________________
૩૦
[ ધ સંo ભા૧-વિ૦ ૧-ગ. ૫-૧૪ ૩૫. ફ્રી =લજજા–ધીઢાઈનો ત્યાગ. લજજાળુ માણસ પ્રાણાને પણ પ્રતિજ્ઞાનું પાલન કરે છે. કહ્યું છે કે માતા સમાન ઉત્તમ, અતિ શુદ્ધ વાત્સલ્યવાળી અને અનેક ગુણોને પ્રકટ કરાવનારી લજજાને અનુસરનારા સત્યપ્રતિજ્ઞાવંત–પ્રતિભાશાળી પુરુષ પ્રતિજ્ઞાનું પાલન કરતાં મરણ આવે તે મરણને સુખપૂર્વક સ્વીકારે છે, પણ પ્રતિજ્ઞાનો ભંગ કરતા નથી.”
૩૫. શૌચા -અટૂર-શાન્ત સ્વભાવ, કૂર માણસ લોકેને ઉદ્વેગ કરાવે છે અને સૌમ્ય પ્રકૃતિવાળા માણસને સહુ સુખે સુખે અનુસરી શકે છે.
આ રીતે પાંત્રીશ પ્રકારથી સામાન્ય ગૃહસ્થ ધર્મનું વર્ણન કરવામાં આવ્યું. (યોગશાસ્ત્ર વગેરે ગ્રન્થમાં આ પાંત્રીશ ગુણના ક્રમમાં ફરક છે. )
[ અહીં આ પ્રમાણે વિશેષ સમજવું. “ ન્યાયપાર્જિત ધન મેળવવું, સુસ્થાને ઘર બંધાવવું અને માતાપિતાની પૂજા–સેવા કરવી. આવાં વિધિવા શાસ્ત્રમાં સાક્ષાત મળતાં નથી, તેથી શાસ્ત્રમાં જેનો ઉલ્લેખ ન હોય તેવાં (ન્યાયથી ધન મેળવવું, સારા સ્થાને ઘર બંધાવવું વગેરે) કાર્યોમાં ધર્મનું લક્ષણ ઉતારવું, એટલે કે–તે તે કાર્યો કરવામાં ધર્મ છે એમ કહેવું તે અગ્ય ગણાય, તે પણ જેનો શાસ્ત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ ન હોય તેવી પણ જે આચરણ શિષ્ટપુરુષે કરતા હોય, તે આચરણુએ શિષ્ટપુરુએ આચરેલી હોવાથી કરણીય છે-એમ સમજવું. આ કાર્યો પણ શિષ્ટપુરુષેએ આચરેલાં હોવાથી તે ધર્મ છે-એમ કહેવામાં આવ્યું છે, માટે દેષ નથી. °] કરે છે, રાખડી અનાજની રક્ષા કરે છે, દાંતમાં પકડેલું તૃણુ પ્રાણની રક્ષા કરે છે અને મકાન ઉપરની વજા મકાનનું રક્ષણ કરે છે; તે મનુષ્ય જે ચેતન્યવાન પરોપકાર વિનાને કેમ હોઈ શકે? મનુષ્ય ચાર પ્રકારના હેય છે. ૧-નિઃસ્વાર્થ ઉપકારી-અપકારી પ્રત્યે પણ ઉપકારી, ર-ઉપકાર કરનાર પ્રત્યે પ્રતિ ઉપકારી, ૩-ઉપકારીને પણ વિસરી જનાર અને ૪-ઉપકારી પ્રત્યે પણ અપકારી. આમાં પહેલા બે પ્રકારના મનુષ્ય ધર્મને માટે લાયક છે.
૪૦. કારણ કે-શિષ્ટપુરુષનું આચરણ આગમવિરુદ્ધ હેય નહિ અને આગમવિરુદ્ધ આચરણ કરનાર શિષ્ટપુરુષ ગણાય નહિ. આગમમાં પ્રત્યક્ષ ન હોવા છતાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુસરીને, આગમ અબાધિત રહે તેમ, ગીતાર્થો-શિષ્ટપુરુષ જે આચરણ કરે તે પણ આગમરૂપ માનવું જોઈએ. ધર્મરત્નપ્રકરણમાં શ્રીશાન્તિસૂરિજી મહારાજ જણાવે છે કે –
" अवलंबिऊण कज्ज, जं कि पि समायरंति गीयत्था ।
थेवावराहबहुगुणं, सव्वेसिं तं पमाणं तु ॥ ८५ ॥ "जं पुण पमायरूवं, गुरुलाघवचिंतविरहियं सवहं।
सुहसीलसढाइन्नं, चरित्तिणो तं न सेवंति ॥ ८६ ॥" ભાવાર્થ-જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ગુણોની કે તેના આધારભૂત સંધ-શાસનની રક્ષા–સેવા કરવાના ઉદ્દેશથી જે કાર્યો ગીતાર્થ પુરુષે આચરે, તે છેડા નુકશાન સાથે ઘણું લાભનું કારણ હોઈ સઘળાઓને પ્રમાણભૂત હોય છે; તેમ જ શથિલ્ય, રાગ કે દ્વેષ આદિ પ્રમાદથી, લાભાલાભને વિચાર કર્યા વિનાનું, પાપઆરંભવાળું અને સુખશીલીયા શપુરુષોએ આચરેલું હોય, તેવા કાર્યને ચારિત્રના ખપી આત્માઓ આચરે નહિપ્રમાણભૂત માને નહિ.” એ રીતે આગમમાં સાક્ષાત્ ઉલ્લેખ ન હોવા છતાં શુદ્ધ સંપ્રદાયગત આચાર પણ આગમરૂપ જ કહ્યો છે, માટે અહીં દોષ નથી. ગ્રંથકાર પ્રથમ પ્રતિજ્ઞામાં પણું “ આગમથી તેમ સંપ્રદાયથી સમજીને ધર્મને સંગ્રહ કરૂં છું'-એમ જણાવી ગયા છે જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org