________________
૮૧
પાંચ પ્રકારના સ્વાધ્યાયનો વિધિ અને ફળ]
ભાવાર્થ-“શ્રીજિનેશ્વરના સિદ્ધાન્તને હેય-ઉપાદેયાદિ તત્વને) પ્રકાશવામાં સમર્થ અને ગુરૂના મુખેથી પહેલાં સાંભળેલાં, શ્રીજિનવચનને ચિત્તમાં અત્યન્ત સ્થિરતા પૂર્વક સુન્દર રીતે વિચારે. (નય-નિપાદિના બળે તેના રહસ્યને શોધી તાત્વિક અર્થને સમજે.)” ધર્મકથા નામના પાંચમા સ્વાધ્યાયનું સ્વરૂપ તે આ પ્રમાણે છે –
" सुटू धम्मुवएसं, गुरुप्पसाएण सम्ममवबुद्धं ।
सपरोवयारजणगं, जोग्गस्स कहिज्ज धम्मत्थी॥१॥" ભાવાર્થ–“ધર્મને અર્થી ઉપદેશક ગુરૂકૃપાથી સારી રીતે સમજાએલા ધર્મને ઉપદેશ યોગ્ય (ધર્માથી) શ્રોતાને સુન્દર (સ્વ-પરને ઉપકાર થાય તે રીતે કરે” આ પ્રમાણે કરેલ સ્વાધ્યાય ઘણા ગુણેને પ્રગટ કરે છે. શ્રીપચ્ચવસ્તકમાં કહ્યું છે કે
શાયદિપન્નિા , માવસંવરે વાવે !
निक्कंपया तवो णिज्जरा य परदेसिअत्तं च ॥१॥" (पञ्चवस्तु गा० ५५५) વ્યાખ્યા-સ્વાધ્યાયથી “આત્મહિતનું જ્ઞાન થાય છે. જે જીવ આત્મહિતને નથી જાણતે તે મહિને વશ થાય છે, મોહવશે મૂઢ બનેલો તે જ્ઞાનાવરણીયાદિ કર્મોને બાંધે છે અને તે કર્મોથી અનન્ત સંસાર સુધી જન્મ-મરણાદિ કરતો જુદી જુદી ગતિઓમાં ભટકે છે. તેથી ઉલટું આત્મહિતને સમજવાથી વસ્તુતઃ હિંસા, જુઠ, વિગેરે અકાર્યરૂપ અહિતમાર્ગથી અટકે છે અને પરોપકારાદિ હિતના માર્ગે વળે છે, માટે આત્મહિતને જાણવું જોઈએ. તે સ્વાધ્યાયથી જાણી શકાય છે. વળી સ્વાધ્યાયથી “ભાવસંવર” પ્રગટે છે, તે એ રીતે કે સ્વાધ્યાયથી થતા જ્ઞાનથી યથાસ્થાન જરૂરી હિતાહિત ભાવેનું જ્ઞાન થાય છે અને એવા જ્ઞાનથી આત્મામાં અકાર્યને ભાવપૂવકને અનાદર પ્રગટે છે, એને ‘ભાવસંવર' કહેવાય છે. વળી સ્વાધ્યાયથી “ન ન સવેગ પ્રગટ થાય છે. કારણ કે જેમ જેમ મુનિ અતિશય રસ પૂર્વક પ્રતિદિન શ્રતજ્ઞાનમાં આગળ વધે છે તેમ તેમ શુભભાવરૂપ આત્મશીતળતાથી તે નવા નવા સંવેગ (વૈરાગ્યના વેગ) વાળે અને શ્રદ્ધાવાળે બને છે. તથા સ્વાધ્યાય કરવાથી મોક્ષ માર્ગમાં “નિશ્ચળતા” પણ થાય છે, ઉપરાન્ત સ્વાધ્યાય એ ઉત્કૃષ્ટ “તપ” છે, તે માટે કહ્યું છે કે
"बारसविहंमि वि तवे, सभितरबाहिरे कुसलदिठे।
___णवि अत्थि णवि अ हाही, सज्झायसमं तवोकम्मं ॥१॥" (पञ्चवस्तु गा०५६२) ભાવાર્થ-“શ્રીજિનેશ્વરોએ કહેલા બાર પ્રકારના બાહા-અભ્યન્તર તપ પિકી સ્વાધ્યાય જે કઈ તપ છે નહિ અને થશે પણ નહિ. અર્થાત્ સ્વાધ્યાય સત્કૃષ્ટ તપ છે. આ કારણે જ સ્વાધ્યાયથી કર્મોની ઉત્કૃષ્ટ નિર્જરા થાય છે, કહ્યું પણ છે કે
“ના લH, વેર વદુકાદું વાસોર્દિા
तं नाणी तिहिं गुत्तो, खवेइ ऊसास मित्तेणं ॥१॥" (पञ्चवस्तु गा० ५६४) ભાવાર્થ-“અજ્ઞાની કેડો વર્ષોમાં જે કર્મો ખપાવે તે ફર્મોને ત્રણ ગુપ્તિથી ગુમ જ્ઞાની એક ઉચ્છવાસમાત્રમાં ખપાવે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org