________________
૮૯
પડિલેહણમાં અપવાદ, વાચનાનું ફળ અને ગોચરી જવાને સમય]
વ્યાખ્યા-૧–ગ્ય કાળે પ્રતિલેખના કરવી, –ન કરવાથી પ્રાયશ્ચિત્ત લાગે, ૩-“આરભડા વિગેરે દોષ લગાડીને કરવાથી પ્રાયશ્ચિત્ત લાગે, ૪-છકાય જી ઉપર ઉપધિ મૂકવાથી કે સ્વયં બેસવા-ઉભા રહેવાથી પ્રાયશ્ચિત્ત લાગે, એના ચાર ભાંગા થાય. (૧-છ કાય પિકી કોઈ હોય ત્યાં પિતે બેસે અને ઉપધિ પણ મૂકે, ૨-પિતે નિજીવ સ્થાને બેસે-ઉપાધિ છકાય જીવો ઉપર મૂકે, ૩-પોતે છ કાય ઉપર-ઉપધિ અચિત્ત સ્થાને, અને ૪-પિત અને ઉપધિ બને અચિત્ત સ્થાને, આ ચાર પિકી છેલ્લો નિર્દોષ છે.) અને પ-વર્ષાકાળમાં પ્રતિલેખન કરીને પાત્રને એકાન્ત મૂકવું. આ પાંચે દ્વારે ઉત્સગથી અને અપવાદથી બે રીતે સમજવાં. તેમાં ઉત્સર્ગથીતે પાંચેનું વર્ણન કર્યું, અપવાદ આ પ્રમાણે છે-૧-અશિવ (ઉપદ્રવ) વિગેરે કારણે અકાળે પણ પ્રતિલેખના કરી શકાય. કહ્યું છે કે –
" असिवे ओमोअरिए, सागार भए व राय गेलन्ने ।
जो जंमि जया जुज्जइ, पडिवक्खो तं तहा जाए ॥१॥"बृ० कल्प भा० १६६५॥ વ્યાખ્યા-મારી-મરકી વિગેરે ઉપદ્રવને ગે પડિલેહણ ન કરી શકાય ત્યારે, “દુષ્કાળ વિગેરેમાં આહારની દુર્લભતા હોય તેથી સવારમાં જ આહાર માટે જતાં પ્રતિલેખના માટે સમય ન મળે ત્યારે, કોઈ ગૃહસ્થ પ્રતિલેખના કરતાં શ્રેષ્ઠ ઉપાધિને દેખે તેમ હોય ત્યારે, ચાર વિગેરેના ઉપદ્રવથી ઉત્તમ ઉપકરણો દેખવાથી ચોરાઈ જવાને સંભવ હોય ત્યારે, કઈ રાજા સાધુને પ્રત્યેનીક વેરી) હોય તેના ભયથી રાત્રિ-દિવસ પત્થ કાપવાનું હોય ત્યારે અને માંદગીને કારણે એકલા રહેવાને પ્રસંગ આવે તે શક્તિના અભાવે, એ કારણથી ૨-પ્રતિલેખના ન કરે, અથવા ભવિષ્યકાળ (મેડી) કરે, ૩–ઉતાવળથી “આરભડા વિગેરે દેષ યુક્ત કરે, કે અશક્ત હોવાથી ગુર્વાદિની પ્રતિલેખના ન કરતાં પિતાની જ કરે, એમ અશિવાદિના કારણે પડિલેહણ ન કરવી, મોડી વહેલી કરવી, ઇત્યાદિ જ્યારે જે અપવાદ ઘટતે હોય તેને તે રીતે સેવે.
- હવે ૪-છ કાય જી હોય તેવી ભૂમિમાં પ્રતિલેખના ન કરવી એ અપવાદ કહે છે કે-(
નિવઅચિત્ત સ્થાનના અભાવે) અસ્થિર (કોમળ) સંઘયણવાળાની રક્ષા માટે સંઘયસુવાળા ઉપર પ્રતિલેખન કરવાથી પ્રાયશ્ચિત્ત લાગતું નથી. અહીં “બેઈન્દ્રિય આદિ ત્રસજી અને “ડાંગર વિગેરે દાણાના જીવ અસ્થિર (મળ) સંઘયણ(શરીર)વાળા જાણવા. કહ્યું છે કે
તસવીઝવા , વાણુ વિ # જે પેદા ” (9 માત્ર ) વ્યાખ્યા–“ત્રસ અને બીજોની રક્ષાના કારણે પૃથ્વીકાયાદિ ઉપર પણ પ્રતિલેખના કરી શકાય” વિગેરે
એમ પાત્ર પ્રતિલેખના પછી તુર્ત બીજી પિરિસીમાં આચાર્ય સૂત્રોના અર્થોને સમજાવે અને શિષ્ય સાંભળે. આથી જ આ વાચનાને “અર્થભડલી અને તે સમયવાળી પિરિસીને પણ (ઉપચારથી) અર્થપરિસી કહેવાય છે.
વાચનાના સમયે વચ્ચે વિક્ષેપ (વિન) ન થાય, એ ઉદ્દેશથી કોઈને પચ્ચક્ખાણ માત્ર પણ આપવું નહિ. કહ્યું છે કે
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org