SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ એuસામાચારીનું વિશેષ વર્ણન]. - ૫૯ એટલે ઉત્સર્ગ અને અપવાદ જણાવનારાં વચને તેને વિભાગ એટલે વિવેક, અર્થાત્ યથાસ્થાન ઉપયોગ. તાત્પર્ય કે–ઉત્સર્ગનું આલેખન કયારે લેવું અને અપવાદનું કયારે? એવો વિભાગ બતાવનારી જે છેદ સૂત્રોમાં કહેલી સામાચારી તે પદવિભાગયુફ સામાચારી, તેમાં જે આચરણમાં કેઈ કારણ ન હોય તે ઉત્સર્ગ અને જે આચરણ તથાવિધ કેઈ કારણથી કરવું પડે તે અપવાદ જાણવો. એમ આ ત્રણે પ્રકારની સામાચારીનું “સભ્ય તે તે સૂત્રમાં જણાવેલ વિધિ પૂર્વક એટલે મન-વચન-કાયાના ઉત્કર્ષથી શુદ્ધ “Tઢન=આચરણ કરવું તે સાપેક્ષ યતિ ધર્મ છે, એમ અહીં પણ પૂર્વની જેમ કિયાનો સંબધુ સમજો. - અહીં તત્કાલદીક્ષિત થયેલા જે સાધુઓ શ્રુતજ્ઞાનને ભણવાની તેવી શક્તિ રહિત હોય, તેઓના આયુષ્યના હાસને (અલ્પતાને) ઉદ્દેશીને (થડા વખતમાં ઘણું જ્ઞાન આપવા માટે) ઉદ્ધરેલી સામાચારીને ઘસામાચારી જાણવી. તે નવમાં પૂર્વની આચારનામની ત્રીજી વસ્તુના વીસમા પ્રાભૂત પિકીના એધપ્રાભૃતપ્રાભૂતમાંથી ઉદ્ધરેલી છે. આ સામાચારી પ્રતિદિન ક્રિયામાં ઉપયોગી હોવાથી સાધુને દીક્ષાના પ્રથમ દિવસથી જ અપાય (શીખવાડાય) છે, માટે તેને અહીં પ્રથમ કહી છે, દશધા સામાચારી છવ્વીસમા ઉત્તરાધ્યયનમાંથી થોડા વખત પૂર્વના દીક્ષિતને બંધ કરાવવા માટે ઉદ્ધરેલી છે, તેને ઉપયોગ ઘસામાચારીની પછી થતું હોવાથી તેને બીજે નંબરે કહી છે અને બારમા દષ્ટિવાદ નામના અગમાં કહેલી “પદવિભાગ સામાચારી બારમા દષ્ટિવાદમાંથી ઉદ્ધરેલા કલ્પ–વ્યવહાર ગ્રન્થરૂપે હોવાથી “કલ્પવ્યવહાર ” એવા નામથી ઓળખાય છે. તે વિશિષ્ટશ્રુતજ્ઞાનને અભ્યાસ કરતાં કરતાં ક્રમથી ભણી શકાય તેવી લાંબા સમયના દીક્ષિત (દીર્ધ પર્યાયવાળા) સાધુને ભણવા ગ્ય હોવાથી તેને છેલ્લી કહી છે. એ પ્રમાણે નામ માત્રથી ત્રિવિધ સામાચારીનું વર્ણન કરીને તેનું વિશેષ વર્ણન કરવા માટે પ્રથમ એઘસામાચારીનું સ્વરૂપ તેના દ્વારેને નિર્દેશ કરવા પૂર્વક જણાવે છે કે मूलम्-प्रतिलेखनिका' पिण्डोपध्य नायतनानि च । તિસેવાઇડરોવર, શુદ્ધિશેૌષિી મતા ૮. મૂળને અર્થ–૧–પડિલેહણ, ૨, પિણ્ડ, ૩-ઉપધિ, ૪-અનાયતન, પ–પ્રતિસેવા, ૬તેની આલોચના, અને ૭–શુદ્ધિ, એમ ઘસામાચારી સાત પ્રકારે કહી છે. (૮૯) ટીકાને ભાવાર્થ—અહીં “વિના” શબ્દ “અક્ષરે લખવા એ અર્થવાળા “સ્ટિ” ધાતુને “ક” ઉપસર્ગ અને ભાવ અર્થમાં “ચુ” પ્રત્યય આવવાથી વ્યાકરણના નિયમ પ્રમાણે સિદ્ધ થાય છે. ધાતુને અર્થ ઉપસર્ગ ઉપર આધાર રાખે છે” એ શબ્દ શાસ્ત્રને ન્યાય હોવાથી અહીં આગમને અનુસરીને પ્રતિલેખનાને અર્થ “ક્ષેત્ર–વસતિ–વસ્ત્ર-પાત્ર વિગેરેનું નિરૂપણ કરવું એ થાય છે. સર્વ ક્રિયાઓ પ્રતિલેખનાપૂર્વક કરવાની હોવાથી અહીં પ્રથમદ્વાર તરીકે એનું નિરૂપણ છે. આ પ્રતિલેખના ૧-પ્રતિલેખેના કરનાર અને પ્રતિલેખ્ય પદાર્થ એ બે વિના સમ્ભવિત જ નથી, માટે એ બેનું સ્વરૂપ પણ આ પ્રતિલેખના દ્વારમાં જ કહેવાશે. ૨-૧ve–પિણ્ડ એટલે જથ્થો, અર્થાત્ અહીં દેષ રહિત આહારને પિણ્ડ સમજવો. તે પ્રતિલેખના પછી લેવાતું હોવાથી બીજા દ્વારમાં તેનું નિરૂપણ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy