃ ખમાસમણ દઈ “મવન પાત્રામાં સ્થાને સ્થાપયામિ' કહીને પાત્રાનું પ્રતિલેખન–પ્રમાર્જન કરીને પહેલા સાથે ઝેળીમાં ગ્રહણ કરે અને ડાબા હાથમાં દડે પકડીને ગુરૂ સન્મુખ ઉભું રહી ઉપયોગને કાયોત્સર્ગ કરે. વર્તમાન સામાચારી પ્રમાણે તે બાળ-લાન-વૃદ્ધ, વિગેરે અસહુ સાધુઓના અનુગ્રહ (ભક્તિ) માટે પ્રભાતમાં જ આ ઉપયોગને કાર્યોત્સર્ગ કરાય છે. કહ્યું છે કે
"पत्ते भिक्खासमये, पणमिअ पडिलेहिऊण मुहपुत्ति।। नमिऊण भणइ भयवं !, ठाणे ठावेमि पत्ताणि ॥१७२।। पडिलेहिअ सुपमज्जिअ, तत्तो पत्ताणि पडलजुत्ताणि । उग्गाहिअ गुरुपुरओ, उवओगं कुणइ उवउत्तो ॥१७३॥ संपइ सामाचारी, दीसइ एसा पभायसमयंमि ।।
जं किज्जइ उवओगो, बालाइअणुग्गहहाए ॥१७४॥" (यतिदिनचर्या) ભાવાર્થ “ભિક્ષાને સમય થાય ત્યારે ગુરૂને (ખમા) પ્રણામ કરીને મુહપત્તિ પડિલેહી, પુનઃ ખમા દઈને “હે ભગવન્ત! પાત્રમાં સ્થાને સ્થાપે?” એમ કહીને પાત્રોને પડિલેહી–પ્રમાજીને પડલા સાથે ગ્રહણ કરીને ગુરૂની આગળ આવી ઉપયુક્ત થઈ ઉપયોગ કરે. વર્તમાનમાં આ
૭૪–વસ્તુતઃ તો સ્વાશ્રયી જીવન જીવવું તે મનુષ્યને ધર્મ છે. જૈન મુનિઓ ભિક્ષાથી આજીવિકા ચલાવે છે તેમાં માત્ર જીવવાને ઉદ્દેશ નથી, કિન્તુ ગૃહસ્થના ઉપકારનું પણ ધ્યેય છે. ગૃહસ્થને પિતાની લક્ષમીનું ઉત્તમ પાત્રમાં દાન કરવાથી નિર્મળ(પુણ્યાનુબન્ધી)પુણ્યકર્મ બન્ધાય છે, અને તેનાં ફળ તરીકે મળેલી સામગ્રી પ્રાયઃ ધર્મસાધક બને છે, અર્થાત્ રાગ-દ્વેષાદિ દોષને પોષવાને બદલે ઘટાડે છે, અને ઉત્તરોત્તર આત્માને નિર્મળ કરી સર્વવિરતિની યોગ્યતા પણ પ્રગટ કરે છે. એમ ગૃહસ્થને દાનધર્મ ઉત્તમ સાધુઓને આહારાદિ આપવાથી સચવાય છે. જૈનમનિએ એ દાન લેવા છતાં તેમાં આસક્ત હતા નથી, એથી જ તેઓ નહિ આપનારનું પણ અનિષ્ટ ઈછતા નથી, કિન્તુ તેનું પણું કલ્યાણ ઇચ્છે છે. હક માનીને લેતા નથી, પણ દાતારની દાનરૂચિને સફળ કરવા લે છે, ઈત્યાદિ જિન મુનિએને ભિક્ષા મેળવવાને આચાર અને ધ્યેય સ્વ-૫૨ કલ્યાણકારક છે. તેમાંના ઘણુ પિતાની સંપત્તિને છેડીને સાધુ થયેલા હોય છે, આજીવિકા માટે સાધુ બનેલા નથી. ઘેર ઘેર ફરી અલ્પ અલ્પ લેવાને તેઓને આચાર કોઇને ભારરૂપ નથી પણ ઉપકારક છે, માટે ભિક્ષાથી જીવવા છતાં તેઓની ભિક્ષા લેનાર-દેનાર ઉભયને ઉપકારી (સર્વસમ્પત્તિને આપનારી) છે. હા, જે સાધુ બનવા છતો સાધુતાનું પાલન નહિ કરતાં ભૌતિક સુખને વશ થઈ ગૃહસ્થાને ભારભૂત બને, તેવા સાધુની ભિક્ષાવૃત્તિ લેનાર–દેનાર ઉભયને અહિત પણ કરનારી અને વ્યવહારથી અયોગ્ય પણ કહી છે, એવી ભિક્ષાવૃત્તિથી જીવનાર સાધુને પણ દુષ્ટ કહ્યો છે. તેના ફળરૂપે પણ તેને અન્યભોમાં દુઃખે ઘણાં ભેગવવાં પડે છે. ત્રીજી “વૃત્તિભિક્ષા' શરીરથી લાચાર નિરાધાર મનુષ્યને માટે હોવાથી તે અયોગ્ય નથી. કારણ કે એવાઓ ઉપર અનુકશ્યા કરવી અને તેઓને જીવાડવા, એ ગૃહસ્થને ધર્મ છે. માટે તેઓ ગૃહસ્થનું અપ્રીતિપાત્ર બનતા નથી. હા, તેમાં પણ જેઓ સંગ્રહખેરી કરનારા હોય તેઓ લાચાર છતાં અન્યની આપેલી વસ્તુઓને દુરુપયોગ કરી અહિત સાધે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org