________________
માત્ર સામાન્ય દોષવાળા ગુરૂ હેય નથી]
૪૦ એકદ્વારા સર્વ (અનન્ત) આચાર્યોની આશાતના કરે છે, અથવા તે નિમિત્તથી પોતાનાં જ્ઞાન-દર્શનચારિત્રની (પણ) આશાતના (નાશ કરે છે. માટે ન્હાના કે અલ્પબેધવાળા પણ આચાર્યની (ગુરૂની) અવહેલના નહિ કરવી. (૧) હવે તે માટે કહે છે કે-કમની વિચિત્રતાથી કઈ વયેવૃદ્ધ છતાં બુદ્ધિથી રહિત પણ હોય, અને કેઈ અપરિણુતવયવાળા (લઘુવયવાળા) છતાં કુશળ એટલે નિર્મળ બુદ્ધિવાળા, જ્ઞાનાચારાદિ આચારોથી યુક્ત અને આચાર્ય પદને યોગ્ય ગુણવાળા પણ હોય, માટે હાના (કે અલ્પજ્ઞ) સમજી તેઓની હલકાઈ નહિ કરવી. એવી હલકાઈ કરવાથી અગ્નિ જેમ ઈન્જણાને બાળી નાખે તેમ તે ગુરૂની હલકાઈ પણ તેને કરનારાના જ્ઞાનાદિ ગુણેને નાશ૫૭ કરે છે, અર્થાત્ અગ્નિને સ્પર્શ કરનાર જેમ ભસ્મીભૂત થાય તેમ ન્હાના પણ ગુણી આચાર્યની આશાતના કરનારે પોતાના ગુણોને ભમસાત્ કરે છે. (૨) હવે ન્હાના સમજીને હલકાઈ કરનારાને વિશેષ દોષ લાગે છે તે જણાવે છે કે–જેમ કઈ મૂખ “આ તે ન્હાને છે એમ સમજીને સર્પને સતાવે-કદર્થના કરે, તે તે સાપના કરડવાથી તેના પ્રાણને નાશ (અહિત) થાય છે, તેમ કઈ કારણે અપરિણત–લઘુવયવાળા પણ ગ્યને આચાર્યપદે સ્થાપ્યા હોય તેની હીલના કરનારો બેઈન્દ્રીય વિગેરે ક્ષુદ્ર જાતિઓમાં (હલકટ બનીને) સંસારમાં પરિભ્રમણ કરે છે, અર્થાત્ પોતાની સંસારની રખડપટ્ટી વધારી મૂકે છે, નીચેનિઓમાં ઉપજી દુઃખી થાય છે. (૩)
માટે મૂળગુણોથી યુક્ત છતાં બીજા એક—બે વિગેરે થડા સામાન્ય ગુણોથી રહિત હોય તેવા પણ ગુરૂને છોડવા નહિ. પૂશ્રીહરિભદ્રસૂરિજી પણ કહે છે કે –
“ગુરૂપુહિલોડેવિ ઉં, ગો મૂાવિક ગો
જ ૩ સુત્તવિષિો ત્તિ, વો હા ” (વસ્ત્રાશય-૨૧ માત્ર રૂ૫) અર્થ–(ગુરૂકુલવાસને ઉદ્દેશીને કહ્યું છે કે, “અહીં તે ગુરૂને ગુરૂના ગુણેથી રહિત સમજ પન્વયની સાથે કે કેરા પુસ્તકિઆ જ્ઞાન વિગેરેની સાથે આત્માની યોગ્યતાને એકાન્ત સમ્બનધ નથી. હા, વય કે શ્રુતજ્ઞાન વિગેરે યોગ્યતા પ્રગટાવવામાં નિમિત્તો છે, પણ તે સર્વ જીવોને યોગ્ય બનાવે જ એ એકાત નથી. માટે તો પૂર્ણ ઉમ્મરે પહોંચેલા પણ કેટલાકમાં સામાન્ય માનવતા પણ દેખાતી નથી અને નવપૂર્વ ઉપરાન્ત 8 જ્ઞાન મેળવવા છતાં અ ને આત્મસુખને ખ્યાલ પણ આવતો નથી. યોગ્યતાને મુખ્ય સમ્બન્ધ મેહનીયકમની મન્દતાની સાથે છે અને મેહનીયની મન્દતા (ક્ષાપમાદિ)ને સમ્બન્ધ દેવ-ગુર્નાદિ પૂજયભાવની નિર્મળ સેવા (પ્રીતિ અને ભક્તિ) સાથે છે. પૂર્વ જન્મમાં કે આ જન્મમાં એવી સેવા જેણે કરી હોય તેને મિથ્યાત્વ, કષાયો અને વિષયાદિને રાગ, વિગેરે મન્દ પડવાથી યોગ્યતા પ્રગટી શકે છે. આવી યોગ્યતાને પામેલો જ ભિન્નભિન્ન પ્રકૃતિવાળા જીના ગુણાની રક્ષા અને શદ્ધિ કરી-કરાવી શકે, માટે તેવાને ગચ્છને નાયક બનાવી તેની નિશ્રામાં ગ૭ સોંપ્યો હોય, છતાં ઉમ્મરના કે કેરા જ્ઞાનના અભિમાનથી જેએ તેને તુચ્છ માને તે એ સ્વયં તુચ્છ હેાય છે, એ સમજવા માટે કોઈ યુક્તિની જરૂર નથી. જે બીજાના મહત્વને સાંખી શકે નહિ તે પિતે જ હલકાનિબળ છે, એ વાત બાળક સમજે તેવી સ્પષ્ટ છે. માટે ગ્રન્થકારેએ એવાએ વિરાધક અને પ્રાયઃ અનાદિમિથ્યાત્વી હોય એમ કહ્યું છે. એક વાર સમકિતને પામેલો આત્મા પુનઃ મિથ્યાત્વી થવા છતાં પણ એવી યોગ્ય છે ધરાવે છે કે પ્રાયઃ પિતાના ઉપકારીએાની અવજ્ઞા કરી શકતો નથી, તેનામાં ઉતરતા પ્રગટે છે, એથી ઉપકારીને થોડો અપકાર પણ થાય છે તેને મહત્વ નહિ આપતાં તેની સેવામાં આનન્દ અનુભવે છે. આ હકિકતને સમજવા માટે જણ તથાવિધ યોગ્યતાની જરૂર પડે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org