________________
[૧૦ સં૦ ભા૦ ૨ વિo ૩ગા૦ ૯૧ ભાવાર્થ-“સિદ્ધાન્તના જ્ઞાતાઓએ ઉત્સર્ગથી પહેલી છ ઘડીની પિરિસીને સૂત્રપોરિસી અને બીજીને અર્થપોરિસી કહેલી છે. અપવાદ માગે તે મૂળસૂત્ર નહિ ભણેલા બાળ (નૂતન) સાધુઓને બન્ને પિરિસી સૂત્રની અને સૂત્રરૂપી સાર ગ્રહણ કરી ચૂકેલાઓને બને અર્થની જાણવી.”
આ સ્વાધ્યાય ૧-વાચના, ર-પૃચ્છના, ૩-પરાવર્તના, ૪-અનુપ્રેક્ષા અને પ-ધર્મકથા, એમ પાંચ પ્રકારે છે, તેમાં વાચના-આપવા લેવાને વિધિ આ પ્રમાણે છે
" उवविसइ उवज्झाओ, सीसा विअरंति वंदणं तस्स । सो तेसि सव्वसमय, वायइ सामाइअप्पमुहं ॥१००॥ सो गाहणाइकुसलो, विअरइ वयरुव्व वायणं तेसि ।
सीसा वि जह सुगंति अ, जह सीसा सिंहगिरिगुरुणा॥१०॥"यतिदिनचर्या ॥ ભાવાર્થ-“ઉપાધ્યાય (વાચના આપનાર) આસને બેસે, પછી શિષ્યો (વાચના લેનારા) તેમને વન્દન આપે (ક) અને ઉપાધ્યાય તેઓને સામાયિક વિગેરે સર્વ સિદ્ધાન્ત વંચાવે(સમજાવે). શિષ્યને શાસ્ત્ર ગ્રહણ કરાવવામાં કુશળ વાચનાચાર્ય આર્યવાસ્વામીની જેમ (વાત્સલ્ય ભાવે) વાચના આપે અને શિષ્ય પણ (પૂજ્યભાવથી) તેવી રીતે ભણે કે જેમ આર્યસિંહગિરિના શિખ્ય આર્યવાસ્વામિજીની પાસે ભણતા હતા. બીજે પણ કહ્યું છે કે
“પત્તિશામવઝન્મ, તથા પા
वर्जयेद्विकथां हास्य-मधीयन् गुरुसन्निधौ ॥१॥" ભાવાર્થ-“ગુરૂની પાસે અધ્યયન કરતે શિષ્ય પગની પલાંઠી, અવષ્ટભ (કે), પગ લાંબા-પહોળા કરવા, વિકથા કરવી તથા હસવું, વિગેરે અવિધિ-અવિનયને ત્યાગ કરે.” પૃચ્છના માટે વિધિ એવો છે કે
“કાલનો ન g(જી)ના, (નેવ) fસનાનો થા ઉષા
आगम्मुक्कुड्डुओ संतो, पुच्छिज्जा पंजलिउडो ॥” (उत्तराध्ययन १-२२) ભાવાર્થ-“આસન ઉપર બેઠાં બેઠાં ન પૂછે, શય્યામાં સુતા સુતાં તો કદી પણ ન પૂછે, કિન્તુ ગુરૂની સન્મુખ આવીને ઉકુટુક આસને (ઉભા પગે) બેસીને બે હાથથી અન્જલી કરીને પૂછે.” પરાવર્તના સ્વાધ્યાયને વિધિ શ્રાવકોને છે, તે જ સાધુઓને પણ છે. તે આ પ્રમાણે
"इरियं सुपडिक्कतो, कडसामाइओ अ सुठु पिहिअमुहो।
सुत्तं दास विमुत्तं, सपयच्छेयं गुणइ सड्ढो ॥१॥" ભાવાર્થ–“સામાયિકવાળો શ્રાવક ઈરિયાવહી પ્રતિક્રમણ કરીને મુખવસ્વિકાને મુખગળ રાખીને, “કાને-માત્રા-અનુસ્વાર આદિ ભૂલો ન થાય તેમ શુદ્ધ ઉચ્ચારથી પદચ્છેદને ખ્યાલ રાખીને, જ્યાં જ્યાં અટકવાનું હોય ત્યાં ત્યાં અટકીને સૂત્ર ગણે ચોથે સ્વાધ્યાય અનુપ્રેક્ષા એટલે અર્થચિન્તન, તેને વિધિ કહ્યો છે કે–
"जिणवरपवयणपायडणपउणे गुरुवयणओ सुणिअपुग्वे । एगग्गमणो धणियं, चित्ते चिंतेइ सुविआरं ॥१॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org