SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાવિધિની ઉપકારકતા ]. તજશે નહિ, કારણ કે-વ્યવહારનો વિચ્છેદ થવાથી તીર્થને (શાસનને) નાશ અવશ્ય થશે. એથી નક્કી થયું કે વ્યવહારથી દીક્ષિત થએલો પણ સાધુ ગણાય છે જ. (કારણ કે-) વ્યવહારથી પણ ચૈત્યવન્દનાદિ વિધિ કરનારને તે વિધિથી “હું દીક્ષિત થયો વિગેરે શુભ પરિણામો પ્રગટે છે, તેનાથી તેનાં કર્મોને ક્ષયોપશમ (મન્દતા) વિગેરે થાય છે અને એ ક્ષપશમાદિથી નિશ્ચયનય-માન્ય વિરતિના શુભ પરિણામ તેનામાં પ્રગટે છે. એમ વ્યવહાર એ નિશ્ચયનું કારણ હોવાથી નિશ્ચય જેટલી જ વ્યવહારની આવશ્યક્તા છે, વળી “મુક્તિરૂપકાર્યમાં નિશ્ચયિક બળ (પરિણામ) મુખ્ય કારણ છે અને વ્યવહારિક (ચૈત્યવન્દનાદિ) વિધિ પરંપરા કારણ છે, માટે નિશ્ચયની (પરિણામની) ઉપયોગિતા છે અને વ્યવહારની નથી” એ પણ ભેદ પાડી શકાય તેમ નથી. કારણ કે નિશ્ચય એ ક્રિયા વ્યાપારરૂપ વ્યવહારનું કાર્ય છે. (દલ્ડ અને ભ્રમી જે બનેને સંબન્ધ છે), તેથી સ્વવ્યાપારદ્વારા વ્યવહારનું સાક્ષાત્ હેતુપણું અખપ્ત રહે છે અને તેથી તેની ઉપયોગિતા પણ લેશ માત્ર ઓછી થતી નથી. તર્કવાદીઓ કહે છે કે-ફળ વ્યાપારથી મળે છે, વ્યાપારીથી નહિ, માટે વ્યાપારી નિરૂપગી છે” એમ કેઈથી કહી શકાય નહિ. કારણ કે વ્યાપારી વિના વ્યાપાર કે ફળ એકે પણ હોય જ નહિ, તેમ પોતાના વ્યાપારદ્વારા કાર્ય સાધના વ્યવહાર પણ નિષ્ફળ નથી, ભૂમી દ્વારા ઘટકાર્યને સાધક દષ્ઠ પિતાના ભ્રમરૂપ વ્યાપારથી ઘટરૂપ કાર્યનું કારણ મનાય છે તેમ અહીં દીક્ષાના વિધિ માટે પણ સમજવું, પરિણામને પ્રગટ કરવા દ્વારા વ્યવહારઅનુષ્ઠાન પણ મુક્તિનું કારણ છે જ. વળી વિરતિ પરિણામ વગરના શિષ્યને ચિત્યવન્દનાદિ વિધિ કરાવવાથી ગુરૂને મૃષાવાદ લાગે એમ પણ નથી. કારણ કે-તેને વિધિ કરાવીને જિનેશ્વરની આજ્ઞાનું પાલન કરવા દ્વારા “તું દીક્ષિત (સાધુ) થયો વિગેરે કહેવું તે “વ્યવહાર સત્ય માનેલું હોવાથી સત્યને ક્ષતિ પહોંચતી નથી, ઉલટું એ વિધિ નહિ કરાવવાથી તીર્થનો ઉચ્છદ, જિનાજ્ઞાને ભંગ, વિગેરે દોષો કહ્યા છે. કારણ કે વિધિ વિના તો વિરતિપરિણામની સિદ્ધિ થાય કે ન થાય તે પણ બન્ને રીતે “દીક્ષા આપવી ઈત્યાદિ વ્યવહાર ધર્મને નાશ જ થાય. (પ્રસંગ એવો બને કે વિશિષ્ટ જ્ઞાન વિના પરિણામે જાણી શકાય નહિ અને પરિણામ જાણવા માટેનું તેવું “અવધિ’ આદિ વિશિષ્ટ જ્ઞાન દીક્ષા વિના પ્રગટ થાય નહિ. ફળ એ આવે કે “દીક્ષા આપવી ઈત્યાદિ વ્યવહાર કઈ કઈને કરી-કરાવી શકે જ નહિ, તેથી તીર્થને ઉચ્છેદ થાય, જિનકથિત છતાં નહિ કરવા-કરાવવાથી જિનાજ્ઞાને ભંગ થાય) માટે કંઈક જ જીવને કેઈ કાળે થાય તેવાં ભરતચક્રી આદિનાં દષ્ટાન્તો લેવાને અશાસ્ત્રીય છે ૪–પંચવસ્તુ ગા. ૧૭૧ માં પૂછશ્રીહરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે–ભરતચકી આદિના બનેલા પ્રસંગો પણ પૂર્વજન્મના વ્યવહાર ધર્મની આરાધનાના ફળરૂપે છે, મુખ્યતયા ઉપદેશ એ છે કે-પૂર્વભવમાં કે વર્તમાનમાં વ્યવહારધર્મરૂપ અનુષ્ઠાન સેવ્યા વિના જ નિશ્ચયધર્મરૂ૫ આત્મપરિણામ પ્રગટ થાય નહિ. અનુભવથી પણ વિવેકી મનુષ્યોને ક્રિયા અને પરિણામને સંબધ પ્રત્યક્ષ દેખાય છે, જેમ કે-વિવાહને સંબધ થતા પહેલાં દમ્પતીમાં સામાન્ય માનવતા એટલે સંબન્ધ હોય છે તે વિવાહને કેલકરાર થતાં (વચન આપતાં)જ વધીને પતિ-પત્નીપણાના ભાવરૂપે બદલાય છે, અને કરીના કેલ થયા પહેલાં બેમાં સમાનતાના ભાવ હોય છે તે નેકરીની કબૂલાત થતાં જ શેઠ અને નેકર પણાના ભાવરૂપે બદલાઈ જાય છે, કોઈ બે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy