SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ Tધસં૦ ભા. ૨ વિ૦ ૩-ગ ૦૩ ભાવાર્થ-“અષ્ટમી અને ચતુર્દશીએ સર્વ જિનમન્દિર અને સર્વ સાધુઓને વન્દન કરવું, બાકીના દિવસમાં એક મન્દિરમાં જિનદર્શન-વન્દન કરવું.” આ ચિત્યવન્દનના ભેદો અને વિધિ પહેલા ભાગમાં ગૃહથધર્મના અધિકારમાં કહેલ હેવાથી અહીં તે કહેતા નથી, હવે ત્રીજી ડિપોરિસીનાં કર્તા કહે છે – मूलम्-" कृत्वोपयोगं निर्दोष-भिक्षार्थमटनं तदा । आगत्यालोचनं चैत्य-वन्दनादिविधिस्ततः ॥९३॥" મૂળને અર્થ_ભિક્ષાના સમયે ઉપગને કાર્યોત્સર્ગ કરીને નિર્દોષ એટલે બેંતાલીશ દેશે રહિત, અર્થાત્ સર્વસંપકરી ભિક્ષા માટે પર્યટન કરવું, આવીને ગુરૂસમક્ષ તેની આલોચના કરવી અને પછી પચ્ચકખાણ પારવા માટેની ચિત્યવન્દનાદિ ક્રિયા કરવી. ટીકાનો ભાવાર્થ–ા તે ભિક્ષાના સમયે પોY=તે અવસરે કરવા યોગ્ય ઉચિત કર્તવ્યને “ત્યા=કરીને “નિ =આગળ કહીશું તે ગષણ વિગેરેના બેતાલીસ થી રહિત, અર્થાત્ “સર્વસમ્પત્ કરી “મિક્ષાર્થ=ભિક્ષાને માટે “બદન=ગૃહસ્થોના ઘરમાં ફરવું, તે સાપેક્ષયતિધર્મ છે, એમ વાક્યનો સંબન્ધ જાણ. તાત્પર્ય કે ભિક્ષા ત્રણ પ્રકારની છે, ૧–સર્વસમ્પત્કરી, ૨-પૌરૂષની ૩-વૃત્તિકરી, તેનું લક્ષણ આ પ્રમાણે છે. " यतिानादियुक्तो यो, गुर्वाज्ञायां व्यवस्थितः । सदाऽनारम्भिणस्तस्य, सर्वसम्पत्करी मता ॥२॥ वृद्धाद्यर्थमसङ्गस्य, भ्रमरोपमयाऽटतः । गृहिदेहोपकाराय, विहितेतिशुभाशयात् ॥३॥ प्रव्रज्यां प्रतिपन्नो य-स्तद्विरोधेन वर्तते । असदारम्भिणस्तस्य, पौरुषघ्नी प्रकीर्तिता ॥४॥ निःस्वाऽन्धपङ्गवो ये तु, न शक्ता वै क्रियान्तरे । . મિક્ષામત્તિ વૃર્થ, વૃત્તિમિલેયમુખ્યતે I” (હરિ. ઇઝ-૧) ભાવાર્થ_“શુભધ્યાન, વિગેરે સાધુતામાં વર્ત, ગુરૂઆશા પાલક, આજીવિકાદિ માટે પણ આરમ્ભ જેણે વજ્રલે છે એ સાધુ વૃદ્ધ, ગ્લાન, વિગેરેને માટે નિર્મમ ભાવે ભ્રમરની જેમ ઘેર ઘેર ફરીને (દાતાને અરૂચિ વિગેરે ન થાય તેમ) થોડું થોડું લેનારો, તથા “આ ભિક્ષા ગૃહસ્થના તથા સાધુના શરીરના ઉપકાર માટે શ્રીજિનેશ્વરેએ ફરમાવેલી છે માટે મારે લજજા વિના તે માગવી જોઈએ” એવા શુભ આશયથી (ઉત્સાહથી) ફરનારે, એવા સાધુની ભિક્ષાને સર્વસમ્પત્કરી કહી છે,” “જે દીક્ષિત થવા છતાં સાધુતાથી વિરૂદ્ધ વર્તે છે, પાપારમ્ભમાં પ્રવૃત્તિ કરે છે, અને ભિક્ષાથી (બીજાના ઉપર) જીવન ચલાવે છે, તેની ભિક્ષા (તેના વીર્યાન્તરાયકર્મના ક્ષપશમથી પ્રગટેલા) પુરૂષાર્થની ઘાતક હોવાથી પરૂષની કહી છે,” અને “જેઓ અન્યનિર્ધન–કે પાંગળા હોવાના કારણે કોઈ ઉપાય દ્વારા આજીવિકા મેળવી શકે તેવા નથી, તેઓ માત્ર ઉદર ભરણ (જીવવા) માટે ભિક્ષા માગે તેઓની ભિક્ષાને “વૃત્તિભિક્ષા' કહી છે. તેમાં અહીં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy