________________
[[ધવ સં. ભા. ૨ વિ. ૩-ગાટ ૮૪ થી ૮૫ કોઈ અન્યમતવાળાઓ તે વળી એમ કહે છે કે-“સાધુ થનારા પાપેદયથી ઘરવાસને છેડે છે, કારણ કે–પૂર્વ ભવે દાન નહિ કરવાથી આ જન્મમાં શીતળ જળ, સરસ–સુન્દર આહાર, વિગેરેને ભેગ તેઓ કરી શકતા નથી, બહુ પ્રયાસે મેળવેલું પણ નિપુણ્યક (નિભંગી) જીવનું ધન વિના ભોગવે નાશ પામે તેમ સાધુ થનારાને પણ પુણ્યદયે મળેલો ઘરવાસ પાદિયથી વિના ભોગવે નાશ પામે છે, તેઓ ભેગવી શકતા નથી માટે તજી દે છે, તે એવા ઘરબાર વગરના ભૂખ્યા તરસ્યા સાધુઓને પાદિયથી ઘેરાયેલા કેમ નહિ માનવા ? વળી ઘર, અહાર, પાણી, વિગેરે જીવન સામગ્રીના અભાવે (તેની શોધમાં ફરતા) તેવા સાધુઓને શુભધ્યાન પણ શી રીતે હોય? અને શુભધ્યાન વિના ધર્મ પણ કેમ હોય ? માટે ગૃહસ્થાશ્રમમાં રક્ત (ભેગી) સંતુષ્ટચિત્તવાળો, પરહિત કરવાના આદરવાળો અને મધ્યસ્થ સ્વભાવવાળો ગ્રહસ્થ જ ધર્મને આરાધી શકે? વિગેરે–
તેઓને પૂછીએ કે પાપનું લક્ષણ શું? જો એમ કહેતા હે કે ચિત્તમાં ફ્લેશ (સંતા૫)ને અનુભવ થાય તે પા૫, તે ધનની આકાંક્ષા વિગેરેથી તે ચિત્તફલેશ ગૃહસ્થને જ હોય છે, કહેવાય પણ છે કે–ધનને મેળવતાં દુઃખ અને મળેલાના રક્ષણમાંય દુખે. એમ ધન આવતાં યુ દુઃખ, સાચવતાં યુ દુઃખ અને જાય ત્યારે તે (એથી પણ) વધારે દુઃખ, એમ સર્વ રીતે દુઃખના કારણ રૂપ એવા અર્થને ધિક્કાર હો !” (તે એવા અર્થના લોલુપી ગૃહસ્થને ચિત્ત શાન્તિ કેમ હોય ?) વળી જો કે મુનિઓને ઘર વિગેરે નથી, છતાં તેને રાગ નહિ હોવાથી તેઓને આર્તધ્યાનના વિકલ્પથી થતા દુઃખના અભાવે ઉલટો સંયમને (સતેષને) આનન્દ હેય છે, તેઓને દુઃખી કેમ કહેવાય? અને તેઓને ચિત્તમાં કલેશ પણ કેમ થાય? જો એમ કહેતા હે કે દુઃખદાયક ક્રિયાનાં કષ્ટો કરવાથી તેઓ દુઃખી છે, તે તેમાં કંઈ સાધુ માટે એકાન્ત શબ્દો સન્માનના સંભળાવે કે તુર્ત સાંભળનારના ચિત્તમાં તેના પ્રત્યે પ્રીતિ અને અપમાન વાચક બોલે તો અપ્રીતિ પ્રગટે છે, કમળ કે સુશોભિત વસ્ત્રો પહેરતાં કે ચન્દનાદિનું વિલેપન કરતાં પ્રસન્નતા પ્રગટે છે, તેમ અનિષ્ટ વસ્તુને સ્પર્શ થતાં જ અપ્રસન્નતા પ્રગટે છે, પુષ્પાદિની સુવાસથી આનન્દ અને વિષ્ટાદિની દુર્વાસથી દુર્ગછા પ્રગટે છે, મિષ્ટાન્ન કે ઈષ્ટ ભેજનથી સુખને અને અનિષ્ટ કે બેસ્વાદ ભજનથી દુ:ખને અનુભવ થાય છે, એમ ઈષ્ટ–અનિષ્ટ રૂપ જેવાથી પણ પ્રસન્નતા અપ્રસન્નતાને અનુભવ પ્રત્યક્ષ થાય છે. દુનીઆમાં જડ જીવનના આનંદ કે ખેદમાં પણ જો એ રીતે ઇષ્ટ-અનિષ્ટ નિમિત્તો કારણ બને છે તે જયાં સુધી આત્મા જડકમને કે તેના ફળરૂપ તે તે ઈષ્ટ–અનિષ્ટસંગ-વિયાગાદિને - પરાધીન છે, રાગ-દ્વેષને વશ છે, ત્યાં સુધી આત્મશુદ્ધિમાં પણ બાહ્ય શુભનિમિતો (કારણે).ઉપકારક અને અશુભ નિમિત્તો અપકારક બની શકે એ સહજ સમજાય તેવું છે. હા, આત્મામાંથી રાગ-દ્વેષને સમૂલ નાશ થયા પછી એ નિમિત્તે નિષ્ફળ છે, પણ પછી તે તેને તે વ્યવહાર કરવાનું પણ કંઈ કારણ રહેતું નથી, તે કૃતકૃત્ય થઈ જાય છે. છતાં તે કરે છે તે અન્ય રાગ-દ્વેષની પરિણતિવાળા
ને પોતાના સમ્પર્કથી નુકશાન ન થાય માટે પિતાને નિરૂપયેગી એવા પણ વ્યવહારને સાચવે છે અને એ રીતે અન્યને વ્યવહારનું શિક્ષણ આપે છે. એમ મધ્યસ્થ બની કાર્ય-કારણ ભાવને વિચારતાં સંમજાશે કે આત્મામાં તે તે શુભ પરિણામો પ્રગટ કરવા માટે શુભનિમિત્ત-કારણરૂપ વ્યવહારધમ (અનુષ્ટાનો) વિના ચાલી શકે તેમ નથી જ. જેઓ કેવળ પરિણામમાં ધમ માને-મનાવે છે તેઓને જડ-ચેતનના પારસ્પરિક સંબન્ધનું કે કાર્યન્કારણભાવનું શુદ્ધ જ્ઞાન નથી, એમ જ માનવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org