________________
ત્રણ પ્રકારની સામાચારીનું સ્વરૂ૫]
ભાવાર્થ–“લોભને વશ થઈ જે જિનવચનના વિધિને સાધુવેષ આપે તે ગુરૂ ચારિત્ર (ગુણસ્થાન)માં રહેલ પણ પિતાના ચારિત્રને લેપક બને છે, કદાચ વેષ આપ્યા પછી પણ મુશ્કન માટે અગ્ય જણાય છતાં જે તેને મુડે તો તેને પૂર્વે કહેલા દોષો અનિવાર્ય (લાગે જ) છે, કદાચ મુણ્ડયા પછી પણ શિક્ષણ માટે અયોગ્ય જણાય છતાં તેને શિક્ષણ આપે તે પૂર્વના દોષે અનિવાર્ય છે, એ પ્રમાણે ભણાવ્યા–શિખવાડ્યા પછી કદાચ અગ્ય જણાય છતાં મહાવતે આપે તે, મહાવ્રતે ઉચ્ચરાવ્યા પછી અયોગ્ય જણાયા છતાં સાથે (મણ્ડલીમાં) ભજન કરાવે છે અને ભડલીમાં ભેળવ્યા પછી પણ-કદાચ અગ્ય જણાય છતાં સાથે રાખે તે ઉપર જણાવ્યા તે દેષો અનિવાર્ય (લાગે જ) છે. શ્રીજિનેશ્વરેએ પાછળથી પણ જાણવામાં આવેલા અગ્યને ભણાવવું વિગેરે સર્વ કાર્યને વૈદ્યના દૃષ્ટાન્તથી નિષેધ કરેલો છે. અર્થાત્, શાણે વૈદ્ય જેમ રેગને અસાધ્ય જાણ્યા પછી તુર્ત જ ચિકીત્સાથી અટકે, તેમ ગુરૂએ અગ્ય શિષ્યને “સૂત્ર ભણાવવું વિગેરે કંઈ પણ કરવું જોઈએ નહિ, છતાં કરે તે અધર્મ જ સમજવો.
એમ ઉપધાન (ગવહન) કરવાથી શુદ્ધ છતાં તે તે સૂત્ર ભણવા માટે દીક્ષા પર્યાય પૂર્ણ થયા પહેલાં ભણનાર–ભણાવનારને અધર્મ જ કહ્યો છે. એ ગ્રહણશિક્ષાને (ભણાવવાને) વિધિ કહ્યો, હવે બીજી આસેવનાશિક્ષાનું (ક્રિયાનું) વિધાન કરવા પૂર્વક તેને વિધિ જણાવે છે –
मूलम्-" औधिकी दशधाख्या च, तथा पदविभागयुक् ।
सामाचारी विधेत्युक्ता, तस्याः सम्यक् प्रपालनम् ॥"८८॥ મૂળને અર્થ-૧ ઔઘિકી, ૨ દશધા અને ૩ પદવિભાગયુફ, એમ સામાચારી ત્રણ પ્રકારે કહી છે, તેનું સમ્યફ પાલન કરવું તે સાપેક્ષ યતિધર્મ છે. (૮૮)
ટીકાને ભાવાર્થ-શ્રીજિનેશ્વરેએ આગળ કહીશું, તે ત્રણ પ્રકારે સામાચારી કહેલી છે. પ્રથમ તે સામાચારી શબ્દનો અર્થ કહે છે કે-શિષ્ટપુરુષોએ આચરેલ ક્રિયાકલાપ તે સામાચારી. તેમાં “સમ-આચાર=સમાચાર અને તેને ભાવ તે સમાચારતા, અર્થાત્ સામાચર્ય તેને સ્ત્રીલિન્ગને ઢી પ્રત્યય લગાડતાં વ્યાકરણના નિયમો પ્રમાણે “સામાચારી” શબ્દની સિદ્ધિ થાય છે, એમ “સામાચારીને અર્થ “સમ્યમ્ આચારનું પાલન” એવો થાય છે. [ઉપાટ આ સામાચારીના ભિન્ન ભિન્ન નાની અપેક્ષાએ વિભાગ કરતાં સાત પ્રકારે બને છે, જેમકે-૧-સંગ્રહનયના મતે આત્મા એ જ સામાચારી, અનાત્મા નહિ, કારણ કે સકલસામાચારીરૂપ વિશેષણથી વિશિષ્ટ આત્માને તે નય સામાચારી માને છે. ર-વ્યવહારનયના મતે સામાચારીનું આચરણ કરતા આત્માને સામાચારી કહી છે, આચરણ કરતું ન હોય તેને નહિ. કારણ કે આચરણ વિનાના આત્માને પણ સામાચારી માનવામાં અતિપ્રસન્ગ (અલક્ષ્યમાં પણ લક્ષણ ઘટવા રૂપ) દેષ આવે. ૩–ઋજુસૂત્રનયના અભિપ્રાય આચરણ કરતે પણ તેમાં ઉપગવાળો આત્મા તે સામાચારી, નહિ કે ઉપયોગ રહિત. કારણ કે-વ્યવહાર પુરતું સમ્યમ્ આચરણ કરનાર માત્ર વ્યવેષધારી અજ્ઞ આત્મામાં પણ સામાચારી માનવી તે તેના મતે અસત્ય છે, તે નય તે જાણવા ગ્ય અને પચ્ચકખાણ કરવા યોગ્ય છે તે ભાવનું જેને જ્ઞાન હોય તેવા જ્ઞાનવન્તને જ ઉપગવાળો માને છે. ૪શબ્દનય તે ઉપગવાળ પણ જે છ જવનિકાયની રક્ષામાં પ્રયત્નશીલ હોય તે આત્માને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org