________________
ધર્મશ્રવણની યોગ્યતાને નિર્ણય ]
૪૩ જુદા જુદા પ્રકારનો હોય છે. (આનું વિશેષ સ્વરૂપ ૧૯ મી ગાથાના વિવેચનમાં ધર્મદેશનાના અધિકારમાં આ ગ્રંથમાં જ કહ્યું છે.) આથી શરમાવર્તામાં પણ ધર્મ(ગ)બીજેની પ્રાપ્તિ પહેલાંના કાળને તે સંસાર–બાલ્યકાળ જ સમજ અને બીજપ્રાપ્તિ પછીને કાળ તે ધર્મયૌવનકાળ સમજ. આ ભેદ તેના આચારે અને સ્વભાવ ઉપરથી સમજાય છે. અહીં પ્રશ્નકાર પ્રશ્ન કરે છે કે –
" गलमच्छ-भवविमोअग-विसन्नमोईण जारिसो एसो ।
પદા અો વિ 3યુ તો વસો વિ ”(suou, e ૨૮૮) ભાવાર્થ અહી ગલ” એટલે માછીમારોએ મચ્છને ફસાવવા માટે જાળમાં ગૂંથેલે માંસના ટુકડા સાથે લેખંડને કાંટે, તેનાથી લલચાઈને મચ્છે તેમાંસ ખાવા જતાં લોખંડના કાંટાથી વિંધાઈને સપડાય છે. આ મચ્છને “ગલમચ્છ' કહે છે. કુશાસ્ત્રના શ્રવણથી કાગડા, શિયાળ, કીડી, માખીઓ વગેરે દુઃખી ને સુખી કરવાની બુદ્ધિએ મારી નાખવામાં જેઓ ધર્મ માને છે, અર્થાત્ દુઃખી જોને તે ભવના દુખોથી છોડાવવાની બુદ્ધિએ મારી નાખનારા “ભવવિમોચક કહેવાય છે અને ભૂખના દુઃખથી છૂટવા માટે ઝેરમિશ્રિત ભજન કરનારા “વિપાન્નાજી” કહેવાય છે. આ ગલમછ, ભવવિમેચક કે વિષાક્નછ જીને અંતઃ૫રિણામ શુભ છતાં અજ્ઞાનના ગે તેનું ફળ દારુણ હોવાથી જેમ અશુભ છે, તેમ અહીં પણ મોહ, અજ્ઞાનતા તથા જિનાજ્ઞાપાલનના પરિણામને અભાવ વગેરે હોવાથી મિથ્યાદષ્ટિ જીવને પણ પરિણામ શુભ છતાં ફળ અશુભ જ છે.”
આ. શ્રીહરિભદ્રસૂરિજી મના વચનને અનુસાર તે, મિથ્યાષ્ટિઓની બુદ્ધિ વિપરીત હોવાથી તેના પરિણામ સારા હોય તે પણ અશુભફળજનક હોવાથી અશુભ જ છે, તે મિથ્યાદષ્ટિ એ આદિધાર્મિક દેશના માટે એગ્ય કેમ ગણાય?
તેના સમાધાનમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે–આદિધાર્મિક જીવમાં મિથ્યાત્વ હોવા છતાં પણ માધ્યચ્ચ ” ગુણ હોવાથી શ્રીજિનેશ્વરેએ તેને ધર્મદેશનાને યોગ્ય કહ્યો છે, કારણ કે તેનામાં રાગ-દ્વેષની મંદતાના યોગે પ્રગટેલા પૂર્વે જણાવેલા સર્વ ગુણના બળે તેનામાં માધ્યચ્ય (નિષ્પક્ષપાત) ગુણ હોવાથી તેને ધર્મદેશનાને ચગ્ય કહ્યો છે. આગમશાસ્ત્રોમાં પણ મધ્યસ્થને ધર્મદેશના માટે યોગ્ય જણાવ્યો છે. ઉપદેશરત્નાકરના ત્રીજા તરંગમાં જણાવ્યું છે કે-“રાગી, દ્વેષી, મૂઢ અને પૂર્વસુત્રાહિત (એટલે બીજાથી ભ્રમિત થયેલ–ભરમાયેલ)-એમ ચાર પ્રકારના જીવો દેશના માટે અયોગ્ય છે અને મધ્યસ્થ-નિષ્પક્ષપાતી જીવને ધર્મ (શ્રવણ) માટે યોગ્ય કહ્યા છે.”
તમે શ્રીહરિભદ્રસૂરિજીના જે કથનથી ઉપર પ્રમાણે અયોગ્યતા કહે છે, તે કથન તે કદાગ્રહથી ગ્રસ્ત-આભિગ્રહિક મિથ્યાદષ્ટિ જીવની અપેક્ષાએ કહેલું છે. અર્થાત જે જીવ દુરાગ્રહી છે, તે ધર્મશ્રવણ માટે અયોગ્ય છે એમ ત્યાં કહેલું હોવાથી, તે વચન મધ્યસ્થ–પુનબંધકની ધર્મ શ્રવણની યેગ્યતાનું બાધક નથી એમ સમજવું.
અહીં સાર એ છે કે–પિતાના પક્ષમાં અતિ આગ્રહવાળા કેટલાક મિથ્યાદષ્ટિ જેને પ્રબળ હિનીયને ઉદય હોય છે, તથાપિ પિતાને માન્ય શાસ્ત્રો સાંભળવા વગેરેથી “રાગ-દ્વેષની મંદતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org