________________
ધર્મના સતતાભ્યાસાદિ પ્રકામાં ધર્મ ] વિષયાભ્યાસ અને સમ્યગદર્શનાદિ ભાનું સંસાર પ્રત્યે ઉદ્વેગ-વૈરાગ્યપૂર્વક પુનઃ પરિશીલન કરવું તે ભાવાભ્યાસ. આ રીતે સતતાભ્યાસ, વિષયાભ્યાસ અને ભાવાભ્યાસ-એ ત્રણ પ્રકારે ધર્મ–અનુછાને છે અને તેમાં પહેલાં કરતાં બીજું તથા બીજા કરતાં ત્રીજું શ્રેષ્ઠ છે.” આમ અન્ય આચાર્યોનું કથન છે તે નિશ્ચયનયથી યુક્તિયુક્ત નથી, કારણ કે માતાપિતાના વિનયાદિરૂપ સતતાભ્યાસમાં સમ્યગદર્શને-જ્ઞાનાદિની આરાધનાનો અભાવ હોવાથી ધર્મપણું ઘટતું જ નથી અને વિષયાભ્યાસમાં પણ ભવવૈરાગ્યાદિ ભાવ વિનાની પૂજા-દર્શન–ભક્તિ વગેરે કેવી રીતે ધર્મ કહેવાય ? અર્થાત્ ભવવૈરાગ્યપૂર્વકના સમ્યગદર્શનાદિની આરાધનાના પરિણામ વિનાની શ્રીઅરિહંતદેવની ભક્તિ પણ ધર્મ ન કહેવાય. ધર્માનુષ્ઠાન તેને કહેવાય, કે જેમાં સંસાર તરફ વૈરાગ્યપૂર્વકના જ્ઞાન-દર્શન–ચારિત્રની આરાધનાના પરિણામ હોય; માટે નિશ્ચયનયના અભિપ્રાયે ભાવાભ્યાસરૂપ ત્રીજા પ્રકારના અનુષ્ઠાનને જ ધર્માનુષ્ઠાન કહેવાય. પહેલા બે પ્રકારે ધર્માનુષ્ઠાનરૂપે ગણાય નહિ. વ્યવહારનયના અભિપ્રાયે તે પ્રથમ ગુણસ્થાનકવાળા અપુનબંધક વગેરે અવસ્થાવાળા જીનાં પહેલાં બે અનુષ્કાને પણ ધર્મ– અનુષ્ઠાને ગણાય.”
અહીં “તીવ્ર રાગદ્વેષથી પાપ ન કરે તે અપુનબંધક જીવ સમજ. તેમાં અને આદિ શબ્દથી અપુનબંધકની જ ઉત્તર વિશિષ્ટ અવસ્થાઓવાળા માર્ગાભિમુખ, માર્ગ પતિત અને અવિરતિ–સમ્યગદષ્ટિ માં પણ પહેલા બે પ્રકારનાં અનુષ્કાને વ્યવહારનયથી ધમ–અનુષ્ઠાનરૂપ છે - ૪૨. ભવાભિનંદિપણું જેનું ટળી ગયું હોય, એટલે ક્ષુદ્રતા, લેભ, દીનતા, મત્સર, ભય, શઠતા, અજ્ઞાન વગેરે ભવાભિનંદીનાં લક્ષણ ન હોય અને પ્રાયઃ દાર્ય, દાક્ષિણ્ય વગેરે ગુણે જેનામાં વધતા હોય, તે અપુનબંધક કહેવાય. (ગબિંદુ–ગા. ૧૭૮)
અહીં માર્ગોભિમુખ વગેરેનું ટૂંકું લક્ષણ આ પ્રમાણે છે-માર્ગ અટલે ચિત્તનું અવક્રગમન-સરળતા.” અર્થાત જેમ સર્ષની ચાલ વાંકી છતાં તે દરમાં પિસતાં સીધે પેસે છે, કારણ કે-દર સીધું હોય છે, તેમ જીવને પણ મનની ચંચળતાદિ સ્વભાવના યેગે જે વક્તા હોય છે તે દરમાં પેસતાં સર્પની માફક ટળી જાય, અર્થાત માયા, કપટ, આદિ ભાવ ઘટી જવાથી મન સરલ બને અને તેથી ઉત્તરોત્તર વિશિષ્ટ ગુણોની પ્રાપ્તિ થઈ શકે. આવી મનની સરલતામાં કારણભૂત સ્વ-અભિલાષસ્વરૂપ કર્મને ક્ષયોપશમવિશેષ તેને માર્ગ કહેવાય છે. આવા ક્ષયોપશમરૂપ માર્ગમાં પ્રવેશ (પ્રારંભ) કરવા જેવી ગ્યતાવાળે જીવ માર્ગાભિમુખ કહેવાય છે. એવા ક્ષયોપશમની જેને શરૂઆત થઈ છે, એ ઉત્તરોત્તર ગુણવૃદ્ધિવાળો છવ માર્ગ પતિત' (ભાર્ગે ચાલતો ) કહેવાય છે અને એ રીતે ક્ષયપશમ વધતાં વધતાં જે જીવને (છેલા યથાપ્રવૃત્તિકરણુરૂપ) ચરમકરણ પૂર્ણ થવાની તૈયારી હોય તે ૪ માર્ગીનસારી” કહેવાય છે. આ માર્ગાનુસારી જીવને છેલ્લા યથાપ્રવૃત્તિકરણ દ્વારા સાતે ય કર્મોની સ્થિતિ ઘટીને ૫૫મના અસંખ્યામાં ભાગે ન્યૂન એક કડાકોડી સાગરોપમ જેટલી બાકી રહે, અર્થાત
જ્યારે કર્મોની સ્થિતિ તેથી વધુ ન રહે ત્યારે તેને રાગ-દ્વેષના તીવ્ર ઉદયરૂપ ગ્રંથિ ઉદયમાં આવે છે, તેને તે જીવ અપૂર્વકરણરૂપ અધ્યવસાય દ્વારા ભેદ કરી અનિવૃત્તિકરણ દ્વારા ચતુર્થ ગુણસ્થાનકની પ્રાપ્તિ કરે છે, તેને સમ્યગદર્શનની પ્રાપ્તિ કહેવાય છે. આ અવસ્થા પામેલ છવ સમ્યગદષ્ટિ કહેવાય છે, છતાં વિરતિ નહિ પામવાથી અવિરતિ-સમ્યગૃદૃષ્ટિ કહેવાય છે. એ રીતે અપુનબંધક દશામાંથી વિકાસ સાધતે જીવ માર્ગાભિમુખ, માર્ગપતિત અને માર્ગાનુસારીપણું પ્રાપ્ત કરે છે. આ બધી અવસ્થાઓ ચરમપુલપરાવર્ત કાળમાં જ મિથાવગુણસ્થાનકે હેય છે (ગબિંદુ-ગા. ૧૭૯ની ટીકા) અને અવિરતિ-સમ્યગુદષ્ટિપણે એથે ગુણસ્થાનકે હોય છે. વિશેષ સ્વરૂપ અન્ય ગ્રંથાથી જાણી લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org