________________
ભિક્ષાનો સમય, દેવવન્દન, ભિક્ષાના પ્રકારે]
ભાવાર્થ-“જેઓ સાંભળવા છતાં ધર્મને સ્વીકાર નથી કરી શકતા તે આત્માઓ પણ ધર્મ સાંભળે તેટલો કાળ નિયમ છકાય જીવોની દયા (રક્ષા) કરે છે. વળી જેઓ ઉપદેશ સાંભળીને સમ્યકત્વ, દેશવિરતિરૂપ ગૃહસ્થ ધર્મ કે સર્વવિરતિરૂપ સાધુ ધર્મને પામે છે, તેઓએ તે મોટા પરમાર્થને પ્રાપ્ત કર્યો સમજ.
એ વ્યાખ્યાનનું ફળ જણાવ્યું. હવે તે પછી કરવાનું કહે છે કે–એમ સૂત્ર-અર્થનું વ્યાખ્યાન કરતાં અને સાંભળતાં બીજી અર્થ પરિસી પૂર્ણ થાય ત્યારે ચૈત્યવન્દન (જિનમન્દિરમાં દેવદર્શન, દેવવન્દન) કરવું તે સાપેક્ષ યતિધર્મ છે. એટલું વિશેષ છે કે ભિક્ષાકાળની (ગૃહસ્થને ભોજન સમયની) વાર હોય તે ચિત્યવન્દન વિશિષ્ટ (સ્થિરતાથી) એ રીતે કરવું કે ગોચરી જવાને સમય થાય અને (ગૃહસ્થ વહેલું જમતા હોવાથી) વહેલું જવું પડે તેમ હોય તે બે પરિસીમાં થોડો થોડો સમય ઓછો પણ કરે. કહ્યું છે કે
“बिइआए पोरिसीए, पुण्णाए चेइआई वंदिज्जा । खितंमि पहुप्पते, भिक्खायरिआइ कालंमि ॥१६३॥ अह न पहुप्पइ कालो, भिक्खाए तयणु पोरिसीजुअलं ।
हाविज्जसु लवमित्तं, चेइअजिणनाहनमणत्थं ॥” १६४-यतिदिनचर्या ॥ ભાવાર્થ-“જે ક્ષેત્રમાં ભેજનને વખત મેડો હોય ત્યાં બીજી પરિસી પૂર્ણ થયે ચિને વાંદવાં. અને જે બે પિરિસી પછી ગોચરી જતા પહેલાં ચૈત્યવન્દનને સમય પહોંચે તેમ ન હોય તો ચિત્યવન્દન કરવા માટે બે પિરિસીમાંથી લવમાત્ર થોડો થોડો સમય કાપવો.” અર્થાત્ ગૃહસ્થને જમવાના સમયે ભિક્ષા માટે જવાય તેમ સૂત્ર-અર્થ ભણવાને વખત રાખ. કહ્યું છે કે
“ खित्तंमि जत्थ जो खलु, गोअरचरिआइ वट्टए कालो।
तं साहिज्जसु पोरिसी-जुअलं पुण तयणुसारेणं ॥"यतिदिनचर्या गा०१७१॥ ભાવાર્થ–“જે ક્ષેત્રમાં ગોચરીને (ભજન) જે સમય હોય તે સમયે ગોચરી માટે સાધવે અને બે પિરિસી તદનુસા (જૂનાધિક) કરવી.”
ગોચરીને સમય ઉત્સર્ગથી ત્રીજી પરિસી છે અને માસકલ્પના છેલ્લા દિવસે વિચરવાનો સમય પણ તે જ છે. કહ્યું છે કે
" तइआइ पोरिसीए, पज्जत्तदिगंमि मासकप्पस्स ।
विहिणा कुणसु विहारं, दूरंमि उ बिइअपढमासु ॥" यतिदिनचर्या-१७०।। ભાવાર્થ—“વિધિ અનુસાર વિહાર માસ કલ્પના છેલ્લા દિવસે ત્રીજી પોરિસીમાં કરે, પણ જો દૂર (કે અતિદ્દર) જવાનું હોય તે બીજીમાં કે પહેલી પરિસીમાં પણ કરો.”
અષ્ટમી-ચતુર્દશીએ સર્વજિનમન્દિરાએ અને શેષ દિવસમાં એક જ મન્દિરે જિનદર્શનવન્દન કરવાં. કહ્યું છે કે
"अट्ठमिचउद्दसीसु, सव्वाणि वि चेइआइ वंदिज्जा। सव्वे वि तहा मुणिणो, सेसदिणे चेइअं इक्कं ॥" यतिदिनचर्या-१६५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org