________________
પ્રાતઃ પ્રતિલેખનાને વિધિ અને રહસ્ય
૭૧ “અવલિત પદના પણ “વસ્ત્ર અને શરીર” બેના ગે ચાર ભાંગા થાય, તેમાં પહેલો ભાગ શુદ્ધ જાણ. અનુબન્ધને અર્થ “નિરન્તર–સતત” થાય છે, તેથી નિરન્તર પ્રતિલેખના નહિ કરવી, કિન્તુ “પુરિમ–પ્રફટન–પ્રમાર્જના” વિગેરે એક બીજાની વચ્ચે–આંતરે આંતરે કરવાં, તથા મુશલીકિયા” ત્રણ પ્રકારે થાય, ૧-તિ ર–ઊર્વ અને ૩-અધ, એમ ત્રણ સ્થળે સંઘદે, અર્થાત્ પ્રત્યુપેક્ષણા કરનાર વસ્ત્રથી તિછું ભીંત વિગેરેને, “ઉપર છત-માળવિગેરેને અને નીચે જમીનને સ્પર્શ કરે તે “મુશલીકિયા” કહેવાય. આવી મુશલીક્રિયા ન કરવી, અર્થાત્ પ્રપેક્ષણ કરતાં વસ્ત્રને ક્યાંય સ્પર્શ ન થવા દે. હવે “છ પુરિમ” ની વ્યાખ્યા કરે છે–
"छप्पुरिमा तिरिअकए, नव अक्खोडा तिनितिनि अंतरिआ ।
તે ૩૦ વિદ્યાતિગળ્યા, લ્યુમિ ઉન્નતિof I” (જન્નઘ૦ ૦ ર૪૨) વ્યાખ્યા-છ પ્રસ્ફોટનેને “પુરિમ” એટલે પ્રથમ કરવાં. અર્થાત્ પ્રથમ વસ્ત્રને સામે પહોળું કરીને બન્ને બાજુથી જોવું, પછી નવ “આસ્ફોટક ત્રણ ત્રણ આંતરે આંતરે કરવા, તે ક્યાં કરવા ? હાથ ઉપર. કેને આંતરે ? ત્રણ ત્રણ પ્રમાર્જનાના આંતરે. હવે એ પ્રમાર્જનાનું સ્વરૂપ કહે છે –
" तइ पमज्जणमिणं, तव्वण्णऽदिस्ससत्तरक्खट्ठा ।
तक्रवणपमज्जिआए, तब्भूमीए अभोगाओ।" (पञ्चव० गा० २४३) વ્યાખ્યા–ત્રીજા દ્વારમાં પ્રમાર્જન છે, આ પ્રમાર્જને “
તણું એટલે હાથના જેવા સમાન વર્ણવાળા હોવાથી નહિ દેખાય તેવા જીના રક્ષણ માટે કરાય છે. (પ્રસ્ફોટક કરતાં) હાથ ઉપર જીવ ઉતર્યો હોય તે તેની રક્ષા થાય એવી સંભાવનાથી (ઉદ્દેશથી) કરાતી આ પ્રમાર્જના સફળ છે. અહીં શાસ્ત્રકારની એ યુક્તિ છે કે--જ્યાં તક્ષણ પ્રમાર્જના કરી હોય તે ભૂમિની પડિલેહણા કર્યા પછી પુનઃ પ્રમાર્જના ન થાય ત્યાં સુધી તે અભાગ (વપરાતી નહિ) હેવાથી આ પ્રમાર્જના સફળ છે. હવે–
“ विहिपाहण्णेणेवं, भणि पडिलेहणं अओ उड्ढं ।
एवं चेवाह गुरू, पडिसेहपहाणओ णवरं ॥" (पञ्चव० गा० २४४) વ્યાખ્યા–અહીં સુધી પડિલેહણાનું સ્વરૂપ વિધિની પ્રધાનતાએ એટલે પડિલેહણામાં શું શું કરવું જોઈએ ? તેના વિધાનરૂપે કહ્યું, હવે એ જ પડિલેહણાને ગુરૂ (ભાષ્યકાર) પ્રતિષેધની પ્રધાનતાથી એટલે પડિલેહણમાં શું શું ન કરવું ? અર્થાત્ નિષેધરૂપે બીજા પ્રકારે કહેશે. તેમાં માત્ર એ હેતુ છે-કે ધર્મનું વર્ણન વિધિ (કરણયનું વિધાન) અને નિષેધ (અકરણીય નિષેધીએમ ઉભય વિષયક હોય છે. તેથી હવે નિષેધપ્રાધાન્ય પ્રતિલેખના કેવી કરવી? તે કહે છે કે
"आरभडा संमद्दा, वज्जेअव्वा य मोसली तइआ ।
ઘોરણ ૨ થી, વિધિવત્તા વેરૂત્ર છે ” (નિ. દ્વારા રદ્દ૬). વ્યાખ્યા–એક આરભટા, બીજી સંમર્દી, ત્રીજી મુશલી, ચોથી પ્રસ્ફોટના, પાંચમી વિક્ષિપ્તા અને છઠ્ઠી વેદિકાબદ્ધ, એ છ પ્રકારની પડિલેહણા ન કરવી. પચ્ચવસ્તુમાં તે મુશલીને બદલે “અસ્થા સ્થાપના એ પાઠ છે. અર્થાત્ પડિલેહણામાં એ છ દે નહિ સેવવા. હવે આ દ્વાર ગાથામાં કહેલાં છ દ્વારેની ભાખ્યકાર વ્યાખ્યા કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org