________________
3
પાક બની જાય છે. તેના
વા છતાં રાગ-દ્વેષાદિ શa
કયાં આગમો કેટલા દીક્ષા પર્યાયે ભણાવાય?].
૫૫ મૃત આદિ ચાર, ચૌદવર્ષ પર્યાય પછી “આશીવિષભાવના, પન્દર વર્ષે “દૃષ્ટિવિષભાવના, અને તે પછી સોળ-સત્તર-અઢાર વર્ષના પર્યાયે યથાક્રમે “ચારણભાવના, મહાસ્વપ્નભાવના, તેજસનિસર્ગ એ ત્રણ, ઓગણીસ વર્ષ વાળાને બારમું “દૃષ્ટિવાદઅલ્ગ” અને સંપૂર્ણ વિશવર્ષ પછી સર્વ સૂત્રોને આપવાં, એમ શ્રીજિનેશ્વરેએ કહ્યું છે.” આવશ્યક વિગેરેનો પઠનકાળ તે તેના ગદ્વહન સાથે દીક્ષા પછી તુર્ત જ સમજ.૧
જો કે દીક્ષાને યોગ્ય હોય તે સૂત્ર ભણવાની એગ્યતાવાળે હાય જ, છતાં મૂળગાથામાં પુનઃ ગ્યને” એમ વિશેષણરૂપે કહ્યું તે “સૂત્ર ભણવામાં ગ્યતાની પ્રધાનતા નિર્વિવાદ છે, એમ જણાવવા, અથવા સામાન્ય રીતે “અધિકતર ગુણવાન સાધુને સૂત્રો ભણાવવાં એમ જણાવવા અથવા દીક્ષા સમયે યોગ્યતા જેવા છતાં ઠગાએલા ગુરૂને પાછળથી સહવાસને વેગે સાધુની અયોગ્યતા જણાય તે તેને સૂવ કે અર્થ ન ભણાવવા એમ જણાવવા માટે સમજવું. કહ્યું છે કે
૬૨-ઉમ્મર વધતાં જેમ “પરિણામિકી” બુદ્ધિ ખીલે છે, તેમ દીક્ષા પર્યાય વધતાં આત્મિકશદ્ધિ વધે છે, એ વાત પૂર્વે જણાવી પણ છે. એમ તે તે પર્યાય પૂર્ણ થતાં તે તે સૂત્રને ભણવાની (પચાવવાની) શક્તિ પ્રગટે છે. આ શક્તિ પ્રગટ્યા વિના ભણવાથી તે જ્ઞાન પચતું (મહાદિનું નાશક બનતું) નથી, ઉલટું અwણ થવાથી અભિમાનનું નિમિત્ત બની આત્માના શત્રનું પોષક બની જાય છે. તે નાન જ્ઞાન નથી કે જે ભણવા છતાં રાગ-દ્વેષાદિ શત્રુઓ મન્દ ન પડે. લૌકિક શિક્ષણમાં પણ ધોરણવાર ભણવાને વ્યવહાર છે તે આ કારણે જ છે, ઔષધ પણ પહેલાં સામાન્ય (કાષ્ટાદિક) અપાય છે, જેમ જેમ રોગમબ્દ પડે તેમ તેમ બલિષ્ટ અપાય છે, એમાં પણ એ કારણ છે કે જો એમ ન કરે તે ઔષધથી રોગ મટવાને બદલે પાષાઈને જીવલેણ બને. બાળકના ઉછેરમાં પણ પહેલાં માતાનું ધાવણ, પછી દૂધ, ચાટણ અને ધીમે ધીમે અનાજ અપાય છે, પાચન વિનાના બાળકને તે ગમે તેટલું સારું કે વહાલું હોય પણ પહેલાંથી મિષ્ટાન્ન જેવો માદક રાક આપે છે તેનું મરણ નીપજે, એમ સર્વત્ર લૌકિક વ્યવહારમાં પણ આ ન્યાય છે જ, તે આત્માના અનાદિ અન્ડરફૂગ દેાષાને ટાળનારૂં જ્ઞાનરૂપી ઔષધ મેળવવામાં એ વિધિ સાચવવું જ જોઈએ. જેઓ ઉત્સુક બની સ્વેચ્છાએ ગમે ત્યારે ગમે તે ભણે તે પોતાના જ્ઞાનથી જ પોતાનું અહિત કરે છે. માટે આ વિધિને ખૂબ ઉપકારક સમજી આદર કર જોઈએ.
૬૨-કોઈ ઉત્તમ ભાવની પ્રાપ્તિ પણ તેની ગતાવાળા જીવને થાય તે જ ઉપકાર કરે છે. સામગ્રી મળવા માત્રથી સંતોષ માનનારે ઠગાય છે. ઉપકારક દેખાતી પણ સામગ્રી જે તેને મેળવનાર ગ્ય ન હોય, તેના ગુણદોષને સમજતો ન હોય, તે ઠગારી નીવડે છે. અનાદિકાળથી જીવે એ કારણે જ ભવમાં ભટકી રહ્યો છે. જેમ પચાવવાની શક્તિ વગર લીધેલો ખોરાક રોગ વધારે છે તેમ યોગ્યતા વિના મળેલી સુન્દર પણ સામગ્રી દુર્ગાને પોષે છે, માટે શાસ્ત્રોમાં આત્મહિતનાં સર્વ કાર્યોમાં યોગ્યતાની મુખ્યતા કહી છે. લોક વ્યવહારમાં પણ સજજને દરેક પ્રસંગમાં યોગ્યતાઅયોગ્યતાના વિચાર કરે જ છે. અયોગ્યના હાથમાં આપેલી તલવાર રક્ષણને બદલે જીવનને જોખમમાં મૂકે છે તેમ કુપાત્રને આપેલું શ્રતજ્ઞાન પણ સ્વ-પરને અનેક અનર્થોનું કારણ બને છે, શાસ્ત્ર છતાં શસ્ત્રનું કામ કરે છે. માટે ઉત્તમ જ્ઞાનીએ જ્ઞાનની વિડમ્બના કરે તેવા અગ્યને કદી ભણાવતા નથી, શ્રીભદ્રબાહુસ્વામિએ શ્રીસ્થૂલભદ્રજી જેવાને પણ અયોગ્ય જાણતાં આગળ ભણાવવાને નિષેધ કર્યો હતો, તે સામાન્ય મનુષ્યની વાત જ શી કરવી ? માટે ગ્ય પાત્રમાં વિદ્યા આ૫ના આરાધક બને છે અને વિપરીત કરનારે વિરાધક બને છે એમ સમજી પૂર્વાર્ષિઓએ વિદ્યાને નાશ થવા દીધે પણ અગ્યને ન આપી. એ પણ વર્તમાન જીવો પ્રત્યે તેએાને ઉપકાર જ છે. સાચી માતા પિતાના વ્હાલા પણ રેગી પુત્રને કુપથ્થ ન આપે તેમ સાચા હિતસ્વી ગુરૂઓ અયોગ્ય શિષ્યને ન ભણાવે તેમાં તેઓની ભાવદયા જ કારણ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org